રાજકોટ શહેરનો જે રીતે વિકાસ થઈ રહ્યો છે તેમાં હવે નજીકના ગ્રામ્ય વિસ્તારો પણ શહેર એરીયામાં જ સમાવિષ્ટ્ર થતાં ક્ષેત્રફળ એરીયા પણ વધ્યો અને ડવે રીંગરોડ–૨ ઉપર ટ્રાફીક વધતા રીંગરોડ–૨ને ફોર લેન બનાવવા માટે રૂડાએ કામગીરી હાથ પર ધરી છે. ૮૦ કરોડના ખર્ચે રીંગરોડ–૨ ફોર લેન થશે. જે કામ માટેના ટેન્ડર પણ પ્રસિધ્ધ કરાયા છે.
રાજકોટ શહેરમાં રીંગરોડ–૧ ૧૫૦ ફત્પટ રીંગરોડ અત્યારે તો સાવ શહેરી મધ્યમાં આવી ગયો છે. રોજીંદા ટ્રાફીક ગીચતા છે.
શહેરના ક્ષેત્રફળને ધ્યાને લઈને નવો બીજો રીંગરોડ–૨ બન્યો તેને પણ એક દાયકા જેવો સમય થતો અત્યારે આ રોડ ૨ ટ્રેક છે. હવે રંીંગરોડ–૨ ઉપર પણ વાહનોનો ભારે ધસારો રહે છે.
ગોંડલ–સોમનાથ તરફ આવાગમન કરતા વાહનો ઉપરાંત રીંગરોડ–૨ ભાવનગર રોડને ટચ થતો હોય અમદાવાદ હાઈવેથી ભાવનગર સાઈડનો ટ્રાફીક પણ આ માર્ગ પર ડાયવર્ટ થયેલો રહે છે. રીંગરોડ–૨નું ત્રણ ફેઝનું કામ પુર્ણ થયું છે અને ચોથા ફેઝનું કામ પણ પુર્ણતાના આરે છે. હજી તો આ રોડ પુરો કાર્યરત થયો નથી ત્યાં તો અગાઉ બનેલો ડામર માર્ગ સાવ ભંગાર હાલતમાં ઠેર ઠેર મોટા ગાબડા પડયા છે. ખખડધજ રસ્તાના કારણે પણ ટ્રાફીકજામ વધુ રહે છે.
અગાઉ રીંગરોડ–૨ને ફોર લેન કરવાનું કામ હાથ પર લેવાયું હતું પરંતુ કોઈને કોઈ ગ્રહણ નડયા કરતું અથવા મુહર્ત્પત નીકળતું ન હતું. ચેરમેન, અધિકારીઓની બદલી સ્ટાફની ખેંચ જેવા મુદા પણ અવરોધ રહેતા હતા. રીંગરોડ–૨ મહાપાલિકાની હદમાં સમાવિષ્ટ્ર થઈ જતાં અને રાજકોટને રેસકોર્ષ–૨ અટલ સરોવરનું નજરાણું મળતા એટલો ભાગ ફોર લેન કરી દેવાયો હતો. જયારે અન્ય પુરો રોડ માત્ર ટુ ટ્રેક જ રહ્યો હતો.
રાજકોટ મહાપાલિકાના કમિશનર અને રૂડાના ચેરમેન ડી.પી.દેસાઈ દ્રારા રીંગરોડ–૨ની કાયાપલટ કરવા ફાઈલ ને ચાલતી કરાઈ હતી. ફોર લેન બનાવવા માટે ૮૦ કરોડના અંદાજે ખર્ચ સાથેનું ટેન્ડર પ્રસિધ્ધકરાયું છે. ફોર લેન થતા લાઈટીંગ સહિતની સુવિધાઓ મળી રહેશે અને હાલ ખખડધજ રસ્તામાંથી અસંખ્ય વાહન ચાલકોને રાહત મળશે. જેટલી ઝડપી કામગીરી થાય તેટલી લોકોને હાલાકીમાંથી વહેલી તકે મુકિત મળશે
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 99251 12230
View News On Applicationઝાંસી મેડિકલ કોલેજ અકસ્માત: તપાસ માટે 4 ડોક્ટરોની સ્પેશિયલ પેનલની રચના
November 16, 2024 08:01 PMમહારાષ્ટ્ર ચૂંટણીમાં ફરજ બજાવશે જામનગર હોમ ગાર્ડના જવાનો, રાત્રે ટ્રેન મારફતે થયા રવાના
November 16, 2024 05:58 PMCopyright © 2022-2023 Aajkaal Daily
Developed by Rhythm Infotech