રાજ્યની સરકારી મેડિકલ કોલેજ સંલગ્ન હોસ્પિટલ ખાતે સેવારત 11 માસના કરાર આધારિત તબીબી શિક્ષકોના માસિક વેતનમાં 30 થી 55 ટકા સુધીનો વધારો કરવાનો હિતકારી નિર્ણય રાજય સરકાર દ્વારા લેવામાં આવ્યો હોવાની આરોગ્ય મંત્રી ઋષિકેશ પટેલે જાહેરાત કરી છે.
રાજ્યના પ્રત્યેક નાગરિકને શ્રેષ્ઠત્તમ આરોગ્ય સેવા અને મેડિકલ વિદ્યાર્થીને ગુણવત્તા શિક્ષણ એ જ સરકારની પ્રાથમિકતા છે તેમ જણાવી તેમણે ઉમેર્યું હતું કે, તબીબી શિક્ષકોના માસિક વેતનમાં થયેલ નોંધપાત્ર વધારાના પરિણામે હોસ્પિટલમાં તબીબો અને શિક્ષકોની ઘટ્ટ નિવારવામાં મદદ મળશે.
રાજ્ય સરકારના મહત્વપુર્ણ નિર્ણય સંદર્ભે વધું વિગતો આપતા તેમણે કહ્યું કે, સરકારી મેડિકલ કોલેજ સંલગ્ન હોસ્પિટલમાં ખાનગી પ્રેક્ટિસ સિવાય ફરજરત આ તબીબી શિક્ષકોને માસિક વેતનમાં થયેલ નોંધપાત્ર વધારાનો લાભ મળશે.
આ નિર્ણય અનુસાર પ્રાધ્યાપક વર્ગ-1ના પ્રોફેસરને હાલ રૂ.1,84,000 માસિક વેતન ચૂકવવામાં આવે છે જે હવેથી રૂ.2,50,000 થશે.સહ પ્રાધ્યાપક વર્ગ-1 ને રૂ.1,67,500 ની જગ્યાએ રૂ.2,20,000 , મદદનીશ પ્રાધ્યાપક વર્ગ-1 ને રૂ. 89,400 ની જગ્યાએ રૂ. 1,38,000 અને ટ્યુટર વર્ગ-2 ને રૂ.69,300 ની જગ્યાએ રૂ.1,05,000 માસિક વેતન ચૂકવવામાં આવશે. આરોગ્ય વિભાગના તા.9/10/2024 ઠરાવથી નિર્ણય અમલી બનશે.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 99251 12230
View News On Applicationઝાંસી મેડિકલ કોલેજ અકસ્માત: તપાસ માટે 4 ડોક્ટરોની સ્પેશિયલ પેનલની રચના
November 16, 2024 08:01 PMમહારાષ્ટ્ર ચૂંટણીમાં ફરજ બજાવશે જામનગર હોમ ગાર્ડના જવાનો, રાત્રે ટ્રેન મારફતે થયા રવાના
November 16, 2024 05:58 PMCopyright © 2022-2023 Aajkaal Daily
Developed by Rhythm Infotech