અકસ્માત થતાં દ્વારકા જિલ્લા ટ્રાફિક પોલીસ દ્વારા ઇજાગ્રસ્તને તાત્કાલીક બોલેરોમાં બેસાડી સારવાર માટે ખસેડાયા

  • May 23, 2025 12:20 PM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)


તા.૨૧-૫ના રોજ જિલ્લા ટ્રાફિક શાખાના પીએસઆઇ વી.એમ.સોલંકી તથા સાથેના એએસઆઇ કાબાભાઇ એમ.ચાવડા તથા હેડ કોન્સ. દેવરાભાઇ બી.પંડત વગેરે કુરંગા-ખંભાળીયા નેશનલ હાઇવે રોડ પર ટ્રાફિક પેટ્રોલીંગમાં હતાં તે દરમ્યાન બપોરે લીમડી ઓવરબ્રિજ પાસે પહોંચતા સામેની સાઇડ ઉપર ઘણા બધા માણસો ઉભા હતાં, જેથી તુરંત ત્યાં જઇ જોતા એક આધેડ ઉંમરના વ્યકિત લોહી નીતરતી હાલતમાં પડેલ હતાં અને જાણવા મળેલ કે રમેશભાઇ અરજણભાઇ કણજારીયા રહે.લીમડીવાળાનું ટ્રેકટર સાથે અકસ્માત થતાં માથામાં ગંભીર ઇજા થઇ હોય અને ખુબ લોહી નિકળતું હોય તેમજ એમ્બ્યુલન્સ પહોંચવામાં વાર લાગે તેમ હતી તેથી ટ્રાફિક પોલીસ દ્વારા સમય સુચકતા વાપરી સરકારી બોલેરોમાં બેસાડી ખંભાળીયા તરફ રવાના થયા હતાં અને બાદ મેઘપર ટીટોડી પાસે એમ્બ્યુલન્સ આવી જતાં તેમાં બેસાડી ખંભાળીયા સરકારી હોસ્પિટલ ખાતે સારવારમાં મોકલી આપેલ તેમજ જિલ્લા ટ્રાફિક પોલીસ દ્વારા માનવતાનું ઉત્તમ ઉદાહરણ પુ‚ પાડેલ અને પોલીસની આ કામગીરી બદલ ઇજાગ્રસ્તના સગા સંબંધીઓ દ્વારા પોલીસ અધિકારીઓનો આભાર વ્યકત કર્યો હતો. 



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application