ગુજરાતના બાકી ૧૧ નામની કાલ સુધીમાં જાહેરાતની શકયતા

  • March 11, 2024 01:07 PM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)

આવતીકાલે વડાપ્રધાન નરેન્દ્ર મોદીના ગુજરાતના પ્રવાસ બાદ ગમે ત્યારે લોકસભા ની ચૂંટણીની જાહેરાત થઈ શકે છે લોકસભા ૨૦૨૪ ને લઈને રાજકીય પક્ષો દ્વારા તૈયારીઓ અને પસંદગી પ્રક્રિયા જોરશોરથી શરૂ કરી દેવામાં આવી છે રાજકીય પક્ષો દ્વારા ઉમેદવારોની પસંદગીની પ્રક્રિયા માટે રાત ઉજાગરા શ‚ કરી દેવાયા છે.ભાજપ એ ગુજરાતની ૨૬ લોકસભા બેઠકોમાંથી ૧૫ બેઠકોના ઉમેદવારોના નામોની જાહેરાત કરી દીધી છે. 
 કોંગ્રેસની પ્રદેશ ટીમ દ્વારા રાજ્યભરમાં એકત્રિત થયેલા દાવા અને બાયોડેટા સાથેનો રિપોર્ટ હાઈકમાન્ડ ને મોકલી આપ્યો છે પરંતુ હજુ સુધી ગુજરાતના ઉમેદવારો અંગે આખરી ચર્ચા થવાની બાકી છે આજે રાત્રે કોંગ્રેસ ચૂંટણી સમિતિની બેઠક મળશે ત્યાર પછી તેની સ્પષ્ટ થશે .

