ચીલઝડપના આ બનાવની જાણવા મળતી વિગતો મુજબ, સત્યમ પાર્ક શેરી નંબર 2 શાતમવિલા એપાર્ટમેન્ટ બ્લોક નંબર બી- 306 માં 80 ફૂટ રોડ પર રહેતા હિરલબા બળદેવસિંહ પરમાર (ઉ.વ 42) નામના મહિલાએ ભક્તિનગર પોલીસ સ્ટેશનમાં નોંધાવેલી ફરિયાદમાં જણાવ્યું હતું કે, ગત તા. 4/5 ના રાત્રીના 9:30 વાગ્યા આસપાસ તેઓ એકટીવાલે રેસકોર્સ ખાતે સામાજિક કામથી ગયા હતા.
બાદમાં રાત્રિના બારેક વાગ્યા આસપાસ ઘરે પરત ફરતા હતા ત્યારે સોરઠીયાવાડી સર્કલથી આગળ નાગરિક બેંક પાસે પહોંચતા ડબલ સવારી બાઈકમાં આવેલા બે શખસોએ એકટીવાની બાજુમાં બાઈક ચલાવી બાઈકમાં પાછળ બેઠેલા શખસે મહિલાના ગળામાં ઝોંટ મારી તેમણે પહેરેલો રૂપિયા 41,500 ની કિંમતનો સોનાનો ચેન આંચકી લીધો હતો. બાદમાં આ બંને શખસો બાપુનગર તરફ નાસી ગયા હતા. મહિલાએ થોડી સુધી તેમનો પીછો કર્યો હતો પરંતુ બંને હાથ લાગ્યા ન હતા.
ત્યારબાદ તેમણે આ અંગે પરિવારજનોને વાત કરી હતી જે તે સમયે મહિલાને સામાજિક કામ સબબ પિયર જવાનું હોય જેથી ફરિયાદ કરી ન હતી. પરત આવ્યા બાદ તેમણે આ અંગે ભક્તિનગર પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી છે. બનાવ અંગે પોલીસે ગુનો નોંધી સીસીટીવી ફૂટેજના આધારે સમડીને ઝડપી લેવા તપાસ હાથ ધરી છે
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 99251 12230
View News On Applicationઆજનું રાશિફળ : આ રાશિના લોકોને દરેક જગ્યાએ સફળતાના મળશે, મળી શકે છે સારા સમાચાર
May 18, 2025 08:59 AMઇઝરાયલનું ગાઝા પર મોટું આક્રમણઃ ત્રણ દિવસમાં મોતનો આંકડો 250ને પાર
May 17, 2025 08:03 PMબેંગલુરુમાં વરસાદનું વિઘ્ન! RCB vs KKR મેચના ટૉસમાં વિલંબ, પણ ચાહકોનો ઉત્સાહ અકબંધ
May 17, 2025 07:34 PMCopyright © 2022-2023 Aajkaal Daily
Developed by Rhythm Infotech