જેમ જેમ ડિસેમ્બર મહીનો આગળ વધી રહ્યો છે તેમ તેમ પોરબંદર નગરપાલિકાનું તંત્ર પણ વેરાની વસુલાત માટે આગળ વધી રહ્યુ છે અને વેરા ચુકવવામાં અખાડા કરનારા ઇસમો સામે કડક કાર્યવાહી કરીને મિલ્કતો સીલ કરવાની કામગીરીને આગળ ધપાવી છે જેમાં છ જેટલી મિલ્કતોના વેરા બાકી હતા તેમાંથી ત્રણ મિલ્કતધારકોએ વેરા ઓન ધ સ્પોટ ભરી દીધા હતા જ્યારે અન્ય ત્રણ મિલ્કતોને સીલ મારવામાં આવ્યા છે.
પોરબંદર નગરપાલિકાના ચીફ ઓફિસર મનન ચતુર્વેદીના માર્ગદર્શન હેઠળ હાઉસટેકસ વિભાગ દ્વારા વેરા વસુલાત ઝુંબેશ ઉગ્ર બનાવવામાં આવી છે અને જો વેરા ભરવા માટે કોઇ આસામી ઇન્કાર કરે તો તેમની મિલ્કત જપ્ત કરવા અને હરરાજી કરી નાખવા સુધી પાલિકાનું તંત્ર બેબાકળુ બન્યુ છે ત્યારે ગઇકાલે વધુ ત્રણ મિલ્કતોને સીલ મારવામાં આવી હોવાનું જાણવામાં આવ્યુ છે.
પોરબંદર નગરપાલિકાના હાઉસટેકસ ઇન્સ્પેકટર વિપુલભાઇ ભટ્ટે જણાવ્યુ હતુ કે ચીફ ઓફિસર મનન ચતુર્વેદીના આદેશથી ગઇકાલે છ આસામીઓને ત્યાં વેરા વસુલવા માટે કાર્યવાહી થઇ હતી જેમાં આ છ કોમર્શીયલ મિલ્કતો પૈકી ત્રણ મિલ્કતના ધારકોએ ૧,૭૦,૦૦૦ જેટલો બાકી વેરો ઓન ધ સ્પોટ ભરી દેતા તેમની મિલ્કતો સીલ થઇ ન હતી પરંતુ અન્ય ત્રણ આસામીઓ દ્વારા મિલ્કત વેરો ભરવામાં આવ્યો નહી હોવાથી ૧ લાખ ૪૫ હજારના વેરા માટે થઇને ત્રણ કોમર્શીયલ મિલ્કતોને સીલ મારવાની ફરજ પડી હતી.હાઉસટેકસ કમિટીના ઇન્સપેકટર વિપુલભાઇ ભટ્ટ, સુનીલભાઇ રામદતી, હરીશભાઇ જુંગી, ચેતન હરીયાણી અને દેવ નિમવત વગેરેની ટીમ આ કામગીરીમાં જોડાઇ હતી ત્યારે તેઓએ જણાવ્યુ હતુ કે ચીફ ઓફિસર મનન ચતુર્વેદી દ્વારા સ્પષ્ટ સુચના આપવામાં આવી છે કે વેરા ભરવામાં અખાડા કરનારાઓ સામે કડક હાથે કામ લેવાનુ છે અને કોઇની શેહશરમ રાખવાની નથી જો વેરો ભરવા માટે ઇન્કાર કરવામાં આવે અથવા ખોટી રીતે ધકકા ખવડાવવામાં આવે તો એ મિલ્કતો ટાંચમાં લઇને તેની હરરાજી કરી નાખવા માટે પણ છૂટો દોર આપવામાં આવ્યો છે.પાલિકાના તંત્રએ શહેરીજનોને ખાસ અપીલ કરતા જણાવ્યુ છે કે તેમના બાકી રહેતા મિલ્કત વેરા તાત્કાલિક ભરી દેવામાં આવે તે ઇચ્છનીય છે.અન્યથા વધુ કડક કાર્યવાહીની પણ નગરપાલિકાના તંત્રને ફરજ પડશે તેની નોંધ લેવા ખાસ જણાવાયુ છે.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 99251 12230
View News On Applicationવડોદરા હિટ એન્ડ રન ઘટસ્ફોટ: રક્ષિત ચૌરસિયાએ ગાંજો પીને સર્જ્યો હતો અકસ્માત
April 04, 2025 09:12 PMજામનગર મહાનગરપાલિકાની એસ્ટેટ શાખા દ્વારા ગુલાબનગર રોડ પર કરાયેલ ગેરકારે દબાણ દૂર કરવામાં આવ્યું
April 04, 2025 06:36 PMઅમદાવાદમાં વકફ સુધારા બિલનો વિરોધ, ‘સરમુખત્યારશાહી નહીં ચાલે’ના સુત્રોચ્ચાર, 50ની અટકાયત
April 04, 2025 05:52 PMઘરે જ સ્ટીમ ફેશિયલથી મેળવો ચમકતી ત્વચા, નહિ રહે પાર્લરમાં જવાની જરૂર
April 04, 2025 05:06 PMCopyright © 2022-2023 Aajkaal Daily
Developed by Rhythm Infotech