ભાજપ પ્રથમ ૧૫૦ ઉમેદવારમાં ગુજરાતના ૧૫ ચહેરાઓ જાહેર કરી દીધા છે બાકીના ૧૧ ચહેરાઓની પસંદગી માટે આખરી મંજૂરીની મહોર હાઈ કમાન્ડો દ્વારા લાગ્યા પછી જાહેરાત થાય તેવી શક્યતા છે.
આગામી લોકસભા ૨૦૨૪ ની ચૂંટણીને લઈને ગુજરાત બીજેપીની બાકી ૧૧ બેઠકોના ઉમેદવારોના નામોની જાહેરાત અને પસંદગીને લઈને આજે કેન્દ્રીય ચૂંટણી સમિતિની બેઠક મળશે તેમાં હાજરી આપવા મુખ્યમંત્રી ભુપેન્દ્રભાઈ પટેલ અને પ્રદેશ અધ્યક્ષ સી આર પાટીલ બપોર બાદ દિલ્હી જવા રવાના થશે આ બેઠક સાંજે ૬:૦૦ વાગે દિલ્હીના ભાજપના મુખ્ય કાર્યાલય ખાતે મળશે.
​​​​​​​
આ બેઠક વડાપ્રધાન નરેન્દ્ર મોદીની અધ્યક્ષતામાં મળશે એમાં ગુજરાત બિહાર મહારાષ્ટ્ર હરિયાણા હિમાચલ ચંદીગઢ આંધ્ર પ્રદેશ ઓડીસા કર્ણાટક તામિલનાડુ અને મધ્યપ્રદેશ તથા રાજસ્થાનના ઉમેદવારોને લઈને મનોમંથન કરવામાં આવશે.
અત્રે નોંધવું જરૂરી છે કે ગુજરાત લોકસભાની ૧૫ બેઠકો ના નામોની જાહેરાત પ્રથમ ૧૫૦ યાદીમાં જ કરી દેવામાં આવી હતી પરંતુ બાકી રહેતી ૧૧ બેઠકોને લઈને આજે દિલ્હીમાં આખરી મંજૂરીની મહોર લાગશે.
ગુજરાતની બાકી રહેતી ૧૧ બેઠકોને લઈને ગત શનિવારે રાષ્ટ્રીય અધ્યક્ષ જે પી નડા કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહની વચ્ચે બેઠક યોજાઈ હતી આ બેઠકમાં પ્રદેશ પ્રમુખ સી આર પાટીલ અને મુખ્યમંત્રી ભુપેન્દ્રભાઈ પટેલ અને સંગઠન મહામંત્રી રત્નાકરજી સહિતના આગેવાનો હાજર રહ્યા હતા અને ગઈકાલે મોડી સવારે ગાંધીનગર પરત ફર્યા હતા. અને ફરી આજે મુખ્યમંત્રી ભુપેન્દ્રભાઈ પટેલ દિલ્હી જશે.જેમા રાજ્યની ઉત્તર ગુજરાતની સાબરકાંઠા મહેસાણા અમદાવાદ પૂર્વ સૌરાષ્ટ્રની ભાવનગર જૂનાગઢ અમરેલી સુરેન્દ્રનગર અને મધ્ય ગુજરાતની વડોદરા અને છોટાઉદેપુર દક્ષિણ ગુજરાતની સુરત અને વલસાડની બેઠકોના ઉમેદવારોના નામોની જાહેરાત આવતીકાલે સાંજ સુધીમાં થાય તેવી શક્યતા છે.
કોંગ્રેસના રાષ્ટ્રીય નેતા રાહુલ ગાંધી ભારત જોડો ન્યાય યાત્રાને લઈને ગુજરાતના ચાર દિવસના પ્રવાસે હતા તેમનો પ્રવાસ પૂર્ણ કરીને તેઓ મહારાષ્ટ્ર પહોંચ્યા છે બે દિવસ માટે ચૂંટણી સમિતિની બેઠકમાં વર્ચ્યુઅલ માધ્યમથી ભાગ લીધો હતો ગુજરાતના ઉમેદવારો અંગે ચર્ચા કરવાની બાકી રાખી છે આજે કોંગ્રેસ અધ્યક્ષ મલિકાર્જુન ખડગે અને સોનિયા ગાંધીની ઉપસ્થિતિમાં ચૂંટણી સમિતિની બેઠક મળે તેવી શક્યતા છે. ગુજરાતની મોટાભાગની બેઠકો માટે ઉમેદવારોના નામોની યાદી જાહેર કરી દેવામાં આવે તેવી શક્યતા જોવાઈ રહી છે. કોંગ્રેસ અને આમ આદમી પાર્ટીના ગઠબંધનના ભાગરૂપે ભાવનગર અને ભરૂચની એમ બે બેઠકો આપને ફાળે ગઈ છે.ભારતીય જનતા પાર્ટી દ્વારા બાકી રહેતી ૧૧ બેઠકોને લઈને શનિવારે રાષ્ટ્રીય અધ્યક્ષ જે પી નડા કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહની વચ્ચે બેઠક યોજાઈ હતી આ બેઠકમાં પ્રદેશ પ્રમુખ સી આર પાટીલ અને મુખ્યમંત્રી ભુપેન્દ્રભાઈ પટેલ અને સંગઠન મહામંત્રીની રત્નાકરજી સહિતના આગેવાનો હાજર રહ્યા હતા અને ગઈકાલે મોડી સવારે ગાંધીનગર પરત ફર્યા હતા.
જેમા રાજ્યની ઉત્તર ગુજરાતની સાબરકાંઠા મહેસાણા અમદાવાદ પૂર્વ સૌરાષ્ટ્રની ભાવનગર જૂનાગઢ અમરેલી સુરેન્દ્રનગર અને મધ્ય ગુજરાતની વડોદરા અને છોટાઉદેપુર દક્ષિણ ગુજરાતની સુરત અને વલસાડની બેઠકોના ઉમેદવારોના નામોની જાહેરાત આવતીકાલે સાંજ સુધીમાં થાય તેવી શક્યતા છે ખાસ કરીને મહિલા અનામતને ધ્યાનમાં લેતા હવે આ બેઠકોમાં કેટલીક મહિલા કાર્યકર્તાઓને ટિકિટ મળે તેવી સંભાવના જોવાય રહી છે.



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application
Recent News