પોરબંદર પોલીસના કંટ્રોલમના ફોનમાં ગાળોનો વરસાદ કરવામાં આવ્યો છે જેમાં એક ઇસમ સામે ફરિયાદ નોંધાઇ છે. આ શખ્શને પકડવા માટે પોલીસ ગઇ ત્યારે તે નાશી ગયો હોવાનું જાણવા મળ્યુ છે તેથી ફરજમાં કાવટ સહિતની કલમો હેઠળ ગુન્હો દાખલ થયો છે.
પોરબંદર પોલીસ કંટ્રોલમના રાઇટર મનીષભાઇ રામભાઇ રામ દ્વારા એવી પોલીસ ફરિયાદ નોંધાવવામાં આવી છે કે તા. ૧૩-૯ના રાત્રે સાડા દસ વાગ્યે મો. નં.૯૩૧૬૬ ૬૪૮૬૩ ઉપરથી ફોન આવ્યો હતો અને એવુ પૂછયુ હતુ કે‘તમે બગવદર પોલીસમથક ખાતેથી બોલો છો?’ આથી ફરિયાદીએ હા પાડીને ‘તમારે શું કામ છે?’ તેમ કહેતા ફોન કરનાર ગાળો બોલવા લાગ્યો હતો. આથી ગાળો બોલવાની ના પાડી હતી અને તેનું નામ પૂછયુ હતુ. પરંતુ પોેતે નામ અને સરનામુ જણાવ્યુ ન હતુ.થોડો સમય ગાળો બોલ્યા બાદ ફોન મૂકી દીધો હતો.
ત્યારબાદ ૧૦:૩૫ મિનિટે ફરી એ જ નંબર ઉપરથી ફોન આવ્યો હતો અને ઓપરેટર ગીરીશભાઇ ચુડાસમાએ ફોન ઉપાડતા ગાળો બોલવાનું ચાલુ કર્યુ હતુ અને પોતે એરપોર્ટ સામે આવેલ ગોકુલ-મથુરા એપાર્ટમેન્ટ સામે ઉભો છે અને જ્યાં સુધી પોલીસ તેને ઉપાડશે નહીં ત્યાં સુધી પોતે પોલીસને ગાળો બોલતો રહેશે તેમ જણાવ્યુ હતુ અને ગીરીશભાઇએ તેનું નામ -સરનામુ પૂછતા પોતે મહેશ બથવાર હોવાનું જણાવ્યુ હતુ અને પોલીસથી જે થાય તે કરી લેજો તેમ કહી ગાળો બોલતો હતો.
એ પછી રાત્રે ૧૨:૦૫ મિનિટે મોબાઇલ નંબર ૮૧૪૧૨ ૬૭૧૨૧ ઉપરથી ફોન આવતા ઓપરેટર રેનીશાબેન રામભાઇ પઢીયારે ફોન ઉપાડયો હતો અને ફોન કરનારે પોતાનુ નામ ભરતભાઇ રામભાઇ બથવાર જણાવ્યુ હતુ અને તેનો ભાઇ મહેશ બથવાર તોફાન કરે છે અને ફરિયાદીની ગાડી ભાંગે છે તેથી તમે તાત્કાલિક મહેશને લઇ જાવ. તેમ ફોન કરીને જણાવતા પી.સી.આર. વાનને વર્ધી આપવામાં આવી હતી અને પોલીસ પહોંચી ત્યારે મહેશ બથવાર નાશી ગયો હતો. આથી અંતે રાઇટર તરીકે ફરજ બજાવતા મનીષભાઇ રામભાઇ રામ દ્વારા મહેશ બથવાર સામે ફરજમાં કાવટ સહિત ગાળો આપ્યાનો ગુન્હો નોંધાવ્યો છે.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 99251 12230
View News On Applicationઝાંસી મેડિકલ કોલેજ અકસ્માત: તપાસ માટે 4 ડોક્ટરોની સ્પેશિયલ પેનલની રચના
November 16, 2024 08:01 PMમહારાષ્ટ્ર ચૂંટણીમાં ફરજ બજાવશે જામનગર હોમ ગાર્ડના જવાનો, રાત્રે ટ્રેન મારફતે થયા રવાના
November 16, 2024 05:58 PMCopyright © 2022-2023 Aajkaal Daily
Developed by Rhythm Infotech