સરકારમાં સત્તાધારી પાર્ટીના ધારાસભ્યોના કામો પણ ટલ્લે ચઢી રહ્યાં છે. ભાજપના જ ધારાસભ્યોએ આકરા શબ્દોમાં મુખ્યમંત્રીને ફરિયાદ કરી છે કે સ્થાનિક તંત્રની ઢિલાશના કારણે પ્રજાલક્ષી કામો થતાં નથી. દર મહિને યોજવામાં આવતી સંકલન સમિતિની બેઠકમાં કામોની વાતો કર્યા પછી વહીવટી તંત્રનું ધ્યાન દોરવામાં આવે છે પરંતુ તેનો અમલ થતો નથી.
ધારાસભ્યોની આવી ફરિયાદની ગંભીરતા જોઇને મુખ્યમંત્રીએ એડિશનલ ચીફ સેક્રેટરી કક્ષાના એક અધિકારીને આદેશ કર્યેા છે કે તમામ જિલ્લામાંથી કયા ધારાસભ્યોના કેટલા કામો પેન્ડીંગ છે તેની યાદી સાથેનો રિપોર્ટ તૈયાર કરી મને આપો. આ મુદ્દે એક ટોચના અધિકારીને બંગલે પણ બોલાવવામાં આવ્યા હતા અને કહેવામાં આવ્યું હતું કે ઝડપથી કામો થાય તેવી વિભાગો અને જિલ્લા વહીવટને તાકીદ કરો.
આશ્ચર્ય એ વાતનું છે કે થોડાં સમય પહેલાં રાયના સામાન્ય વહીવટ વિભાગે સચિવાલયના અન્ય વિભાગો તેમજ જિલ્લા વહીવટી તંત્રને એક કડક પત્ર લખ્યો હતો, જેમાં જણાવ્યું હતું કે પ્રજાના પ્રતિનિધિઓ તરફથી રજૂ થયેલા કામો અને ભલામણોનો તત્કાલ અસરથી અમલ કરવાનો રહેશે પરંતુ આ પત્રને પણ વહીવટી અધિકારીઓએ ફગાવી દીધો હોવાથી આવી હાલત જોવા મળે છે.
જો કે મુખ્યમંત્રી કચેરીમાં સાંસદો અને ધારાસભ્યોએ આપેલા કામોની યાદી બનાવવાનું શ કરવામાં આવ્યું છે અને સબંધિત વિભાગો કે જિલ્લા કચેરીઓને નિયમિત મોકલવામાં આવે છે. આ કામ માટે અલગ સ્ટાફની પણ નિયુકિત કરવામાં આવી છે, જે કામ સબંધિત અધિકારી તેમજ મુખ્યમંત્રી કાર્યાલય વચ્ચે સંવાદ સેતુ ઉભો કરી રહ્યો છે
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 99251 12230
View News On Applicationઝાંસી મેડિકલ કોલેજ અકસ્માત: તપાસ માટે 4 ડોક્ટરોની સ્પેશિયલ પેનલની રચના
November 16, 2024 08:01 PMમહારાષ્ટ્ર ચૂંટણીમાં ફરજ બજાવશે જામનગર હોમ ગાર્ડના જવાનો, રાત્રે ટ્રેન મારફતે થયા રવાના
November 16, 2024 05:58 PMCopyright © 2022-2023 Aajkaal Daily
Developed by Rhythm Infotech