પ્રહલાદ ટોકીઝ રોડ, કરણ પરા, કનક રોડ ઉપર ધડાધડ મિલકતો સીલ; પોણો કરોડની વસુલાત

  • March 20, 2025 02:45 PM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)

રાજકોટ મહાપાલિકાની ટેક્સ બ્રાન્ચ આજે પ્રહલાદ ટોકીઝ રોડ, કરણ પરા, કનક રોડ સહિતની બજારોમાં ત્રાટકી હતી અને વર્ષોથી મિલ્કતવેરો નહીં ભરતા રીઢા બાકીદારોની પાંચ મિલકતો સીલ કરી કુલ રૂ.૭૧.૪૦ લાખની વસુલાત કરી હતી તથા અન્ય ૧૦ મિલકતોને સીલની કાર્યવાહી કરતા રિકવરી થઇ હતી. વાર્ષિક ૪૧૦ કરોડના ટાર્ગેટ સામે આજ દિવસ સુધીની કુલ રિકવરી રૂ.૩૯૫.૩૨ કરોડ થઇ છે. આગામી તા.૩૧ માર્ચ ૨૦૨૫ સુધી તમામ રજાના દિવસો સહિતના તમામ દિવસોમાં વેરા વસૂલાત શાખાની સઘન કામગીરી ચાલુ રહેશે.

વધુમાં રાજકોટ મહાપાલિકાની ટેક્સ બ્રાન્ચના અધિકારી સૂત્રોએ આજની રિકવરી ડ્રાઇવની વિગતો જાહેર કરતા જણાવ્યું હતું કે, વોર્ડ નં.૩માં માધાપર સર્કલ પાસે શુભમ પાર્કમાં શિલ્પ વન કોમ્પ્લેક્ષમાં સેકંડ ફ્લોર શો રૂમ નં.૨૦૧ સામે સીલની કાર્યવાહી કરતા રિકવરી રૂ.૬૯,૦૬૦, વોર્ડ નં.૭માં કરણપરામાં જય કોમ્પ્લેક્ષમાં ઓફીસ નં.૩૦૭ને સીલ, કરણપરામાં કલ્પતરુ કોમ્પ્લેક્ષમાં થર્ડ ફ્લોર શોપ નં-૩૦૭ સામે સીલની કાર્યવાહી કરતા રિકવરી રૂ.૬૭,૬૩૧, કરણપરામાં કલ્પતરુ કોમ્પ્લેક્ષમાં ફોર્થ ફ્લોર શોપ નં-૪૦૪ સામે સીલની કાર્યવાહી કરતા રિકવરી રૂ.૭૧,૩૫૩, પ્રહલાદ રોડ પર કૃષ્ણકુંજ શેરીમાં ૧-યુનિટની સામે સીલની કાર્યવાહી કરતા રિકવરી રૂ.૨.૭૯ લાખ, કનક રોડ પર જય કોમ્પ્લેક્ષમાં ફર્સ્ટ ફ્લોર શોપ નં-૧૦૭ સામે સીલની કાર્યવાહી કરતા રિકવરી રૂ.૫૦,૦૦૦, કનક રોડ પર જય કોમ્પ્લેક્ષમાં સેકંડ ફ્લોર શોપ નં-૨૦૫ ને સીલ, કનક રોડ પર જય કોમ્પ્લેક્ષમાં ફર્સ્ટ ફ્લોર પર ૧-યુનીટને સીલ, વોર્ડ નં-૧૩માં ગોંડલ રોડ જુના જકાતનાકા સામે મેહુલ બોડી બિલ્ડર્સ સામે સીલની કાર્યવાહી કરતા રિકવરી રૂ.૧ લાખ, ૧૦-સમ્રાટ ઈન્ડ એરિયામાં જયશ્રી મેન્યુફેક્ચર્સ સામે સીલની કાર્યવાહી કરતા રિકવરી રૂ.૫૦,૦૦૦, વોર્ડ નં-૧૮માં કોઠારીયા રીંગરોડ પર ગ્રીન પાર્ક સતાધાર કોમ્પ્લેક્ષમાં ફર્સ્ટ ફ્લોર શોપ નં-૧૦૨ અને ૧૧૨ ને સીલ, સતાધાર કોમ્પ્લેક્ષમાં ગ્રાઉન્ડ ફ્લોર શોપ નં-૬ સામે સીલની કાર્યવાહી કરતા રિકવરી રૂ.૭૦,૦૦૦, કોઠારીયા રોડ સરદાર ચોકમાં શાશ્વત વર્લ્ડ કોમ્પ્લેક્ષમાં સેકંડ ફ્લોર પર શોપ નં-૭૦૧ સામે સીલની કાર્યવાહી કરતા રિકવરી રૂ.૯૨,૫૦૦, કોઠારીયા રીંગરોડ પર ગ્રીન પાર્ક સતાધાર કોમ્પ્લેક્ષમાં ગ્રાઉન્ડ ફ્લોર શોપ નં-૨૫ સામે સીલની કાર્યવાહી કરતા રિકવરી રૂ.૫૮,૯૫૫ થઇ હતી.ઉપરોક્ત કામગીરી ડેપ્યુટી કમિશનર સી.કે.નંદાણી તથા આસી.કમિશનર સમીર ધડુક, સેન્ટ્રલ ઝોન મેનેજર વત્સલ પટેલ ,સિદ્ધાર્થ પંડ્યા, ભાવેશ પુરોહિત, વેસ્ટ ઝોન મેનેજર મયુર ખીમસુરીયા, ફાલ્ગુની કલ્યાણી, ઇસ્ટ ઝોન મેનેજર નીલેશ કાનાણી, ગૌરવ ઠક્કર સહિતના માર્ગદર્શન હેઠળ વોર્ડ સ્ટાફ દ્વારા કરાઇ હતી.



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application