રાજકોટમાં એસઓજી દ્રારા ડ્રગ સપ્લાયર્સ પેડલર્સ પર સર્જીકલ સ્ટ્રાઈક ઓપરેશનમાં વધુ એક રેઈડમાં અમદાવાદથી બ્યુટીશીયન ત્યકતા શ્ર્વેતા શાંતિલાલ ઠકકર ઉ.વ.૨૭ રહે. સતેજ હોમ્સ બ્લોક નં.સી–૧૮ વટવા અમદાવાદને ૫.૮૯ લાખના મેફેડ્રોન એમડી ડ્રગ સાથે દબોચી લેવાઈ છે. અમદાવાદમાં શ્ર્વેતાને ડ્રગનો જથ્થો આપવા આવેલી મુંબઈની એજા નામની મહિલાને પણ અમદાવાદ પોલીસની મદદથી એરપોર્ટ પોલીસે સકંજામાં લેવાઈ હોવાનું જાણવા મળે છે.
રાજકોટમાં અમદાવાદની શ્ર્વેતા ઠકકર નામની યુવતી ડ્રગનો જથ્થો લઈને આવવાની હોવાની એસઓજીના જમાદાર ફીરોજ રાઠોડ તથા હાદિર્કસિંહ પરમારને માહિતી મળી હતી. પીઆઈ એસ.એમ.જાડેજાની રાહબરી હેઠળ પીએસઆઈ એમ.બી.માજીરાણા તથા ટીમે બામણબોર નજીક વોચ ગોઠવી હતી. ચેક પોસ્ટ નજીક ખાનગી વાહનમાંથી ઉતરેલી શ્ર્વેતાને એસઓજીની ટીમે દબોચી લીધી હતી. તેની પાસે રહેલા પર્સની તલાસી લેતાં અંદરથી ૫૮.૯૫ ગ્રામ ૫,૮૯,૯૦૦ની કિંમતનું મેેફેડ્રોન ડ્રગનો જથ્થો મળી આવ્યો હતો. રાજકોટમાં ડ્રગ વેચવા આવતી હતી એ પુર્વે જ ઝડપાઈ ગઈ. પોલીસે તેની પાસેથી બે મોબાઈલ ફોન કબજે લીધા હતા. શ્ર્વેતાના અગાઉ લ થયા હતા અને સંતાનમાં એક પુત્ર છે. દંપતિ વચ્ચે ખટરાગ થતાં છુટાછેડા લઈ પતિ પુત્રથી અલગ રહે છે. પુત્ર પતિ સાથે રહે છે. શ્ર્વેતા ઘરમાં જ બ્યુટી પાર્લર ચલાવે છે.
શ્ર્વેતાને અમદાવાદમાં ડ્રગનો જથ્થો મુંબઈથી આવેલી સેજા નામની સપ્લાયરે આપ્યો હોવાની શ્ર્વેતાએ કેફીયત આપી હતી. શ્ર્વેતાની સામે એસઓજીએ એરપોર્ટ પોલીસ મથકમાં ગુનો નોંધાવ્યો હતો. મુંબઈથી ડ્રગ સપ્લાય કરવા આવેલી સેજા નામની યુવતી નાસી ન છૂટે એ માટે એસઓજી તથા એરપોર્ટ પોલીસે તુરતં જ અમદાવાદ પોલીસનો સંપર્ક સાધ્યો હતો. અમદાવાદ એરપોર્ટ પોલીસની ટીમ દોડી ગઈ હતી. પીઆઈ ગામીત સહિતનો સ્ટાફ સેજાને સકંજામાં લઈ રાજકોટ લઈ આવી હોવાનું જાણવા મળે છે.
શ્ર્વેતા રાજકોટમાં રોકાઈ સિલેકટેડ કસ્ટમર્સને ડાયરેકટ જ ડ્રગ વેચતી હતી
અમદાવાદમાં રહેતી બ્યુટી પાર્લર સંચાલીકા શ્ર્વેતા ઠકકરની રાજકોટમાં આ ચોથી ટ્રીપ હોવાનું પોલીસને જાણવા મળ્યું છે. શ્ર્વેતા અગાઉ રાજકોટના સાધુ વાસવાણી રોડ પર રહેતી હતી જેથી રાજકોટથી પરિચીત હતી. તે રાજકોટમાં આવતી અને એકાદ દિવસ રાજકોટમાં રોકાણ કરતી હતી. ડ્રગ એડીકટ સિલેકટેડ કસ્ટમર્સને બે, પાંચ ગ્રામ કે આવી માત્રામાં ડ્રગ વેચીને નીકળી જતી હતી.
બે–પાંચ ગ્રામ વજન થઇ શકે એવો નાનો વજન કાંટો પણ મળી આવ્યો
રાજકોટમાં ડાયરેકટ કોઈને સાથે જથ્થો આપવાના બદલે પસંદગીના ગ્રાહકોને જ શ્ર્વેતા જરૂરી માત્રા મુજબ ડ્રગ વેચતી હતી. તે માટે તેણે એક ગ્રામ કે એથી ઓછું વજન થઈ શકે તેવો નાનો પોકેટ વજનકાંટો પણ સાથે રાખ્યો હતો. રાજકોટમાં ડ્રગ એડીકટ કસ્ટમર્સ સાથે પાર્ટી કરતી હતી કે કેમ ? તે પોલીસ માટે તપાસનો મુદ્દો છે. રીમાન્ડ મેળવવા તજવીજ હાથ ધરી છે.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 99251 12230
View News On Applicationઝાંસી મેડિકલ કોલેજ અકસ્માત: તપાસ માટે 4 ડોક્ટરોની સ્પેશિયલ પેનલની રચના
November 16, 2024 08:01 PMમહારાષ્ટ્ર ચૂંટણીમાં ફરજ બજાવશે જામનગર હોમ ગાર્ડના જવાનો, રાત્રે ટ્રેન મારફતે થયા રવાના
November 16, 2024 05:58 PMCopyright © 2022-2023 Aajkaal Daily
Developed by Rhythm Infotech