ઇન્દિરા સર્કલ પાસે રોયલ પાર્કમાં ભરબપોરે બંધ મકાનના તાળા તોડી તસ્કરો અહીંથી રોકડ રકમ અને સોના-ચાંદીના દાગીના સહિત રૂ.1.17 લાખની મત્તા ચોરી કરી ગયા હતા.મકાનમાલિક હાલ જર્મની રહેતા હોય તેમણે ત્યાંથી વાઇફાઇ કેમેરામાંથી પોતાના ઘરમાં ચોરી થતી હોવાનું જોઈ પાડોશીને જાણ કરી હતી. ચોરીની આ ઘટના અંગે યુનિવર્સિટી પોલીસે ગુનો નોંધી સીસીટીવી ફૂટેજના આધારે તપાસ આગળ ધપાવી છે.
ચોરીના આ બનાવની જાણવા મળતી વિગતો મુજબ ઇન્દિરા સર્કલ પાસે રોયલ પાર્ક શેરી નંબર 3/7 ના ખૂણે શિલ્પ એપાર્ટમેન્ટમાં રહેતા વેપારી યુવાન યશ અશોકભાઈ કણજારીયાએ યુનિવર્સિટી પોલીસ સ્ટેશનમાં નોંધાવેલી ફરિયાદમાં જણાવ્યું હતું કે, તેમના ઘરની સામે ધૈર્ય નામનું મકાન આવેલું છે. જે તેમના મિત્ર ધૈર્ય જયંતીભાઈ સોલંકીનું હોય જે છેલ્લા ચાર વર્ષથી જર્મની રહે છે. કોરોનાકાળમાં તેમના માતાનું અવસાન થયું હતું અને પિતાનું સાતેક મહિના પૂર્વે અવસાન થયું છે. ત્યારે પાંચ માસ પૂર્વે ધૈર્યભાઈ જર્મનીથી અહીં આવ્યા હતા અને બાદમાં તાળા મારી પરત જતા રહ્યા હતા.
ગઈકાલ બપોરના ત્રણેક વાગ્યા આસપાસ ફરિયાદી પોતાની ઓફિસ રામાપીર ચોકડી ખાતે હતા ત્યારે ત્યારે ધૈર્ય ભાઈનો જર્મનીથી ફોન આવ્યો હતો અને તેમણે કહ્યું હતું કે, બપોરના અઢી વાગ્યા આસપાસ મારા ઘરે ચોર આવેલા છે ઘરમાં લાગેલા વાઇફાઇ કેમેરાથી જોવા મળેલ કે મારા ઘરમાં બારી તોડી કોઈ અજાણ્યા માણસો અંદર ગયા છે જેથી તમે મારા ઘરે જાવ. પાડોશી અલ્પેશભાઈ રૂપાણીને ઘરની ચાવી આપી હોય જેથી ફરિયાદી અહીં અલ્પેશભાઈ પાસેથી ચાવી લઈ ઘર ખોલ્યું હતું.
ધૈર્યભાઈને વિડીયો કોલ કરી રૂમ બતાવેલ બાદમાં તપાસ કરતા માલુમ પડ્યું હતું કે, જૂની સોનાની ચાર બંગડી કિં.રૂ. 70,000, ચાંદીના બે જોડી સાંકડા કિં. રૂ. 2000, રોકડ રૂપિયા 45,000 સહિત કુલ રૂપિયા 1.17 લાખની મત્તા કોઈ શખસો ઘરમાં ઘૂસી રસોડાની બારી તોડી રૂમમાં રહેલ લોખંડનો કબાટ તોડી તિજોરીમાંથી લઈ ગયા હોવા અંગેની આ ફરિયાદ નોંધાવી હતી. ચોરીની આ ઘટનાને લઇ પોલીસે સીસીટીવી ફૂટેજના આધારે તપાસ હાથ ધરી છે.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 99251 12230
View News On Applicationપંજાબ કિંગ્સનો ઐતિહાસિક વિજય, KKRને માત્ર 95 રનમાં ઓલઆઉટ કરીને 16 રનથી જીત્યું
April 15, 2025 11:02 PMIndia's Got Latent Row: સમય રૈના અને રણવીરની મુશ્કેલીઓ વધી, સાયબર સેલમાં ફરી નિવેદન
April 15, 2025 07:45 PMઅમેરિકી ટેરિફના વિરોધમાં ચીનનો મોટો નિર્ણય, બોઇંગ જેટની ડિલિવરી કરી રદ્દ
April 15, 2025 07:43 PMCopyright © 2022-2023 Aajkaal Daily
Developed by Rhythm Infotech