ધરતીપુત્રોના હિતને વરેલી ભારત સરકારે વર્ષ ૨૦૨૪-૨૫માં ખરીફ પાકોની ખરીદી માટે ટેકાના ભાવની જાહેરાત કરી છે. ખેડૂતોને આર્થિક સુરક્ષા આપવા તેમજ તેમની ખેતપેદાશોના પોષણક્ષમ ભાવ મળી રહે તે માટે ટેકાના ભાવમાં ગત વર્ષની સરખામણીએ નોંધપાત્ર વધારો કરવામાં આવ્યો છે.
રાજ્યમાં કપાસ, ડાંગર, જુવાર, બાજરી, રાગી, મકાઈ, તુવેર, મગ, અડદ, મગફળી અને સોયાબીન જેવા ખરીફ પાકોના વાવેતરની શરૂઆત થાય તે પહેલાં જ ભારત સરકાર દ્વારા ટેકાના ભાવ જાહેર કરાતા ખેડૂતો હવે પોતાના પાકને મળનારા ભાવને ધ્યાને રાખી વાવેતર કરી શકશે.
આટલા ટૂંકા ગાળામાં જ ટેકાના ભાવોની જાહેરાત કરવા બદલ કૃષિ મંત્રી શ્રી રાઘવજીભાઈ પટેલે રાજ્ય સરકાર તેમજ ગુજરાતના ખેડૂતો વતી આર્થિક બાબતોની કેબિનેટ કમિટીના અધ્યક્ષ અને વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદી તેમજ કેન્દ્રીય કૃષિ મંત્રી શ્રી શિવરાજસિંહ ચૌહાણનો આભાર વ્યક્ત કર્યો છે. આ ઉપરાંત ખેડૂતોના હિત માટે માટે પ્રયત્નશીલ રહી સતત માર્ગદર્શન આપતા મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલનો પણ તેમણે આભાર વ્યક્ત કર્યો છે.
અત્રે ઉલ્લેખનીય છે કે, ભારત સરકાર દ્વારા દર વર્ષે ખરીફ અને રવિ પાકો માટે વાવેતર પહેલાં ટેકાના ભાવ જાહેર કરવામાં આવે છે, જેથી ખેડૂત મિત્રો આગોતરું આયોજન કરી શકે. વર્ષ ૨૦૨૪-૨૫માં ટેકાના ભાવની પોલીસી અંતર્ગત સમાવિષ્ટ કપાસ માટે રૂ. ૭,૧૨૧ પ્રતિ ક્વિ., ડાંગર માટે રૂ. ૨,૩૦૦ પ્રતિ ક્વિ., જુવાર માટે રૂ. ૩,૩૭૧ પ્રતિ ક્વિ., બાજરી માટે રૂ. ૨,૬૨૫ પ્રતિ ક્વિ., રાગી માટે રૂ. ૪,૨૯૦ પ્રતિ ક્વિ., મકાઈ માટે રૂ. ૨,૨૨૫ પ્રતિ ક્વિ., તુવેર માટે રૂ. ૭,૫૫૦ પ્રતિ ક્વિ., મગ માટે રૂ. ૮,૬૮૨ પ્રતિ ક્વિ., અડદ માટે રૂ. ૭,૪૦૦ પ્રતિ ક્વિ., મગફળી માટે રૂ. ૬,૭૮૩ પ્રતિ ક્વિ. અને સોયાબીન માટે રૂ. ૪,૮૯૨ પ્રતિ ક્વિ. ભાવ જાહેર કરવામાં આવ્યો છે.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 99251 12230
View News On Applicationરાજકોટ નાગરિક બેન્કની ચૂંટણીનું રાજકોટ સહિત સાત બેઠકો પર મતદાન શરૂ
November 17, 2024 10:58 AMનાઈજીરીયામાં પીએમ મોદીને મળીને ભારતીયો થયા ગદગદ, 17 વર્ષમાં ભારતીય પીએમની આ દેશની પ્રથમ મુલાકાત
November 17, 2024 10:25 AMCopyright © 2022-2023 Aajkaal Daily
Developed by Rhythm Infotech