મ્યુનિ. કમિશનરનું જાહેરનામું
જામનગરમાં વોર્ડ નંબર -૭ માં કામગીરી માટે રસ્તો બંધ કરવા અંગે નું જાહેરનામું હાલ અમલમાં છે. તેની મુદત ત્રણ માસ માટે લંબાવવામાં આવી છે .જે અંગે નું જાહેરનામું મ્યુનિ. કમિશનર દ્વારા પ્રસિદ્ધ કરવામાં આવ્યું છે.
જામનગર મહાનગર પાલિકાની હદમાં વોર્ડ નં.૭ એકલિંગજી સોસાયટી થી જામનગર બાયપાસ રોડ સુધી ના રસ્તા માં ભુગર્ભ ગટર ની મુખ્ય પાઈપ લાઈન નાખવા ની કામગીરી અનુસંધાને સલામતીના ભાગરૂપે તેમજ અકસ્માત નિવારવા ના હેતુ થી તા.૯-૧-૨૦૨૫ થી તા.૮-૩-૨૦૨૫ એટલે કે, ૨ માસ સુધી તમામ વાહન વ્યવહાર બંધ રાખવા જાહેર નોટીસ બહાર પાડવામાં આવેલ હતી. જે જાહેરનામાની નવી સમયમર્યાદા તા.૦૯-૦૩-૨૦૨૫ થી તા.૦૮-૦૬-૨૦૨૫ સુધી લંબાવવા માં આવી છે . જે અંગે મ્યુનિ.કમિશનર દ્વારા જાહેરનામું પ્રસિદ્ધ કરવામાં આવ્યું છે . જે કોઈ વ્યક્તિ આ હુકમનો ભંગ કરશે તેની સામે ધી બી.પી.એમ.સી. એક્ટ ની કલમ અનુસાર દંડની કાર્યવાહી કરવામાં આવશે.
વોર્ડ નં. ૭ એકલીન્ગજી સોસાયટી થી જામનગર બાયપાસ રોડ સુધીનો રસ્તો બંધ રહેશે. જેની વૈકલ્પિક વ્યવસ્થા માટે એકલીન્ગજી સોસાયટીના ગેઇટથી શ્યામ હેરીટેજ સોસાયટી થઇ પાલ્મ વ્યુ સોસાયટીમાં થઇ નાઘેડી ગામ તરફ જતા રોડ પર થઇ જામનગર બાયપાસ રોડ તરફનો રસ્તો પરિવહન માટે ખુલ્લો રહેશે.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 99251 12230
View News On ApplicationUPI પેમેન્ટ કરનારાઓને થશે ફાયદો, ₹100ની વસ્તુ ₹98માં મળશે, જાણો કેવી રીતે?
May 19, 2025 09:14 PMતુર્કી પછી ચીનને મળ્યો મોટો ફટકો, ભારતમાં આ દિગ્ગજ કંપનીની કમાણી થઈ અડધી
May 19, 2025 08:40 PMએશિયામાં કોરોનાની નવી લહેર: સિંગાપોર, હોંગકોંગ, ચીન અને થાઈલેન્ડમાં વધ્યા કેસ
May 19, 2025 08:09 PMCopyright © 2022-2023 Aajkaal Daily
Developed by Rhythm Infotech