ગુજરાત રાયમાં સસ્તા અનાજના દુકાનદારોની ચાલી રહેલી હડતાલ ગ્રામ્ય વિસ્તારોમાં ભાંગવા તરફ જઈ રહી છે અને હવે શહેરોમાં પણ ભાંગવા લાગી છે. રાજકોટ જિલ્લાના ગ્રામ્ય વિસ્તારોમાં માલ ઉપાડવાનું અને વિતરણ ચાલુ કયુ હોવાનું જાણવા મળી રહ્યું છે. આજે એસો.ની સરકાર સાથે ત્રીજી બેઠક છે એ પુર્વે દુકાનદારો પાણીમાં બેસવા લાગતા હવે હડતાલની અસર સરકાર પર કેવી રહેશે તે જોવાનું રહ્યું.
સસ્તા અનાજના દુકાનદારોને ૯૭ ટકા અનાજ વિતરણની સરકારની શરત તેમજ હાલમાં મળી રહેલ ૨૦ હજાર રૂા. કમિશન મંજુર ન હતું. કમીશનમાં વધારો કરવા તથા ૯૭ ટકા અનાજ વિતરણમાં રાહત આપવા માટે લાંબા સમયથી રેશનીંગ દુકાન એસોસીએશન દ્રારા જિલ્લાથી લઈ રાજય સરકાર સુધી લેખીત રજુઆતો થઈ માગણીઓ ન સ્વીકારાતા ગત સાહથી રાયભરમાં સસ્તા અનાજના દુકાનદારોએ માલ ઉપાડવાનું બધં કરી દુકાનો બધં રાખી હડતાલ પાડી હતી.
બન્ને એસોસીએશનના હોદ્દેદારો સાથે બે વખત ગાંધીનગર ખાતે પુરવઠા વિભાગના જવાબદાર ઉચ્ચ અધિકારીઓ સાથે બેઠક કરાઈ હતી પરંતુ કોઈ નિષ્કર્ષ નીકળ્યું ન હતું અને હડતાલ ચાલુ રહી હતી. દિવાળીના તહેવારો નજીક આવતા રાયભરમાં અંદાજે ૪૦ લાખથી વધુ લોકો સસ્તા અનાજના લાભથી વંચિત રહ્યા છે. એ દરમિયાન બીજી તરફ હડતાલ પડી ભાંગવા લાગી હોય તેમ રાજકોટ જિલ્લાના ગ્રામ્ય વિસ્તારમાં ૬૦ થી ૭૦ ટકા જેટલા વેપારીઓએ અનાજ માટે ચલણ ભરી દીધા છે અને પરમીટ જનરેટ કરાવી લીધી છે. જયારે જામકંડોરણા તાલુકામાં વિતરણ પણ ચાલુ થઈ ગયાનું જાણવા મળે છે.
જેતપુર, લોધીકા અને કોટડાસાંગાણી તાલુકાના રેશનીંગ પુરવઠા દુકાનદારો દ્રારા પણ પરમીટ જનરેટ કરીને ચલણ ભરી દીધા હોવાથી હવે ટુંક સમયમાં ત્રણેય તાલુકામાં દુકાનો ખુલી જશે તેવું દેખાઈ રહ્યું છે. રાજકોટ શહેરમાં પણ હવે જિલ્લામાં દુકાનો ખુલવા લાગતા સળવળાટ દેખાયો છે અને કદાચ રાજકોટમાં પણ કેટલાક દુકાનદારો દુકાન ફરી ખોલવા લાગે તેવું દેખાઈ રહ્યું છે. ગત મહિનાનું હજુ રૂા.૨૦ હજાર કમીશન દુકાનદારોને મળ્યું નથી. દુકાનો ખુલવા લાગતા બીજી તરફ ફેડરેશનના ચેરમેન પ્રહલાદભાઈ મોદીએ એવા આક્ષેપો કર્યા છે કે, સરકાર દ્રારા પ્રેસર કરીને દુકાનો ખોલાવાઈ રહી છે. જો આવું થશે તો પોતે ઉપવાસ પર ઉતરશે.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 99251 12230
View News On ApplicationUPI પેમેન્ટ કરનારાઓને થશે ફાયદો, ₹100ની વસ્તુ ₹98માં મળશે, જાણો કેવી રીતે?
May 19, 2025 09:14 PMતુર્કી પછી ચીનને મળ્યો મોટો ફટકો, ભારતમાં આ દિગ્ગજ કંપનીની કમાણી થઈ અડધી
May 19, 2025 08:40 PMએશિયામાં કોરોનાની નવી લહેર: સિંગાપોર, હોંગકોંગ, ચીન અને થાઈલેન્ડમાં વધ્યા કેસ
May 19, 2025 08:09 PMCopyright © 2022-2023 Aajkaal Daily
Developed by Rhythm Infotech