મહિલા ડોકટરોમાં સામાન્ય લોકોની તુલનામાં આત્મહત્યાનું જોખમ ૭૬ ટકા વધારે છે. આ ખુલાસો ૨૦ દેશોમાં હાથ ધરાયેલા તાજેતરના વ્યાપક વિશ્લેષણમાં થયો છે. વિએના યુનિવર્સિટીના સંશોધકોએ ૧૯૬૦ અને ૨૦૨૪ વચ્ચેના ડેટાનું વિશ્લેષણ કર્યા બાદ અહેવાલ આપ્યો છે કે, સમય જતાં ડોકટરોમાં આત્મહત્યાનો દર ઘટો છે, પરંતુ મહિલા ડોકટરોમાં આત્મહત્યાનું જોખમ ચિંતાજનક રીતે ઐંચા સ્તરે રહે છે. આ સંશોધનમાં વિશ્વભરના ૩૯ અભ્યાસોનો સમાવેશ કરવામાં આવ્યો હતો.
બ્રિટિશ મેડિકલ જર્નલ (બીએમજે)માં પ્રકાશિતથયેલા સંશોધન મુજબ, પુષ ડોકટરોમાં સામાન્ય વસ્તી કરતાં આત્મહત્યાનું જોખમ વધારે નથી, પરંતુ સમાન સામાજિક–આર્થિક સ્થિતિ ધરાવતા અન્ય વ્યાવસાયિકો કરતાં જોખમ વધારે છે. સિનિયર રિસર્ચ મેનેજર કેટી હાર્ડકેસલે અભ્યાસના પરિણામો પર ચિંતા વ્યકત કરતાં કહ્યું કે, ચિકિત્સકોને પણ માનસિક સ્વાસ્થ્ય સહાયની જર છે. આ સાથે તેમને તણાવમુકત કામનો વિકલ્પ પણ આપી શકાય છે. તેમણે કહ્યું કે, હાલમાં આ સમસ્યા પર વધુ કામ કરવાની જર છે જેથી ડોકટરો કોઈપણ મદદ માંગવામાં સહજતા અનુભવ કરે.
સંશોધનમાં તબીબી ક્ષેત્રમાં ચાલી રહેલા માનસિક સ્વાસ્થ્ય સંકટ પર પણ પ્રકાશ પાડવામાં આવ્યો હતો. સંશોધન દર્શાવે છે કે, કોવિડ –૧૯ રોગચાળા પછી ડોકટરો સામેના પડકારોમાં વધારો થયો છે. આનાથી રોગચાળા પછી ડિપ્રેશન અને માદક દ્રવ્યોના દુપયોગને કારણે આત્મહત્યાના જોખમોમાં વધારો થયો છે. આવી સ્થિતિમાં, આ જોખમોને ઘટાડવા માટે તાત્કાલિક પગલાં લેવાની જર છે
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 99251 12230
View News On Applicationઝાંસી મેડિકલ કોલેજ અકસ્માત: તપાસ માટે 4 ડોક્ટરોની સ્પેશિયલ પેનલની રચના
November 16, 2024 08:01 PMમહારાષ્ટ્ર ચૂંટણીમાં ફરજ બજાવશે જામનગર હોમ ગાર્ડના જવાનો, રાત્રે ટ્રેન મારફતે થયા રવાના
November 16, 2024 05:58 PMCopyright © 2022-2023 Aajkaal Daily
Developed by Rhythm Infotech