ટીઆરપી ગેમઝોન અીકાંડના ચાર આરોપીઓને પોલીસે ઝડપી લીધા છે. યારે બાકીના ફરાર આરોપીઓ પૈકી પ્રકાશચદં કનૈયાલાલ હિરણ ખુદ ગેમઝોનમાં લાગેલી આ આગની ઝપટમાં આવી ચૂકયો હોવાની શંકા સેવાઇ રહી છે. આ અંગે પ્રકાશના ભાઇ દ્રારા તાલુકા પોલીસ મથકમાં અરજી કરવામાં આવી છે.જે અંગે પોલીસે તેમના પરિવારના ડીએનએ લેવા તજવીજ હાથ ધરવામાં આવી છે.
આરોપીના ભાઇ જીતેન્દ્ર હિરણે તાલુકા પોલીસ મથકમાં કરેલી અરજીમાં જણાવ્યૂં હતું કે, મારો ભાઈ પ્રકાશ કનૈયાલાલ હિરણ છે અને તે ટીઆરપી ગેમ ઝોન સાથે સંકળાયેલો છે. યારે આ અકસ્માત થયો ત્યારે મારો ભાઈ અંદર જ હતો. આ અકસ્માત પછી તેમનો અમારી સાથે (પત્ની, માતા, ભાઈઓ, સસરા તથા સગાંસંબંધીઓ) કોઈ પણ જાતનો સંપર્ક થયો નથી. તપાસ કરતાં ખબર પડી કે મારા ભાઈની ગાડી પણ ત્યાં જ પડેલી છે. તેના બધા જ કોન્ટેકટ નંબર ઘટના પછી સ્વિચ ઓફ આવે છે.
પ્રકાશ હિરણની શોધમાં જિતેન્દ્ર હિરણની સાથે આવેલી એક વ્યકિતએ કહ્યું, પ્રકાશભાઇનો કોઇ પત્તો નથી. ૨–૩ દિવસથી તેમનો ફોન સ્વિચ ઓફ આવે છે. તેમનો જે છેલ્લો વીડિયો આવ્યો છે એમાં એવું જોવા મળે છે કે તેઓ આગ બુજાવવા અંદર ગયા હતા, પરંતુ તેમને બહાર નીકળતાં કોઇએ જોયા નથી. તેની કાર પણ અહીં બહાર જોવા મળી હોવાનું અરજીમાં જણાવ્યું છે.
અિકાંડમાં જે લોકો મૃત્યુ પામ્યા તેમની ઓળખ માટે ઘણા લોકોના ડીએનએ સેમ્પલ લેવામાં આવ્યા હતા.ત્યારે પ્રકાશ હિરણના ભાઇએ કરેલી અરજીને લઇ હિરણ પરિવારના ડીએનએ લેવા માટેની કાર્યવાહી પોલીસ દ્રારા કરાવમાં આવી રહી હોવાનું જાણવા મળ્યું છે
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 99251 12230
View News On Applicationરાજકોટ નાગરિક બેન્કની ચૂંટણીનું રાજકોટ સહિત સાત બેઠકો પર મતદાન શરૂ
November 17, 2024 10:58 AMનાઈજીરીયામાં પીએમ મોદીને મળીને ભારતીયો થયા ગદગદ, 17 વર્ષમાં ભારતીય પીએમની આ દેશની પ્રથમ મુલાકાત
November 17, 2024 10:25 AMCopyright © 2022-2023 Aajkaal Daily
Developed by Rhythm Infotech