ભવ્ય અને ભાતીગળ મેળા માટે સમગ્ર સૌરાષ્ટ્ર્રમાં જાણીતા રાજકોટના મેળા માટે જિલ્લા કલેકટર તત્રં દ્રારા નવી જગ્યાની શોધખોળ ચાલી રહી છે. જિલ્લા કલેકટર પ્રભવ જોશીએ જણાવ્યું હતું કે ટ્રાફિક અને ગીચતાના પ્રશ્નોને ધ્યાનમાં લઇ આ વર્ષે રેસકોર્સના બદલે અન્ય સ્થળોએ મેળો યોજવા માટે પ્રયાસો ચાલુ છે. પરંતુ હજુ સુધી યોગ્ય જગ્યા મળી નથી. કલેકટરે કહ્યું હતું કે ૧૫૦ ફટ નવા રીંગ રોડ પર અટલ સરોવર નજીક અને કણકોટમાં વિશાળ સરકારી જગ્યા ખાલી પડી છે પરંતુ તે ખાડા ટેકરાવાળી હોવાથી સમથળ કરવામાં મોટો ખર્ચેા થાય તેમ છે અને સમય પણ પસાર થઈ જાય તેમ છે
સેન્ટ્રલ વેરહાઉસ દ્રારા જમીનની માગણી
સેન્ટ્રલ વેરહાઉસ કોર્પેારેશન દ્રારા અનાજના સંગ્રહ માટે મોટા પ્રમાણમાં જમીનની માગણી રાજકોટ જિલ્લા કલેકટર તત્રં પાસે કરવામાં આવી છે. રેલવે નજીક હોય તેવી જગ્યા માટે શોધખોળ ચાલી રહી છે. આવી જ રીતે ઈએસઆઇ દ્રારા પણ જમીનની માગણી કરવામાં આવ્યું હોવાનું કલેકટરે જણાવ્યું હતું.
ઇશ્ર્વરીયામાં પૂરતી તકેદારી પછી જ બોટિંગ શરૂ કરાશે
ઈશ્ર્વરીયા તળાવમાં અત્યારે પાણી ન હોવાથી બોટિંગ બધં છે. પરંતુ ચોમાસાની સિઝનમાં યારે નવું પાણી આવશે ત્યારે પણ બોટીંગ શરૂ કરતા પહેલા યાંત્રિક વિભાગને સંપૂર્ણ ચકાસણીની જવાબદારી સોપવામાં આવશે. મામલતદાર કક્ષાના અધિકારી દ્રારા નિયમિત ચેકિંગ કરવામાં આવશે અને યાંત્રિક રાઇડની એસઓપી ધ્યાનમાં રાખીને નવેસરથી બોટિંગ ચાલુ કરવામાં આવશે તેમ કલેકટરે જણાવ્યું હતું
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 99251 12230
View News On Applicationરાજકોટ નાગરિક બેન્કની ચૂંટણીનું રાજકોટ સહિત સાત બેઠકો પર મતદાન શરૂ
November 17, 2024 10:58 AMનાઈજીરીયામાં પીએમ મોદીને મળીને ભારતીયો થયા ગદગદ, 17 વર્ષમાં ભારતીય પીએમની આ દેશની પ્રથમ મુલાકાત
November 17, 2024 10:25 AMCopyright © 2022-2023 Aajkaal Daily
Developed by Rhythm Infotech