કપાસના કામણગારો મુલક એટલે માણાવદર જુનાગઢ જિલ્લ ામાં માણાવદર એક સમયનું કપાસ અને વેજીટેબલ ઘી પ્લાન્ટ અને સીંગતેલ પ્લાન્ટથી ધમધમતું એશિયાનું ફસ્ર્ટ નંબરનું કાલા કપાસ અને ગાંસડીમાં અવલ નંબરનું નામ ધરાવતા માણાવદરમાં અનેક જીનીંગ પ્રેસિંગ ફેકટરીઓ હતી વેજીટેબલ પ્લાન્ટના બે કારખાના તાકાત અને તંદુરસ્ત નામે મોટે પાયે વેજીટેબલ ઘીનું ઉત્પાદન થતું સમગ્ર ભારત વર્ષમાં એની નિકાસ થાતી તેમની સાથે સાથે સિંગતેલની પણ અનેક ઓઇલ મિલો હતી કાલા કપાસની ગાસડીઓની નિકાસ થતી શાપુર સરાડીયા ટ્રેનનો યારે યુગ હતો ત્યારે ખાસ ટ્રેન મારફત ગાંસડીઓ ઓઇલ મિલના તેલના ડબ્બાઓનો નિકાસ થતો. આમાં જુનો પ્રેસ એટલે કે ખાંભલા પ્રેસ નામે ચંદુભાઈ શેઠનો પ્રેસ ધમધમતો હતો. માણાવદરના સ્ટેશનપ્લોટ વિસ્તારમાં ચંદુભાઈ પ્રેસ ચંદુભાઈનો પ્રેસ એટલે સી.સી શેઠનો પ્રેસ ગાસડીઓ વ્યવસ્થિત રીતે બંધાય અને નિકાસ થાય વર્ષેા સુધી માણાવદરનો કાલા કપાસનો અને ઓઇલ મીલનો વ્યવસાય ચાલુ ત્યાં સુધીએ પ્રેસ ધમધમતો રહ્યો શાપુર સરાડીયાની રેલ્વે લાઈન સને ૧૯૮૩માં જળ હોનારત થઈ શાપુર વંથલી માણાવદર વિસ્તાર ખેદાન મેદાન થઈ ગયું ટ્રેન પણ વરસાદી પૂરની સાથે તણાઈ ગઈ અને માણાવદરની માઠી બેઠી પણ જીવદયાપ્રેમી વૈષ્ણવ વણિક સી.સી શેઠ એટલે ચંદુભાઈ શેઠના ચાર સુપુત્રો દિનેશભાઈ શેઠ હરેશભાઈ શેઠ વિજયભાઈ શેઠ અને હિતેનભાઈ શેઠ માતા અનસુયાબેન વૈષ્ણવ ધર્મના એ ઠાકોરજીના તેમના ઇષ્ટ્રદેવ નિત્ય હવેલીએ આવે અને ધર્મ ભકિતમાં યથાશકિત યોગદાન આપે ચંદુભાઈ શેઠનું અવસાન થયું માણાવદરનો કાલા કપાસનો ઉધોગ ધંધો બધં થયો, વાણિયાના દીકરા એટલે જીવદયા પ્રેમી પણ હોય ધર્મ ભકિત અને સંસ્કૃતિના ઉપાસક તેમને અનસુયા ગૌધામ ચેરીટેબલ ટ્રસ્ટ હાલ કરીને એ જ પ્રેસમાં વિરાટ ગૌશાળા બનાવી અસલ દેશી ગીર ગાયની ગાયો નંદીબાબાઓ સાથે સુંદર રીતે સંચાલન કરે છે ગૌ માતાની દૂધમાંથી અણીશુદ્ધ રીતે ઘી બનાવી હોંગકોંગ અને વિદેશમાં નિકાસ કરે છે. બચેલી છાશ પ્રેસની આસપાસ સ્ટેશન પ્લોટ,તેમજ આજુબાજુ ના વિસ્તારમાં વિનામુલ્યે ગરીબ અને મધ્યમ વર્ગના લોકોને વિનામૂલ્યે વિતરણ કરે છે તેમની સાથે સાથે બપોરનું ભોજન તો સૌ કોઈને મળી રહે પણ રાત્રિનું ભોજનની શું વ્યવસ્થાકરે ગરીબ મધ્યમ વર્ગના લોકો નિરાધાર લોકો વૃદ્ધ અશકત લોકોને ઘરે બેઠા લગભગ ૨૦૦ જેટલા સ્વજનોને માનભર રીતે ટિફિનની સેવા કરે છે જ્ઞાતિ જાતિ ધર્મના ભેદભાવ વગર અનસુયા ગૌધામ અને અનક્ષેત્રના નામે તેઓ સેવા કરી રહ્યા છે હરેશભાઈ શેઠ સુરત વ્યવસાયમાં હતા ત્યાંથી થોડા જ સમયથી માણાવદર આવી અનસુયા ગૌધામ નું સુંદર સંચાલન કરે છે તેમના ભાઈ માણાવદરની હાઈસ્કૂલમાં ભણી વધારે અભ્યાસ માટે જૂનાગઢની બહાઉહત્પદીન કોલેજમાં અભ્યાસ કરી અત્યારે