ગુજરાતના જામનગરમાં અનંત અંબાણી અને રાધિકા મર્ચન્ટના પ્રી-વેડિંગનું આયોજન કરવામાં આવ્યું હતું. જ્યાં મહેમાનોનો ધસારો જોવા મળ્યો હતો. શાહરૂખ ખાન, સલમાન ખાન અને આમિર ખાન એકસાથે સ્ટેજ પર પરફોર્મ કરતા જોવા મળ્યા હતા. આ સાથે દિલજીત દોસાંઝથી લઈને ઈન્ટરનેશનલ પોપ સિંગર રિહાના સુધીના ઘણા મોટા કલાકારોએ પરફોર્મન્સ આપ્યું હતું. લગ્ન પહેલાના ઘણા વીડિયો અને ફોટા સોશિયલ મીડિયા પર વાયરલ થયા હતા. માર્ચ પછી ફરી એક વખત પ્રિ-વેડિંગનું આયોજન થવા જઈ રહ્યું છે. આ વખતે બીજી પ્રી-વેડિંગ 28મી મેથી શરૂ થઈને 1લી જૂને થવા જઈ રહી છે.
આ વખતે ઈટાલીમાં ખાસ પ્રકારે ભવ્ય કાર્યક્રમ યોજાવા જઈ રહ્યો છે. ઘણા સ્ટાર્સ જેમ કે સલમાન ખાન, આલિયા ભટ્ટ અને રણબીર કપૂર તેમની પુત્રી રાહા કપૂર સાથે, રણવીર સિંહ અને એમએસ ધોની પત્ની સાક્ષી ધોની અને પુત્રી ઝીવા સાથે ઇટાલી જવા રવાના થયા છે. બધાને એરપોર્ટ પર જોવામાં આવ્યા છે. આ વખતે પણ બોલિવૂડ સ્ટાર્સનો જમાવડો જોવા મળશે. 600 લોકોનો સ્ટાફ મહેમાનોની સંભાળ રાખવા અને આતિથ્ય સત્કાર આપવા માટે હાજર રહેશે.
અનંત અને રાધિકાના પ્રી-વેડિંગમાં લગભગ 800 મહેમાનો હાજરી આપશે. 28મી મેના રોજ તમામ મહેમાનોને લક્ઝરી ક્રુઝની શાનદાર યાત્રા કરાવવામાં આવશે. ઇટાલીથી દક્ષિણ ફ્રાન્સ સુધીની આ એક સુંદર યાત્રા હશે. આ પછી 29મી મેના રોજ બપોરના ભોજન સાથે કાર્યક્રમની શરૂઆત થશે. ત્યારપછી સાંજે ‘સ્ટારી નાઈટ’ થીમ સાથે ઉજવવામાં આવશે. એ પછી તમામ મહેમાનો 30 મેના રોજ એક દિવસ માટે રોમ, ઇટાલી જશે. તે પછી ડિનર પાર્ટી અને આફ્ટર-પાર્ટી હશે જે બપોરે 1 વાગ્યે શરૂ થશે. ઈટાલીમાં જ 1 જૂનના રોજ ઉજવણી સમાપ્ત થશે.
પ્રી-વેડિંગની બીજી એક રસપ્રદ વાત એ છે કે તેનું સમગ્ર સેલિબ્રેશન સ્પેસ થીમ પર આધારિત હશે. તેને ધ્યાનમાં રાખીને રાધિકા મર્ચન્ટનો આઉટફિટ તૈયાર કરવામાં આવ્યો છે. તે કસ્ટમ-મેડ ગ્રેસ લિંગ કોચર પીસ પહેરશે, જે 3D હશે. તેને એરોસ્પેસ એલ્યુમિનિયમ ટેક્નોલોજીથી બનાવવામાં આવ્યું છે. તેનો ડ્રેસ ગેલેક્ટીક પ્રિન્સેસના આઉટફીટમાંથી પ્રેરણા લઈને બનાવવામાં આવશે.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 99251 12230
View News On Applicationભારતની બાંગ્લાદેશને ચેતવણી, ભારતના આંતરિક મામલામાં દખલ નહીં!, લઘુમતીઓની સુરક્ષા પર આપો ધ્યાન
April 18, 2025 07:29 PMફ્લાય ઓવરબ્રિજની કામગીરીના પગલે અંબર ચોકડી પાસે વાહન વ્યવહાર આજથી બંધ કરાયો
April 18, 2025 06:21 PMજામનગર પંચકોશી એ ડિવિઝન પોલીસ મથકના પીઆઇ નીકળ્યા સાયકલ યાત્રાએ
April 18, 2025 06:16 PMCopyright © 2022-2023 Aajkaal Daily
Developed by Rhythm Infotech