નિયમોની આંટી-ઘૂંટીના કારણે અસંખ્ય ખેડૂતો સહાયથી વંચિત: સહાયની રકમ તાત્કાલીક ખેડૂતોના ખાતામાં જમા કરવા માંગણી
જામનગર સહિત સૌરાષ્ટ્ર અને ગુજરાતમાં પડેલા કમોસમી વરસાદ અને અતિવૃષ્ટિને લીધે જગતના તાતને મોઢે આવેલ કોળિયો છીનાવાયો છે.ભયંકર પાક નુકસાનની સામે સરકાર દ્વારા સહાય અંગેની જાહેરાત કરવામાં આવી છે. જે બેશક આવકારદાયક બાબત છે પરંતુ વાસ્તવિકતા એવી છે કે આજે પણ નિયમોની આંટીઘૂંટી અને અમુક ખેડૂતો અજાણ હોવાથી. જે ખેડૂતોને ખરેખર પાક નુકસાની થયું છે તેવા ખેડૂતો સુધી સહાય પહોંચી નથી. ઓકટોબર માસમાં આપની કક્ષાએથી જાહેરાત કરાઇ છે. જોકે તેની અમલવારીનો મુદ્દો હાલ અભેરાઈ પર ચડાવી દેવામાં આવ્યો છે. આથી હાલ લાખો ખેડૂતો સહાયની રાહમાં છે. જે મામલે ત્વરિત નિર્ણય લઈ ખેતી સહાયની રકમ ખેડૂતોના ખાતામાં જમા કરવામાં આવે તે દિશામાં કાર્યવાહી કરવા અમારી માંગ છે.
સરકારને ખેડૂતોની વાસ્તવિક સ્થિતિથી અવગત કરતા જણાવું છું કે ઓગસ્ટ મહિનામાં થયેલ તોફાની વરસાદે ખેડૂતોના પાકને તહસનહસ કરી નાખ્યો હતો. ત્યારબાદ સહાય અંગેની જાહેરાત કરવામાં આવી અને ખેડૂતોના પાકને થયેલ નુકસાનીનો સર્વે પણ કરવામાં આવ્યો હતો. પરંતુ યોગ્ય કોમ્યુનિકેશનના અભાવ અને અધિકારીઓની આળસુ વૃતિના લીધે ઘણા ખેડૂતો સર્વેથી બાકાત રહી ગયા હતા. વિસંગતતાઓ એવી હતી કે ખેડૂતોને પુરતી માહિતી ન હોવાથી સર્વેની ટીમો દ્વારા સર્વે કયર્િ બાદ ગામોગામના ઘણા બધા ખેડૂતોના કપાસને નુકસાન થયું હોય ગ્રામ સેવકો તેમના ખેતરે સર્વે માં પણ આવ્યા હોય છતાં પણ સર્વેના નામની યાદીમાં તેઓના નામ રહી ગયા છે તે અંગેની ફરિયાદો મળી.
ઓકટોબર માસમાં થયેલ વરસાદના કારણે મગફળીના પાકને સૌથી વધુ નુકસાન થયું હતું. કારણ કે આ સમયે મગફળીનો પાક તૈયાર હતો. જોકે નુકસાન બાદ સરકાર દ્વારા જાહેરાત કરવામાં આવી કે 15 ઇંચ કરતા વધુ વરસાદ નોંધાયેલ હશે. તેવા તમામ ગામોના તમામ ખેડૂતો માટે સહાય જાહેર કરવામાં આવશે. સ્થાનિક તંત્ર દ્વારા નુકસાની મામલે સર્વે પણ કરાયા હતાં જે થઇ ગયાને પણ 45દિવસ જેટલો સમય થઇ ગયો હોવા છતાં સરકાર દ્વારા આ બાબતે કોઈ નક્કર કામગીરી કરવામાં આવેલ નથી. ક્યાં પાકોને સહાય? સહાય ક્યારે મળશે? વીઘા દીઠ કેટલી રકમની સહાય મળશે? તે બાબતે કોઈ સત્તાવાર જાહેરાત કરાઈ નથી. જો આ બાબતે આવનારા 10 દિવસમાં ખેડૂતોને આપવાની સહાય બાબતે કોઈ નક્કર કામગીરી કરવામાં નહિ આવે તો જગતના તાતને સાથે રાખી આંદોલન કરવા ફરજ પડશે.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 99251 12230
View News On Applicationરાજ્યમાં ગરમીમાં આંશિક રાહત, રાજકોટ 41.7 ડિગ્રી સાથે સૌથી ગરમ
April 20, 2025 11:49 PMજમ્મુ-કાશ્મીરમાં વાદળ ફાટતાં ગુજરાતના પ્રવાસીઓ ફસાયા, રાજ્ય સરકારે તાત્કાલિક મદદ મોકલી
April 20, 2025 11:46 PMIPL 2025: મુંબઈએ ચેન્નાઈને 9 વિકેટથી હરાવ્યું, રોહિત-સૂર્યાની જોરદાર બેટિંગ
April 20, 2025 11:44 PMગૌતમ અદાણીની આ કંપની જબરદસ્ત વળતર આપી શકે છે, નફા અને આવકની દ્રષ્ટિએ સૌથી આગળ
April 20, 2025 06:02 PMCopyright © 2022-2023 Aajkaal Daily
Developed by Rhythm Infotech