પૂનમ પાંડે નામની એક મોડેલએ હમણાં એક સ્ટંટ કર્યો. પોતાનું મોત થયું હોવાની અફવા ઉડાવી. વાત એવી ચાલી કે પૂનમ પાંડે સર્વાઈકલ કેન્સરથી પીડાતી હતી અને આ રોગને લીધે તેનું મૃત્યુ થયું. બે દિવસ પછી પૂનમ પાંડેએ વિડીયો રજુ કરીને જણાવ્યું કે પોતે જીવે છે અને સર્વાઈકલ કેન્સર અંગે જાગૃતિ ફેલાવવા માટે આ સ્ટંટ કર્યો હતો. પૂનમ પાંડેના મૃત્યુના સમાચાર જે દિવસે વહેતા થયા તે જ દિવસે કેન્દ્રીય નાણામંત્રી નિર્મલા સીતારમણે સંસદમાં બજેટ રજૂ કરતી વખતે કહ્યું હતું કે કેન્દ્ર સરકાર દેશમાં નવથી ૧૪ વર્ષની વયની છોકરીઓને સર્વાઇકલ કેન્સરની રસી આપવાનું આયોજન કરી રહી છે. આ બંને ઘટના ફેબ્રુઆરીણી શરૂઆતમાં બની, ખરેખર તો જાન્યુઆરીએ સર્વાઇકલ કેન્સર માટેની જાગૃતિનો મહિનો હતો.છેલ્લા કેટલાય સમયથી સર્વાઇકલ કેન્સર અને તેનું મુખ્ય કારણ બનતા હ્યુમન પેપીલોમા વાઇરસ (એચપીવી) સામે રક્ષણ આપતી રસી અંગે દુનિયાભરમાં ચર્ચા થઈ રહી છે.
સર્વાઇકલ કેન્સર એટલે ગર્ભાશયના મુખમાં થતું કેન્સર. સમગ્ર વિશ્વમાં આ મહિલાઓ માટે બીજું સૌથી ખતરનાક કેન્સર છે. જે દર વર્ષે ત્રણ લાખ મહિલાઓનાં મૃત્યુનું કારણ બને છે. કેટલાક પ્રકારના એચપીવીના કારણે સર્વાઇકલ કેન્સર થાય છે. આ વાઇરસ સામે રક્ષણ આપતી રસી ભારતમાં મહિલાઓ માટે પ્રથમ વાર ઉપલબ્ધ બની છે. એચપીવી રસી નવ પ્રકારના વાઇરસ સામે રક્ષણ પૂરું પાડે છે. જેમાં સર્વાઇકલ કેન્સરનાં કારક એવા વાઇરસના બે પ્રકારો, ગુદા માર્ગ, ગુપ્તાંગો, ગરદન અને માથાનાં કેન્સરનાં કારક એવા વાઇરસના પ્રકારો સામેલ છે. સંશોધનો અનુસાર આ રસી વાઇરસ સામે ઓછામાં ઓછાં દસ વર્ષ સુધી રક્ષણ આપે છે. જોકે, નિષ્ણાતો આના કરતાં લાંબા સમયગાળા સુધી રક્ષણ મળતું હોવાની વાત કરે છે. આ રસી સર્વાઇકલ કેન્સરના કેસોમાં ૯૦ ટકા ઘટાડો કરી શકે છે. જો બાળક-બાળકીને આ વાઇરસનો ચેપ લાગે એ પહેલાં આ રસી આપવામાં આવે તો તેની શ્રેષ્ઠ અસર થાય છે. આવું એટલા માટે કારણ કે રસી એ માત્ર આ રોગ સામે રક્ષણ પૂરું પાડે છે. જોકે, એ એક વખત શરીરમાં વાઇરસનો ચેપ લાગી જાય એ પછી અસરકારક રહેતી નથી. મોટા ભાગના લોકોને પોતાને આ વાઇરસનો ચેપ લાગ્યો હોવાની ખબર સુધ્ધાં પડતી નથી અને શરીર આપમેળે આ વાઇરસથી છુટકારો મેળવી લે છે. ક્યારેક એચપીવી કોશોના અસામાન્ય વધારાનું કારણ બને છે, જે અંતે કેન્સરમાં પરિણમે છે. ૮૦ ટકા લોકો ૨૫ વર્ષની વય સુધીમાં આ વાયરસના સંપર્કમાં આવતા હોય છે. સર્વાઇકલ કેન્સરના કારણે થતાં ૯૦ મૃત્યુ ઓછી અને મધ્ય આવકવાળા દેશોમાં જોવા મળે છે. અત્યાર સુધીમાં ૧૪૦ દેશોએ આ રોગ સામે રક્ષણ માટે રસી આપવાનું શરૂ કર્યું છે.
રવાન્ડા આફ્રિકામાં આ રોગ સામે સૌપ્રથમ રસીકરણ અભિયાન શરૂ કરનાર દેશો પૈકી એક હતો. આ દેશે વર્ષ ૨૦૧૧માં નાની વયે છોકરીઓ માટે રસીકરણ અને મહિલાઓ માટે સર્વાઇકલ કેન્સર સ્ક્રીનિંગનું અભિયાન શરૂ કર્યું હતું. પ્રથમ વર્ષમાં જ રસી મેળવવાને પાત્ર દસમાંથી નવ છોકરીઓ સુધી આ યોજનાના લાભ પહોંચાડી દેવાયા. આના પરિણામે નિષ્ણાતો આ દેશને અન્ય દેશો માટે મોડલ તરીકે રજૂ કરે છે.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 99251 12230
View News On Applicationઝાંસી મેડિકલ કોલેજ અકસ્માત: તપાસ માટે 4 ડોક્ટરોની સ્પેશિયલ પેનલની રચના
November 16, 2024 08:01 PMમહારાષ્ટ્ર ચૂંટણીમાં ફરજ બજાવશે જામનગર હોમ ગાર્ડના જવાનો, રાત્રે ટ્રેન મારફતે થયા રવાના
November 16, 2024 05:58 PMCopyright © 2022-2023 Aajkaal Daily
Developed by Rhythm Infotech