ચંદ્રયાન–૩ મિશનની સફળતા બાદ ઈસરો ચંદ્રયાન–૪ મિશનની તૈયારી કરી રહ્યું છે. આ મિશન બે તબક્કામાં શ કરવામાં આવશે. ચદ્રં પર માનવ મિશન મોકલવા માટે આ મહત્વપૂર્ણ રહેશે. ચંદ્રની સપાટી પર ઉતરાણ ઉપરાંત ચંદ્રયાન–૪ મિશન પણ ત્યાંથી સેમ્પલ લઈને પૃથ્વી પર પરત ફરશે.
ચંદ્રયાન–૪ મિશનમાં પાંચ અવકાશયાન મોડુલ સામેલ કરવામાં આવશે. તેને બે રોકેટની મદદથી બે તબક્કામાં લોન્ચ કરવામાં આવશે. ચંદ્રયાન–૩ મિશનની જેમ તેમાં માત્ર લેન્ડર, રોવર અને પ્રોપલ્શન મોડુલ જ નહીં પરંતુ બે વધારાના મોડુલ પણ હશે.ઈસરોના વડા એસ. સોમનાથે એક કાર્યક્રમમાં જણાવ્યું કે ચંદ્રયાન–૪ મિશનમાં પાંચ અવકાશયાન મોડુલ સામેલ કરવામાં આવશે. તેને બે રોકેટની મદદથી બે તબક્કામાં લોન્ચ કરવામાં આવશે. ચંદ્રયાન–૩ મિશનની જેમ તેમાં માત્ર લેન્ડર, રોવર અને પ્રોપલ્શન મોડુલ જ નહીં પરંતુ બે વધારાના મોડુલ પણ હશે. આ બે મોડુલ ચંદ્રની સપાટીથી માટી અને પથ્થરો સાથે પૃથ્વી પર પાછા ફરશે. ઈસરો આગામી દિવસોમાં મિશન સંબંધિત વિગતવાર માહિતી આપશે.
પ્રોપલ્શન મોડુલ ચંદ્રયાન–૪ને ચંદ્રની ભ્રમણકક્ષામાં લઈ જશે. ડીસેન્ડર મોડુલ ચંદ્રની સપાટી પર ઉતરશે. ચંદ્રની સપાટી પરથી નમૂનાઓ એકત્ર કર્યા પછી એસેન્ડર મોડુલ લેન્ડરથી અલગ થઈ જશે. ટ્રાન્સફર મોડુલ એસેન્ડર મોડુલ વહન કરતા ચંદ્રની ભ્રમણકક્ષામાંથી બહાર આવશે. રી–એન્ટ્રી મોડુલ ચંદ્રના નમૂનાઓને પૃથ્વી પર લાવશે
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 99251 12230
View News On Applicationરાજકોટ નાગરિક બેન્કની ચૂંટણીનું રાજકોટ સહિત સાત બેઠકો પર મતદાન શરૂ
November 17, 2024 10:58 AMનાઈજીરીયામાં પીએમ મોદીને મળીને ભારતીયો થયા ગદગદ, 17 વર્ષમાં ભારતીય પીએમની આ દેશની પ્રથમ મુલાકાત
November 17, 2024 10:25 AMCopyright © 2022-2023 Aajkaal Daily
Developed by Rhythm Infotech