પારિવારિક સમૂહમાં પણ કેવા અજીબ કિસ્સા સામે આવી રહ્યા છે, અગાઉ સુરતમાં વેવાઈ વેવાણને ભગાડી જવાનો ચર્ચાસ્પદ બનાવ બન્યો હતો. ત્યારે વિસાવદરના જાંબુડામાં ભાવિ સાસુને જમાઈ ભગાડી ગયાનો ગજબનો કિસ્સો સામે આવ્યો છે. એટલું જ નહીં પત્નીને ભગાડી ગયાનું ઉપરાણું લઇ પિતા–પુત્ર જમાઈના ઘરે પૂછવા જતા તેના ભાઈઓએ પિતા–પુત્ર ઉપર હત્પમલો કરતા પુત્રને ઇજા થવાથી સારવારમાં ખસેડવામાં આવ્યો હતો.
અજબ પ્રેમ કી ગજબ કહાનીની વાત કરીએ તો વિસાવદરના જાંબુડા ગામે રહેતા અને ખેત મજૂરી કરતા જીલાભાઇ અમરશીભાઈ સારોલીયાની પુત્રી લમીની સગાઇનું નક્કી ધારીના દલખાણીયા ગામે રહેતા પ્રેમજી જેતુભાઇ વાઘેલા સાથે નક્કી કરી હતી અને ભાવિ જમાઈ પ્રેમજી સસરા જીલાભાઇ જે વાડીમાં ખેતમજુરી કામ કરતા હતા ત્યાં બાજુના શેઢે જ ભાગિયું રાખ્યું હતું. જે ભાગ્યું પૂં થઇ જતા જમાઈને દલખાણીયા મુકવા ગયા હતા. બાજુમાં જ શેઢો હોવાથી પ્રેમજીની આવન જાવન રહેતી હતી. દરમિયાન ભાવિ સાસુ સાથે આખં મળી જતા બે દિવસ પહેલા પ્રેમજી રાત્રીના આવી છ સંતાનોની માતા ભાવિ સાસુ જાનુબેનને ભગાડી ગયો હતો. આ વાતની પરિવારને જાણ થતા ગઈકાલે જાનુબેનના પતિ જીલાભાઈ અને સગીર પુત્ર રોહિત બંને પ્રેમજીના ઘરે દલખાણીયા ગયા હતા ત્યાં બહાર બોલાવી હાજર તેના ભાઈ ભરતભાઇ જેતુભાઇ વાઘેલાને વાત કરી હતી કે તમારો ભાઈ પ્રેમજી આઠેક મહિનાથી અમારી સાથે રહેતો હતો અને મારી પત્ની જાનુને ભગાડી ગયો છે. તે અહીં આવ્યો છે તેમ પૂછતાં ભરતભાઈ તેનાભાઈ ટપુભાઈ અને તેના પિતા જેતુભાઇ વાઘેલા બહાર આવી ગાળાગાળી કરવા લાગ્યા હતા. તેને ગાળો આપવાની ના પાડતા કુહાડી અને છરી વડે હત્પમલો કરતા પુત્ર રોહિતને ઇજા થતા તેને બચાવવા જતા પિતા જીલુભાઈને પણ મારમાર્યેા હતો. અને ધમકી આપી હતી કે ફરીવાર અહીં આવશો તો જાનથી મારી નાખીશું. બાદમાં પુત્રને લોહી નીકળતા તેને સારવાર માટે હોસ્પિટલ ખસેડવામા આવ્યો હતો થાય માથામાં દશ જેટલા ટાકા આવ્યા હતા. અને પોતાને મૂઢ ઇજા થવાથી સારવાર લીધી હતી. બનાવ અંગે ધારી પોલીસે ત્રણેય ભાઈઓ સામે ગુનો નોંધી આગળની કાર્યવાહી હાથ ધરી છે.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 99251 12230
View News On Applicationડાયાબિટીસના દર્દીઓએ ન ખાવા જોઈએ આ 4 શાકભાજી, ઝડપથી વધારે છે બ્લડ સુગર લેવલ
May 20, 2025 04:36 PMતાપમાનમાં ઘટટાડો છતાં ગરમી તેમજ બાફ યથાવત
May 20, 2025 04:31 PMતાપમાનમાં ઘટટાડો છતાં ગરમી તેમજ બાફ યથાવત
May 20, 2025 04:31 PMક્રેસન્ટ સર્કલ નજીકથી દારુના જથ્થા સાથે બે મહિલા ઝડપાઈ
May 20, 2025 04:28 PMCopyright © 2022-2023 Aajkaal Daily
Developed by Rhythm Infotech