ભ્રષ્ટ્રાચારનો ભોરિંગ બનેલી રાજકોટ મહાનગરપાલિકામાં દોઢ માસ પહેલા જ ફાયર બ્રિગેડ વિભાગના ઈન્ચાર્જ ચિફ તરીકે મૂકાયેલા ભુજના ફાયર ઓફિસર અનિલ બેચરભાઈ મારૂને એસીબીએ ૧.૮૦ લાખની લાંચ લેતા રંગેહાથ ઝડપી લઈ ત્રણ દિવસના રિમાન્ડ મેળવ્યા હતા. આ લાંચિયા ઓફિસરના આજે રિમાન્ડ પૂર્ણ થતાં અદાલતમાં રજૂ કરાશે. એસીબીની તપાસ દરમિયાન આ કટકટાઉ અધિકારીએ કેટલી અરજીમાં કેટલા રૂપિયાનો તોડ કર્યેા? તે એસીબીના અધિકારીઓ કે તપાસનીશ ટીમ જાણતી હશે.
અિકાંડમાં ફાયર બ્રિગેડના એ સમયના ચિફ ઓફિસર ઈલેશ ખેર જેલમાં ધકેલાતા દોઢ માસ પહેલા તેના સ્થાને તા.૨૯–૬ના રોજ ભુજના અનિલ મારૂને ઈન્ચાર્જ તરીકેનો ચાર્જ સોંપવામાં આવ્યો હતો. અટકી પડેલી ફાયર એનઓસીઓ ઈશ્યુ કરવાનું કામ અનિલે હાથ પર લીધું હતું દોઢ માસના સમયગાળામાં ૧૪૦ જેટલી મિલકતો, બિલ્ડીંગોના ફાયર એનઓસી ઈશ્યુ કરી દીધા હતા અને સીલ મિલકતો ખોલવાનો પરવાનો આપી દીધો હતો. એક બિલ્ડીંગમાં ૩ લાખ રૂપિયાની લાંચ માગી હતી જેમાં ૧.૨૦ લાખ રૂપિયા પ્રથમ હો લઇ બીજો ૧.૮૦ લાખનો હો લેવા જતાં ચાર દિવસ પહેલા એસીબીની ટીમે અનિલને મહાપાલિકાની તેની ફાયર બ્રિગેડની ઓફિસમાંથી જ પકડી પાડો હતો.
આરોપીએ દોઢ માસના સમયગાળામાં અન્ય કોઈ અરજીઓમાં કે પોતાના હોદાનો દુરુપયોગ કરીને લાંચ લીધી છે કે કેમ? આ લાંચિયા અધિકારી અનિલ સાથે કોઈ અન્યની સંડોવણી છે કે કેમ? તે સહિતની બાબતે આરોપીના એસીબીએ ત્રણ દિવસના રિમાન્ડ મેળવ્યા હતા જે રિમાન્ડ આજે પૂર્ણ થયા છે તેથી અનિલને એસીબીની ટીમ દ્રારા અદાલતમાં રજૂ કરવાની તજવીજ હાથ ધરાઈ છે. એસીબીની આ ત્રણ દિવસની તપાસ દરમિયાન અનિલ પાસેથી શું મળ્યું તે બાબતે એસીબી દ્રારા કોઈ સત્તાવાર જાહેરાત કરાઈ નથી અને તપાસ ચાલુ છે તેવું રટણ કરાયું છે જેથી અનિલ પાસેથી એસીબી કઈં કઢાવી શકી કે કેમ? કે એસીબીની કારી ન ફાવી? તે એસીબી જ જાણતી હશે.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 99251 12230
View News On Applicationગુજરાતમાં કોરોના: એક જ દિવસમાં 183 નવા કેસ, એક્ટિવ કેસ 800ને પાર, આરોગ્ય તંત્ર એલર્ટ
June 07, 2025 08:24 PMકોંગ્રેસ નેતા સોનિયા ગાંધીની તબિયત અચાનક લથડી, સારવાર માટે શિમલાની IGMC હોસ્પિટલમાં ખસેડાયા
June 07, 2025 06:43 PMCopyright © 2022-2023 Aajkaal Daily
Developed by Rhythm Infotech