શહેરના રૈયાધાર વિસ્તારમાં રહેતો રીક્ષાચાલક યુવાન રાત્રિના વોકહાર્ટ હોસ્પિટલ સામે બ્રિજ નીચે રિક્ષામાં સૂતો હતો. ત્યારે જંગલેશ્વરમાં રહેતો ઈંડાનો ધંધાર્થી સહિત પાંચ શખ્સો અહીં આવ્યા હતા અને યુવાનને બેફામ માર્યેા હતો. બાદમાં તેની જ રીક્ષામાં તેનું અપહરણ કરી મારમારી રાજનગર પાસે તેને ફેંકી રીક્ષા લઇ ચાલ્યા ગયા હતા. હત્પમલામાં ઘવાયેલા યુવાનને સારવાર માટે હોસ્પિટલ ખસેડવામાં આવ્યો હતો. યુવાનો આક્ષેપ કર્યેા હતો કે, આ શખ્સોએ તેની પાસેથી રીક્ષા મોબાઈલ અને પાકીટની લૂંટ ચલાવી હતી. આરોપી ઈંડાની લારી ચલાવતો હોય યાં યુવાનને તેની સાથે બોલાચાલી થયા બાદ તેનો ખાર રાખી હત્પમલો કરી લુંટ ચલાવી હતી. આ અંગે માલવીયાનગર પોલીસે વિશેષ તપાસ હાથ ધરી છે.
બનાવની જાણવા મળતી વિગતો મુજબ, શહેરના રૈયાધાર વિસ્તારમાં પાણીના ટાંકા પાસે રહેતા કિશોર પુંજાભાઈ પારઘી(ઉ.વ ૩૭) નામનો રીક્ષા ચાલક યુવાન ગઈકાલ રાત્રિના વોકહાર્ટ હોસ્પિટલ સામે ઓવરબ્રિજ પુલ નીચે સૂતો હતો ત્યારે શકીલ તથા તેની સાથે ચાર થી પાંચ અજાણ્યા શખસો આવ્યા હતા અને યુવાનને માર મારવા લાગ્યા હતા જેથી યુવાન ભાગી હોસ્પિટલ તરફ જતા અહીંથી તેને પકડી રીક્ષામાં લાવી ફરી માર માર્યેા હતો. બાદમાં અહીંથી તેનું અપરણ કરી મારકુટ કરી રાજનગર પાસે ઉતારી દીધો હતો હત્પમલામાં ઘવાયેલા યુવાનને સારવાર માટે હોસ્પિટલ ખસેડવામાં આવ્યો છે.
યુવાને હોસ્પિટલ બિછાનેથી જણાવેલી હકીકત મુજબ શકીલને નાનામવા રોડ પર ઈંડાની લારી હોય તે અહીં નાસ્તો કરવા ગયો હતો ત્યારે તેની સાથે બોલાચાલી થઈ હતી તે સમયે તને જોઈ લઈશ તેવું કહ્યું હતું બાદમાં રાત્રિના આ હત્પમલો કર્યેા હતો. યુવાને આક્ષેપ કર્યેા હતો કે, આ શખસો તેની પાસેથી રીક્ષા, મોબાઈલ અને પાકીટની લૂંટ ચલાવી નાસી ગયા હતા. આ અંગે માલવીયાનગર પોલીસે વિશેષ તપાસ હાથ ધરી છે
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 99251 12230
View News On Applicationભારતીય કૃષિમાં એઆઈનો ઉપયોગ: સત્ય નડેલાએ વીડિયો શેર કરતા ઈલોન મસ્ક બન્યા ખેડૂતોના ફેન
February 25, 2025 10:51 AMમહાશિવરાત્રી પર સોમનાથ, કાશી વિશ્વનાથ , મહાકાલેશ્વરનો ઘેર બેઠા પ્રસાદ
February 25, 2025 10:48 AMમોદી સરકાર ફાસીવાદી નથી: સીપીએમ
February 25, 2025 10:47 AMCopyright © 2022-2023 Aajkaal Daily
Developed by Rhythm Infotech