ભારતીય જનતા પાર્ટીના સદસ્યતા અભિયાનનો કોઇને કોઇ વિવાદ ઉભરતો રહે છે. ટાર્ગેટ પુરા કરવા માટે જયાં ત્યાં કે ગમે ત્યાં જઇને સભ્ય બનાવાઇ રહ્યા છે. શહેરના વોર્ડ નંબર 14માં પણ આવો એક બખેડો બહાર આવ્યો છે. મોબાઇલ લઇને પરાણે ભાજપ્ના સદસ્ય બનાવી દેતાં વિફરેલા પ્રવિણ ઉર્ફે પવો ઉર્ફે ચોટલો ભીખાભાઇ મુછડીયાએ નગરસેવિકાના પુત્રનો મોબાઇલ આંચકીની તોડી નાખી ધમકી આપતા એ-ડિવિઝન પોલીસે ઝનુની સ્વભાવના ચોટલાને પકડીને પોલીસની ભાષામાં ઇલાજ કરી લોકઅપમાં પુરી દીધો હતો.
પોલીસના વર્તુળોમાંથી જાણવા મળ્યા મુજબ વોર્ડ નં.14માં નગરસેવીકા ભારતીબેન મકવાણાનો પુત્ર આદિત્ય બીજેપીના સદસ્યતા અભિયાન ટાર્ગેટ પુરા કરવા માટે ઓનલાઇન સદસ્ય બનાવવા નવયુગપરા શેરી નં.4માં મિત્ર ધૃવિલ સુરેશભાઇ સોંદરવા સાથે કામ કરતો હતો. એવા સમયે ત્યાં ઉભેલા પ્રવિણ ઉર્ફે ચોટલો ઉભો હતો. આદિત્યએ તેનો મોબાઇલ લઇને ઓટીપી લઇ પ્રવિણને ભાજપ્નો સભ્ય બનાવી દીધો હતો. જેથી પ્રવિણ પોતાની જાણ બહાર કેમ સભ્ય બનાવ્યો તેમ કહી ઉશકેરાયો હતો અને મોબાઇલ ફોન આંચકીને તોડી નાખી જાનથી મારી નાખવાની ધમકી આપી હતી.
આ બનાવ સંદર્ભે નગરસેવિકાના પુત્રએ એ-ડિવિઝન પોલીસ મથકમાં લેખીતી ફરિયાદ આપતા પોલીસે પ્રવિણને છરી સાથે પકડી લીધો હતો. પ્રવિણને પકડી લેવાતા પ્રવિણ તરફે દોડી આવેલા કેટલાક સ્થાનિક આગેવાનોએ એવો આક્ષેપ કર્યો હતો કે પોલીસે ભાજપ્ના કહેવાથી પ્રવિણને ખોટી રીતે છરી સાથે પકડી લીધો છે અને 24 કલાકથી લોકઅપમાં રાખ્યો છે. અન્ય બનાવોમાં પોલીસ કાર્યવાહી કરીને જામીનમુકત કરી દેતી હોય છે જયારે પ્રવિણને છરીના ગુનામાં ભાજપ્ના ઇશારે લોકઅપમાં પુરીને રખાયો છે. ઉલટાની અમારી ફરિયાદ પણ લેવાતી નથી. જયારે બીજી તરફ ભાજપ્ના નગરસેવિકાના પુત્રએ ઉલટાના પોલીસની કાર્યવાહી સામે આક્ષેપ કરતા કદાચ પોલીસ પણ આશ્ર્ચર્યમાં પડી હશે. જોકે આ સંદર્ભે પોલીસે કોઇ રાજકીય પક્ષાપક્ષી નહીં પરંતુ પ્રવિણ સામે લેખીત ફરિયાદ મળી હતી એટલે પ્રવિણને પોલીસ લેવા ગઇ ત્યારે પ્રવીણ પાસે છરી હતી અગાઉ પણ પ્રવિણ સામે ગુના નોંધાયેલા છે.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 99251 12230
View News On Applicationઝાંસી મેડિકલ કોલેજ અકસ્માત: તપાસ માટે 4 ડોક્ટરોની સ્પેશિયલ પેનલની રચના
November 16, 2024 08:01 PMમહારાષ્ટ્ર ચૂંટણીમાં ફરજ બજાવશે જામનગર હોમ ગાર્ડના જવાનો, રાત્રે ટ્રેન મારફતે થયા રવાના
November 16, 2024 05:58 PMCopyright © 2022-2023 Aajkaal Daily
Developed by Rhythm Infotech