વાદળનો ગડગડાટ...વીજળીનો ચમચમાટ...ખેલૈયાઓ થનગનાટ નાચે નાચે..., વરસાદી માહોલમાં આજકાલ ગરબા-2024નો મેગા ફાઇનલ નાના મવા ગ્રાઉન્ડમાં ભવ્ય રીતે સંપન્ન થયો. ઢળતી સાંજ પૂર્વે શરૂ કરવામાં આવેલા મેગા ફાઇનલમાં પ્રિન્સ-પ્રિન્સેસ થવાની હોડમાં એકથી એક ખેલૈયાઓ ખંત પૂર્વક ગરબા રમ્યા હતા. એક તબક્કે જ્યુરી માટે પણ માર્ક્સ આપવા માટે વિચારાધીન થવું પડ્યું હતું. જુદા જુદા તમામ રાઉન્ડ પૂર્ણ થતા જ સિનિયર અને જુનિયર ખેલૈયાઓમાં આજકાલ ગરબા 2024ના પ્રિન્સ-પ્રિન્સેસ કોણ બનશે? એની જબરી ઉત્કંઠા જોવા મળી હતી. ગ્રાઉન્ડમાં પરિવાર સાથે બેઠેલા ખેલૈયાઓ જ નહીં પરંતુ તેમની સાથેનાપરિવારજનોના હાર્ટ બિટ્સના ધબકારા પણ વધવા લાગ્યા હતા. આ સાથે જ આજકાલ ગરબા-2024માં પ્રિન્સ તરીકે ઋષિ વોરા અને પ્રિન્સેસ તરીકેનો તાજ પૂજા રાઠોડના શિરે રહ્યો હતો. જેમાં પ્રિન્સનો ખિતાબ જીતનાર ઋષિ વોરાને બાઈક અને પ્રિન્સેસ પૂજા રાઠોડને એક્ટિવા સ્કૂટર આજકાલના એમ.ડી.ચંદ્રેશભાઇ જેઠાણી, શિક્ષણવિદ અને કોર્પોરેટર નેહલ શુકલ, આજકાલના મેનેજિંગ એડિટર અનિલભાઈ જેઠાણી અને ગ્રુપ એડિટર કાનાભાઈ બાંટવાના હસ્તે આપવામાં આવ્યા હતા. જયારે જુનિયર ખેલૈયાઓમાં પ્રિન્સનો તાજ કર્મ ફળદુ અને પ્રિન્સેસનો તાજ પ્રાધી કુડલાના શિરે મુકવામાં આવ્યો હતો. આ સાથે ફાઇનલના તમામ 50થી વધુ ખેલૈયાઓને ઈનામોથી નવાજવામાં આવ્યા હતા. આમ આજકાલ ગરબાના સફળતાનાં 14 વર્ષ પૂર્ણ થયા હતા.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 99251 12230
View News On Applicationતુર્કી પછી ચીનને મળ્યો મોટો ફટકો, ભારતમાં આ દિગ્ગજ કંપનીની કમાણી થઈ અડધી
May 19, 2025 08:40 PMએશિયામાં કોરોનાની નવી લહેર: સિંગાપોર, હોંગકોંગ, ચીન અને થાઈલેન્ડમાં વધ્યા કેસ
May 19, 2025 08:09 PMCopyright © 2022-2023 Aajkaal Daily
Developed by Rhythm Infotech