ઇઝરાયેલે બુધવારે યુએન સેક્રેટરી જનરલ એન્ટોનિયો ગુટેરેસ પર પ્રતિબંધો લાદ્યા હતા. બીજા દિવસે એટલે કે ગુરુવારે ગુટેરેસે ભારતની પ્રશંસા કરી હતી. વિશ્વમાં વધી રહેલા તણાવ વચ્ચે ગુટેરેસે મહાત્મા ગાંધીના અહિંસાના સિદ્ધાંતને યાદ કર્યો. મિસાઈલ હુમલા બાદ ઈરાનની ટીકા ન કરવા બદલ ઈઝરાયેલ એન્ટોનિયો ગુટેરેસ પર ગુસ્સે ભરાયું હતું.
યુએન સેક્રેટરી-જનરલ એન્ટોનિયો ગુટેરેસે લેબનોનમાં શાંતિ રક્ષા અભિયાનમાં ભારતનાં યોગદાન માટે પ્રશંસા કરી હતી. વૈશ્વિક સંઘર્ષો વચ્ચે, તેમણે કહ્યું કે યુક્રેનથી સુદાન, મધ્ય પૂર્વ અને તેનાથી આગળના યુદ્ધો વિનાશ અને ભયનું માહોલ બનાવી રહ્યા છે.
ગુટેરેસે મહાત્મા ગાંધીની અહિંસાની નીતિને યાદ કરી અને કહ્યું કે તે માનવતા માટે ઉપલબ્ધ સૌથી મોટી શક્તિ છે. તે કોઈપણ હથિયાર કરતાં વધુ શક્તિશાળી છે. તે જ સમયે, જનરલ એસેમ્બલીના પ્રમુખ ફિલોમેન યાંગે જણાવ્યું હતું કે વિશ્વ અશાંત સમયગાળામાંથી પસાર થઈ રહ્યું છે. ગાઝા, લેબનોન, મ્યાનમાર, સુદાન, યુક્રેન અને અન્યત્ર સંઘર્ષો સાથે મહાત્માનો શાંતિનો સંદેશ પહેલા કરતાં વધુ મજબૂત રીતે ગુંજ્યો.
તેમણે કહ્યું કે ગાંધીજીના સત્યાગ્રહના વિચારે દક્ષિણ આફ્રિકામાં નેલ્સન મંડેલા અને અમેરિકામાં માર્ટિન લ્યુથર કિંગ જુનિયરને પ્રભાવિત કર્યા. તેઓ ગાંધીજીના સત્યાગ્રહના ખ્યાલથી ખૂબ પ્રભાવિત હતા, જે શીખવે છે કે સત્ય અને ન્યાય હિંસા દ્વારા નહીં પરંતુ નૈતિક હિંમત અને શાંતિપૂર્ણ સંવાદ દ્વારા પ્રાપ્ત થાય છે.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 99251 12230
View News On Applicationબેંકમાંથી કારલોન લઈ રૂ.17.85 ભરપાઈ નહીં કરનારા આરોપીને દોઢ વર્ષની જેલ સજા
April 09, 2025 02:33 PMપેઢીમાં સ્લિપિંગ પાર્ટનરે રોકેલા 30 લાખ ઓળવી જનારા બે ભાગીદારોને ૧ વર્ષની કેદ
April 09, 2025 02:31 PMઘંટેશ્વર 25 વારિયામાંથી સગીરાનું અપરહરણ કરનાર શખસ ઝડપાયો
April 09, 2025 02:27 PMCopyright © 2022-2023 Aajkaal Daily
Developed by Rhythm Infotech