ધોરાજીના નાની પરબડી ગામે પતિએ જ ભાઈ સાથે મળી પત્નીની હત્યા કર્યાનો ઘટસ્ફોટ થતાં બંને આરોપીની ધરપકડ કરવામાં આવી છે. ધોરાજી તાલુકામાં ૯ મહિના થયેલી હત્યાનો પોલીસે ભેદ ઉકેલી બંને ભાઈઓના ત્રણ દિવસ માટે રિમાન્ડ મેળવીને વધુ તપાસ હાથ ધરી છે.
ઘર કંકાસમાં પતિ અને દિયરે મળી મહિલાને ગળેટૂંપો દઈ હત્યા કરી લાશ કારખાનાની કુંડીમાં જ નાખી દીધી હતી. મહિનાઓ બાદ આ હત્યાનો ભેદ ઉકેલાયો હતો હત્યા કરી બંને ભાઈઓ વતન યુપી ચાલ્યા ગયા હતા યાં યુપીની સ્થાનિક પોલીસની મદદથી બંને ભાઈઓને દબોચી લેવામાં પોલીસને સફળતા મળી હતી.
નાની પરબડી ગામે કારખાનાની કુંડી માંથી એક અઠવાડિયા પહેલા માનવ કંકાલ મળી આવ્યો હતો અને હત્યા થઈ હોવાની વિગતો એલસીબીના પી.આઈ.વી.વી.ઓડેદરા એ આપી હતી. તેમાં જણાવ્યા મુજબ હત્યાનો ભોગ બનનાર રેશમા દેવી ઉર્ફે સાયરા ઉર્ફે શાંતિ અને વિપિન બંને એક જ ગામના હતા. યુવતી તેના તલાક થઈ ગયા હોય કે કેમ તે સાસ છોડીને માવતર આવી ગઈ હતી. ત્યાં તેના ઘર નથી રહેતા વીપીન યાદવ સાથે પ્રેમ સંબધં થઈ જતા બંને પોતપોતાના પરિવાર સાથે સંબધં તોડી ગુજરાતમાં આવી ગયા હતા જેની ત્યાંની પોલીસમાં પણ નોંધ થઈ હતી.
એક વર્ષ પૂર્વે વીપીનાએ ને તેના ભાઈ સૌરભને ધોરાજી બોલાવ્યો હતો. નવ મહિના પૂર્વે ગૃહ કલેશથી કંટાળી બંને ભાઈઓએ યુવતીને ગળેટૂંપો દઇ મોતને ઘાટ ઉતારી લીધી હતી. આ પ્રેમી પંખીડાને એક પુત્રની પ્રાિ પણ થઈ હતી જે ૭ વર્ષનો છે.
આ બનાવ બાદ બંને ભાઈઓ યુપીમાં વતન જતા રહ્યા હતા યારે માતા અંગે પુત્ર પૂછતો ત્યારે વિપિન એવું કહેતો હતો કે દિલ્હી તારા માસી ના ઘરે તારા મમ્મી ગયા છે. તેમ પણ કહ્યું હતું કે પરિવારના કોઈ પણ ને આજ જવાબ આપજે. આ બનાવ પરથી પરદો હટતાં એલસીબી ની ટીમ તાત્કાલિક યુ.પી.ના ઇટાવા જિલ્લાના નગલાડયા ગામે પહોંચી હતી અને ત્યાં સ્થાનિક પોલીસની મદદથી આરોપીના ઘરે જઈ મહિનાઓથી છુપાયેલા બને હત્યારા ભાઈઓને દબોચી લીધા હતા.
ધોરાજી તાલુકા પીએસઆઇ પી.કે. ગોહિલે જણાવ્યું હતું કે બંને આરોપીના કોર્ટે ત્રણ દિવસના રિમાન્ડ મંજૂર કર્યા છે અને આગળની તપાસ સીપીઆઈ હેરમા ને સોંપવામાં આવી છે
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 99251 12230
View News On Applicationરાજકોટ નાગરિક બેન્કની ચૂંટણીનું રાજકોટ સહિત સાત બેઠકો પર મતદાન શરૂ
November 17, 2024 10:58 AMનાઈજીરીયામાં પીએમ મોદીને મળીને ભારતીયો થયા ગદગદ, 17 વર્ષમાં ભારતીય પીએમની આ દેશની પ્રથમ મુલાકાત
November 17, 2024 10:25 AMCopyright © 2022-2023 Aajkaal Daily
Developed by Rhythm Infotech