ભાવનગર જિલ્લાની ગ્રામ પંચાયતોની ચૂંટણી પૂર્વે તેમા સરપંચ પદે અનામત સહિતના રોટેશનને આખરી ઓપ આપી દેવામાં આવ્યો છે. રાજ્યમાં સૌ પ્રથમ ભાવનગર વહીવટી તંત્ર દ્વારા રોટેશન તૈયાર કરીને જારી કરી દીધુ છે. જે પ્રમાણે આગામી સમયમાં ચૂંટણી યોજાશે.
આ અંગે મળતી માહિતી મુજબ ગ્રામ પંચાયતોમાં સરપંચનો હોદ્દો અનુસૂચિત જાતિ, અનુસૂચિત આદિજાતિ, સામાજીક અને શૈક્ષણિક રીતે પછાત વર્ગો સહિત સ્ત્રીઓ માટે અનામત રાખવા અને સમૂહ પંચાયત માટે સરપંચનો હોદો અનુસૂચિત જાતિ, અનુસૂચિત આદિજાતિ કરતી કાળવણી કરવા અંગેની ગુજરાત પંચાયત અધિનિયમ-૧૯૯૩ (ગુજરાત-૧૯૯૩ નો ૧૮મો) ની કલમ-૫૧ ની પેટા કલમ-૩ મુજબ અમલવારી કરવાની પંચાયત અને ગ્રામ ગૃહનિર્માણ વિભાગના તા.૬-૧૦-૧૯૯૪ ના પરિપત્ર અન્વયે જિલલા કલેકટરોને સત્તા આપવામાં આવેલી છે. જે સત્તાના અન્વયે ભાવનગર જિલ્લા કલેકટર દ્વારા ભાવનગર જીલ્લાની ૩૬૨ ગ્રામ પંચાયતનું રોટેશન તૈયાર કરીને જારી કરી દીધુ છે. ગુજરાત ગ્રામ પંચાયત સરપંચનીચૂંટણી (સરપંચના અનામત હોદાની વારાફરતી ફાળવણીની રીત) નિયમો-૧૯૯૪ ના નિયમ-૪(૩) ની જોગવાઈમાં ગ્રામ પંચાયતના સરપંચની સામાજીક અને શૈક્ષણિક પછાત વર્ગોની ૧૦ ટકા બેઠકોની અનામતની ટકાવારીમાં સુધારી કરી ૨૭ ટકા સુધીની બેઠકો અનામત રાખવાની જોગવાઈ કરવામાં આવેલ છે. જેના અનુસંધાને ભાવનગર જિલ્લાના દસ તાલુકાની ૩૬૨ ગ્રામ પંચાયતમાં સરપંચનુ રોટેશન તૈયાર કરવામાં આવ્યુ છે.
તદઉપરાંત ભાવનગર તાલુકામાં રાજગઢ, ઘોઘા તાલુકામાં કણકોટ અને પાલિતાણા તાલુકામાં આકોલાળી ગામ પંચાયતની મધ્યસત્ર ચૂંટણી થશે તેમ જાણવા મળ્યુ છે.આમ,હવે ગ્રામ પંચાયતોની ચૂંટણીઓનો માર્ગ મોકળો થયો છે.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 99251 12230
View News On Applicationયુક્રેન શાંતિ સમજૂતીમાંથી ખસી શકે છે અમેરિકા, રશિયા-યુક્રેન વચ્ચે સહમતિ ન થતા નારાજ
April 18, 2025 07:30 PMભારતની બાંગ્લાદેશને ચેતવણી, ભારતના આંતરિક મામલામાં દખલ નહીં!, લઘુમતીઓની સુરક્ષા પર આપો ધ્યાન
April 18, 2025 07:29 PMફ્લાય ઓવરબ્રિજની કામગીરીના પગલે અંબર ચોકડી પાસે વાહન વ્યવહાર આજથી બંધ કરાયો
April 18, 2025 06:21 PMCopyright © 2022-2023 Aajkaal Daily
Developed by Rhythm Infotech