ગુજરાત રાજયની મહાનગરપાલિકાઓમાં વર્ગ એક અને વર્ગ–૨ ની ભરતી હવે રાયના સામાન્ય વહીવટી વિભાગના નિયમ અનુસાર કરવાની રહેશે અને આ તમામ ભરતી ગુજરાત જાહેર સેવા આયોગ દ્રારા કરવામાં આવશે આ અંગે નો પરિપત્ર રાયના શહેરી વિકાસ વિભાગ દ્રારા કરવામાં આવતા ખળભળાટ મચી ગયો છે.અગાઉ આ તમામ ભરતી મહાનગરપાલિકા કક્ષાએ કરવામાં આવતી હતી અને રાયના શહેરી વિકાસ વિભાગ પાસે તેની મંજૂરી લેવામાં આવતી હતી હવે આ પ્રક્રિયા જીપીએસસી દ્રારા હાથ ધરવામાં આવશે.
રાયમાં અગાઉ અમદાવાદ, વડોદરા, સુરત, રાજકોટ, ભાવનગર, જામનગર, જુનાગઢ અને ગાંધીનગર સહિત ૮ મહાનગર પાલિકા હતી. તાજેતરમાં સરકાર દ્રારા નવી ૯ મહાનગર પાલિકાઓની રચના કરવામાં આવતા રાયમાં ૧૭ મહાનગર પાલિકા થઈ જવા પામી છે. રાય સરકારે વધી રહેલી મહાનગર પાલિકાનો લાભ લઈને વિવિધ કામગીરી માટે સક્ષમ માનવબળ ની જરીયાત છે.
તેવા ઓઠા હેઠળ આ પરિપત્ર જારી કર્યેા છે. પરિપત્ર પ્રમાણે, હવેથી દરેક મહાનગર પાલિકાએ પોતાને ત્યાં વર્ગ ૧–૨ ની તમામ સીધી ભરતી માટે રાય સરકારના સામાન્ય વહીવટી વિભાગના નિયમો પાળવાના રહેશે.
અગાઉ જે તે મહાનગર પાલિકામાં વર્ગ–૧ અને ૨ ની જગ્યા મહાનગર પાલિકા દ્રારા જ ભરવામાં આવતી હતી અને બાદમાં રાય સરકારમાં મંજૂરી માટે મોકલવામાં આવતી હતી પરંતુ આ પરિપત્ર બાદ મહાનગર પાલિકાની આ સ્વતંત્રતા પર કાપ મુકાઈ જવા પામ્યો છે. જેને પગલે અધિકારીઓ તેમજ કર્મચારીઓમાં ભારે નારાજગી જોવા મળી રહી છે.
રાજયના શહેરી વિકાસ વિભાગ દ્રારા કરવામાં આવેલા ઠરાવમાં કઈ જગ્યા પર ભરતી કરવાની છે, ભરતીના નિયમો, પરિક્ષાના નિયમોનો સમાવેશ કરીને તેની દરખાસ્ત જીપીએસસી ને મોકલવાની રહેશે. જે જગ્યાની દરખાસ્ત મહાનગર પાલિકા દ્રારા જીપીએસસી ને મોકલવામાં આવી હશે તે તમામ જગ્યા જીપીએસસી મારફત જ ભરવામાં આવશે. જે જગ્યાઓ આવી રીતે ભરવામાં આવે તે જગ્યા મહાનગર પાલિકાની ગણાશે. આ ભરતી માટે જે કંઈપણ ખર્ચ થાય તે તમામ જે તે મહાનગર પાલિકાએ જ ચૂકવવાનો રહેશે.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 99251 12230
View News On Applicationસંત શ્રી પ્રેમભિક્ષુજી મહારાજની પૂણ્યતિથી નિમિતે શહેરમાં વિશાળ શોભાયાત્રા નિકળી
April 19, 2025 11:55 AMઅભિષેકને બીજા બાળક વિશે પૃચ્છા થઈ તો શરમાઈ ગયો
April 19, 2025 11:54 AMજસ્ટિન બીબરનું પેન્ટ સરકતા બ્રિટની સાથે તુલના કરી દેવાઈ
April 19, 2025 11:53 AMઅમીષાનો બિકીની લુક વાયરલ, લોકોએ ફૂલેલું પેટ જોઈ કહ્યું વગર લગ્ને પ્રેગનન્ટ?
April 19, 2025 11:49 AMકો-સ્ટાર્સના કારણે ફિલ્મ કરવાની ના પા ડી અને પછી ફિલ્મોએ રચ્યો ઇતિહાસ
April 19, 2025 11:48 AMCopyright © 2022-2023 Aajkaal Daily
Developed by Rhythm Infotech