રાજકોટ જિલ્લા કલેકટર તંત્રની જાગૃતતા અને સબ રજીસ્ટ્રાર કચેરીની તલસ્પર્શી તપાસ સાથે બહાર આવેલા કરોડોની કિંમતની મિલકતોના બોગસ દસ્તાવેજ કૌભાંડમાં સબ રજીસ્ટ્રાર કચેરીનો કોમ્પ્યુટર ઓપરેટર સુપરવાઈઝર જયદીપ શાંતિલાલ ઝાલા રહે. ખોડીયાર કૃપા સોસાયટી કોઠારીયા રોડ ચાર દિવસના રિમાન્ડ પર છે પરંતુ પોલીસને હજી કોઈ ઠોસ કડી મળી શકી નથી. સુત્રધાર બેલડી હર્ષ સોહલીયા ઉર્ફે હર્ષ સોની અને વકીલ કીશન ચાવડા હાથમાં આવ્યા બાદ પોલીસને તપાસની કોઈ નકકર દિશા મળે તેવા અણસાર છે. ઉંડાણભરી તપાસ માટે પોલીસ દ્રારા સીટની રચના કરવામાં આવી છે.
સબ રજીસ્ટ્રાર કચેરી ઝોન–૧નો આઉટ સોસિંર્ગ પરનો કર્મચારી કોમ્પ્યુટર ઓપરેટર સુપરવાઈઝર જયદીપ ઝાલા, વકીલ કિશન ચાવડાએ ફેરવેલી નોંધણીવાળા દસ્તાવેજની રૈયા સર્વે નં.ની કિંમતી જગ્યાની નકલ કે આવા દસ્તાવેજી પુરાવા મેળવવા જતાં ભાંડાફોડ થયો હતો. કલેકટરને વારસાઈ જમીનની નોંધણી કે, દસ્તાવેજ સંબંધી કરોડોની કિંમતની જમીનોની નોધણી માટે અરજી મળતા કલેકટર તત્રં મામલતદાર કચેરી તથા સબ રજીસ્ટ્રાર કચેરીની તપાસ દરમિયાન સમગ્ર કૌભાંડ ખુલ્યું હતું. નકલ નોંધ માટે આવેલા જયદીપ ઝાલાને પ્ર.નગર પોલીસને સોંપાયો હતો.
કરોડોની કિંમતની થતી જમીનોના બોગસ દસ્તાવેજો માલીકો ઉભા કરવાના કૌભાંડનો માસ્ટર માઈન્ડ મનાતો હર્ષ સોની અગાઉ સબ રજીસ્ટ્રાર કચેરીમાં જ ૨૦૧૯ સમયે કોમ્પ્યુટર ઓપરેટર તરીકે નોકરી કરતો હતો અને તે અંદરની બધી સિસ્ટમ જાણતો હોય શકે. હાલ પોલીસના કબજામાં હર્ષનો સંપર્ક ધારી વર્તમાન ઓપરેટર જયદીપ ઝાલા છે તેના પીઆઈ ભાર્ગવસિંહ ઝણકાંત, પીેએસઆઈ પિયુષ ડોબરીયા તથા ટીમે મુળ સુધી પહોંચવા ચાર દિવસના રિમાન્ડ મેળવ્યા છે.
જયદીપના ઘરે તથા અન્યત્ર પોલીસે સર્ચ કયુ હતું. આ ઉપરાંત હર્ષ દ્રારા બિલખા પ્લાઝા બિલ્ડીંગમાં ફલેટ ભાડે રાખ્યો હતો. ત્યાં આ કારસ્તાન થતું હોવાની વિગત સાથે પોલીસે ફલેટની તલાસી લીધી હતી. જયાંથી દસ્તાવેજો બનાવવાના બોગસ ડોકયુમેન્ટ, રબ્બર સ્ટેમ્પ, દસ્તાવેજ મળી આવ્યા હતા. જે કબજે લેવાયા છે.
સુત્રધાર હર્ષ હોવાનું અને જયદીપ મગનું નામ મરી પાડતો ન હોવાથી વિશેશ કઈં ખ્યાલ નહીં હોય તેમ પોલીસને હવે હર્ષ અને વકીલ કિશન હાથમાં આવે તેનો ઈંતજાર છે. ડીસીપી જગદીશ બાંગરવા, એસીપી રાધીકા ભારાઈના માર્ગદર્શન હેઠળ તપાસ ચાલી રહી છે. તપાસમાં કયાંય કાચુ કપાય નહીં તે માટે સીટની રચના કરાઈ છે. આરોપીઓેેેેેેનેેેે શોધવા અલગ અલગ ટીમો બનાવાઈ છે
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 99251 12230
View News On Applicationઅયોધ્યા: ભગવાન સૂર્યએ રામલલાના કપાળ પર તિલક લગાવ્યું,ભવ્ય રીતે શણગારવામાં આવી રામનગરીને
April 06, 2025 12:16 PMપીએમ મોદીની મુલાકાત બાદ બાંગ્લાદેશનું વલણ બદલાયુ, હવે હિન્દુઓની સુરક્ષા માટે સેના ઉતારવામાં આવી
April 06, 2025 10:36 AMઅયોધ્યામાં રામલલ્લાની જન્મજયંતિના ઉત્સવમાં મોટી સંખ્યામાં ભક્તો ઉમટ્યા
April 06, 2025 10:24 AMપીએમ મોદી આજે રામેશ્વરમમાં નવા પંબન રેલ બ્રિજનું ઉદ્ઘાટન કરશે
April 06, 2025 09:07 AMCopyright © 2022-2023 Aajkaal Daily
Developed by Rhythm Infotech