હોંગકોંગ ખાતે હીરા ઉધોગની વ્યવસાય સાથે મતબર પેઢી બનાવી વ્યવસાય કરે છે સુરતનો અસલ હીરાની પરખ ની સાથે સાથે હોંગકોંગમાં વિજયભાઈ શેઠ અને તેમનો પરિવાર ત્યાં ભારતીય સંસ્કૃતિ અસ્મિતા અને લોક સંસ્કૃતિના પ્રવૃત્તિઓ સાથે કાર્યરત છે પ્રસંગોપાત માત્ર વતન માણાવદર આવે છે અને અનસુયા ગૌસેવા ધામની પ્રવૃત્તિઓમાં જોડાય છે દિનેશભાઈ શેઠ થોડા જ સમય પહેલા કૈલાસવાસી થયા છે હિતેનભાઈ શેઠ મુંબઈમાં બિલ્ડર લાઈન નોકારોબાર ચલાવી રહ્યા છે માણાવદર માંથી અનસુયા ગૌધામ બ્રાન્ડ નામનું અસલ સુધ્ધ ગીર ગાયનું ઘી હોંગકોંગની બજારમાં ખૂબ જ સારી રીતે વહેંચાઈ રહ્યું છે માણાવદરની અનસુયા ગૌ ધામમાં ૨૦૦ જેટલી ગીર ગાયો નંદી બાબાઓ બિહાર કરે છે તેમની સાથે સાથે છોટી છોટી ગૈયા ફોટો ગ્વાલ એટલે નાનકડી દોઢ બે ફટની ગાય માતા અને નંદી બાબાની બે જોડી ખાસ બેંગ્લોરથી મગાવી છે અને એનું જતન થાય છે સંપૂર્ણ રીતે એક એક ગાયનું કોમ્પ્યુટરની રીતે મોનિટરિંગ થાય છે મોનિટરિંગ થાય છે કેટલું પાણી પીધું કેટલું ઘાસ ખાધું કેટલું ગોબર કયુ કેટલું ગૌમુત્ર કયુ સતત ત્યાં વેટનરી સ્ટાફ સાથે એની ચેકઅપ થાય છે પ્રસંગોપાત બહત્પ ગાયત્રી યજ્ઞ થાય ગૌ પૂજન થાય ઋષિ બ્રાહ્મણો સાધુ સંતોની સેવા થાય શેઠ પરિવાર દ્રારા ક્રિકેટ ટુર્નામેન્ટ થાય મહાદ્રયજ્ઞ થાય બાળકોને પુસ્તકોનું પણ ચોપડાઓનું પણ વિતરણ થાય આવી અનેક પ્રવૃત્તિઓ શેઠ પરિવાર અને અનસુયા ગૌધામ ચેરીટેબલ ટ્રસ્ટ દ્રારા થઈ રહી છે વિજયભાઈ શેઠ વિદેશમાં પણ ભારતીય સંસ્કૃતિની પ્રવૃત્તિઓની સાથે સાથે એમને અભ્યાસ કર્યેા એ બાહત્પદીન કોલેજમાં પણ યથાશકિત યોગદાન આપે છે અનેક જરિયાતવાળાને પણ વિજયભાઈ શેઠ અને એમનો પરિવારથી ઉપયોગી થાય છે ૪૦થી વધારે તેમનો અનસુયા ગૌ ધામનો સ્ટાફ પરિવાર છે એ સ્ટાફ પરિવારને રીતે અનસુયા ગૌધામ ધામના વડા પૂય અનસુયાબેન ચંદુભાઈ શેઠના વડપણ હેઠળ હરેશભાઈ શેઠ વિજયભાઈ શેઠ હિતેનભાઈ શેઠ અને એમનો પરિવાર સુંદર રીતે કામગીરી કરી રહ્યો છે. ભુનેશ્વરી પીઠના આચાર્ય પૂય ઘનશ્યામજી મહારાજ વૈષ્ણવ સંપ્રદાયના મારાઓ અનેક સાધુ સંતો અનસોયા ગૌ ધામની મુલાકાત લઈ ચૂકયા છે માણાવદર પંથકમાં જોવાલાયક દાર્શનિક અને સુંદર રીતે બહત્પ ધામ અને અન્નપૂર્ણા ધામનું સંચાલન એટલે અનસુયા ગૌધામ અનસુયા અન્નક્ષેત્ર
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 99251 12230
View News On Applicationઝાંસી મેડિકલ કોલેજ અકસ્માત: તપાસ માટે 4 ડોક્ટરોની સ્પેશિયલ પેનલની રચના
November 16, 2024 08:01 PMમહારાષ્ટ્ર ચૂંટણીમાં ફરજ બજાવશે જામનગર હોમ ગાર્ડના જવાનો, રાત્રે ટ્રેન મારફતે થયા રવાના
November 16, 2024 05:58 PMCopyright © 2022-2023 Aajkaal Daily
Developed by Rhythm Infotech