જામનગર-ખંભાળીયા ધોરીમાર્ગ જોગવડ પાટીયા પાસે ગઇ મોડી સાંજે કારની ઠોકરના કારણે પિકઅપ રીક્ષા બંધ ઉભેલા ટ્રક ટેન્કરમાં ઘુસી જતા ધડાકાભેર ભિષણ ત્રિપલ અકસ્માત સર્જાયો હતો જેમાં જામનગરના બે યુવાનોએ જીવ ગુમાવ્યા હતા, આ બનાવના વિડીયો સામે આવ્યા છે. જેમાં કારની ઓવરસ્પીડ અને ટ્રકચાલકની બેદરકારી જોઇ શકાય છે.
જામનગરના પટણીવાડ વિસ્તારમાં રહેતા બે યુવાન રીક્ષામાં ટાઇલ્સનો જથ્થો ભરીને ગાગવા તરફ જઇ રહયા હતા ત્યારે જોગવડ પાટીયે પુરપાટ ઝડપે આવી રહેલી કારે રીક્ષાને પાછળથી જોરદાર ઠોકર મારી હતી જેના કારણે રીક્ષા માર્ગ પર ઉભેલા ટ્રકની સાથે ધડાકાભેર અથડાવી હતી અને રીક્ષાનું પડીકુ વળી ગયુ હતું. આ બનાવ સ્થળે એક ગેરેજના સીસી ટીવી કેમેરામાં સમગ્ર ગોઝારા અકસ્માતનો બનાવ કેદ થયો છે મેઘપર પોલીસ દ્વારા ફુટેજ મેળવીને તપાસ આગળ ધપાવી છે. કારની ઓવરસ્પીડ અને ટ્રક માર્ગ પર ઉભુ રાખી દેવાની બેદરકારી ફુટેજમાં દેખાઇ આવે છે. કાર અને ટ્રકચાલક સામે ગુનો દાખલ કરવામાં આવ્યો છે.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 99251 12230
View News On ApplicationCopyright © 2022-2023 Aajkaal Daily
Developed by Rhythm Infotech