સોરઠમાં આવેલી ઐતિહાસિક ઇમારતો સાબિતી છે શાસકોની દુરંદેશીની

  • April 17, 2025 02:55 PM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)


વિશ્વ હેરિટેજ દિવસની તાજેતરમાં જ ઉજવણી કરવામાં આવી હતી,ત્યારે સોરઠની અનેક ઐતિહાસિક ઇમારતો પ્રવાસીઓ માટે આકર્ષણનું કેન્દ્રબિંદુ બની છે.
વિશ્વ હેરિટેજ દિવસ આપણા ઈતિહાસની ધરોહર રાજા, રજવાડા, નવાબી ઠાઠની ઇમારતો, સંભારણાઓ અને કલાકૃતિઓનો વિશ્વ લેવલે ઐતિહાસિક ધરરોહરને યાદ કરવાનો દિવસ છે. માણાવદરના નવાબે માણાવદરમાં નવાબી શાસન હતુ નવાબી શાસકોએ માણાવદર બાટવા સરદારગઢ વિસ્તારમાં નવાબી શાસનોને હિસાબે અનેક નવાબી બિલ્ડીંગો મકાનો અને રમત-ગમતના સ્થાનો બનાવ્યા છે. માણાવદરની સરકારી સ્કુલમાં બિલ્ડીંગને ૧૨૬ વર્ષ થઈ ચૂક્યા છે.સરકારી હાઈસ્કુલનો ત્યાં મુખ્ય મહત્તમ ઉપયોગ થાય છે બંને બાજુ કાળા પથ્થરની સુંદર સીડી છે મધ્યમાં આવેલો ખંડ છે.હવા ઉજાસ ની મોટી બારીઓ સાગ સીસમના દરવાજા છે. ખંડમાંથી વિશાળ મેદાનમાં ક્રિકેટ, હોકી, ઘોડેસવારી, મલ યુદ્ધ, નવાબો અને ખાસ મહેમાનો જોઈ શકતા .મુખ્ય ખંડમાં બંને બાજુ ગ્રીન ‚મ આવેલો હતો ત્યાં નાહવા રહેવા અને ભોજન માટેનો સુંદર વ્યવસ્થા હતી સરકારી હાઈસ્કુલના વિરાટ મેદાનમાં ક્રિકેટ પીચ આવેલી છે.સિમેન્ટની બનાવેલી ક્રિકેટની પીચમાં નીચે શિશુ,જસત, લોખંડ, ત્રાંબુ, પિત્તળ  કોલસો મીઠુંથી મજબુત બનાવવામાં આવી છે.કોઈપણ ઋતુમાં ક્રિકેટ રમતા હોય ત્યારે જેમ પીચ ટન લઈ જાય વાતાવરણની અસર થાય એટલે પીચ ઉપર પડે પીચ ઉપરથી ગેમ ઉપર આ અસર થાય એવી અણનમ પીચ માણાવદરની સરકારી હાઈસ્કૂલમાં આવેલી છે.એક જમાનામાં જૂનાગઢના કલેક્ટર અને ઇતિહાસકાર શંભુપ્રસાદ હરપ્રસાદ દેસાઈએ પોતાના પિતાની સ્મૃતિમાં ક્રિકેટ ટુર્નામેન્ટ હિલ શિલ્ડ ટુર્નામેન્ટ યોજાતી ત્યારે જૂનાગઢ જિલ્લાનું વિશાળ ફલક હતુ.જુનાગઢ, માણાવદર વંથલી, પોરબંદર, માંગરોળ, કેશોદ, વેરાવળ ,માળીયા સહિતના તાલુકા કક્ષાના ક્રિકેટ રસિયાઓની ૧૦ થી ૧૨ દિવસનો ક્રિકેટ મેચ માણાવદરમાં મોટે પાયે ઉજવાતો આ વાત ૧૯૯૦ સુધી અકબંધ રહી, પીચ પણ આજે અકબંધ છે કેટલાક ક્રિકેટ રસિયાઓ શનિ-રવિની રજામાં વેકેશનમાંએ પીચનો મહત્તમ ઉપયોગ કરે છે નાઈટ ટુર્નામેન્ટ પણ થાય છે પણ માણાવદરના નવાબ રમતગમત, સંગીત, સાહિત્ય, કલા ખુબ જ શોખીન હોવાથી માણાવદરની સરકારી હાઈસ્કુલમાં ૧૨૬ વર્ષ પહેલા બિલ્ડિંગનું નિર્માણ કરી ગુજરાતી હિન્દી ઉર્દૂ અને અંગ્રેજી ભાષાનું શિક્ષણ આપતા હતા. બાલમંદિરથી શરૂ કરીને તાલુકા શાળા અને ક્ધયા શાળાની અલગ બિલ્ડિંગો છે. સરકારી હાઈસ્કુલની મુખ્ય બિલ્ડિંગની ઉપરથી ગેલેરીમાંથી રમત-ગમત નિહાળી શકે તેવી વ્યવસ્થા કરી ગેલેરીની સામે જ એક સ્કોર બોર્ડ હતુ,ત્યાં ત્રાંબા અને પિત્તળના અક્ષરોથી ઓટોમેટીક રીતે એ સ્કોર બોર્ડમાં સ્કોર બદલતો ક્રિકેટ ટીમ,હોકી ટીમ, કે અન્ય રમત-ગમતના ટીમના નામો આવતા, સમય આવતો સેક્ધડ આવતી અને સ્કોર પણ આવતો એ સ્કોર બોર્ડ ૧૯૯૦ સુધી અકબંધ હતુ પણ કાળની થપાટમાં એ નામ સેસ થઈ ગયું છે અત્યારે સરકારી હાઈસ્કૂલમાં આઠ થી બાર ના વિધાર્થી  ભાઈ-બહેનો અભ્યાસ કરે છે. પીચ પર ક્યારેક ક્યારેક ક્રિકેટ રસીયાઓ ક્રિકેટ રમે છે આમ ઇતિહાસનું સાક્ષી બનેલી એક ક્રિકેટની પીચ અને સરકારી હાઈસ્કૂલ અત્યારે તો સતના આધારે અડીખમ ઊભી છે ગુજરાત સરકાર કે ભારત સરકારના જોશીલા નેતાઓ માણાવદર મુલકમાં રમત-ગમત ક્ષેત્રનું વિશાળ સંકુલ આપે સ્પોર્ટ સેન્ટર ઊભું થાય શારીરિક માનસિક અને ખેલકુદમાં માણાવદર તાલુકાનું યુવાન ધન આગળ વધે એવું આમ જનતા  ઈચ્છી રહી છે નવાબી શાસનમાં બનાવેલી સરકારી હાઈસ્કુલની બિલ્ડીંગ ને માત્ર રંગ રોગ ગાન કરવાથી નવું જતન મળે છે એની બંને સાઈડમાં ગ્રીન રૂમ હતો અને રસોઈ ઘર પણ હતું માણાવદરના નવાબે આ સરકારી હાઈસ્કૂલના ગ્રાઉન્ડ ઉપર ભારત ભરના પહેરવાનું માટેનું મલ યુદ્ધનું પ્રતિ વર્ષ આયોજન કરતા ક્રિકેટનું પણ આયોજન કરતા હોકી કબડી અને દેશી રમતો લાઠી દાવ ઘોડે સવારીના પણ ખુબ જ શોખીન હતા,વિશ્વભરના સંગીતકારોને બોલાવી મોટા આયોજન કરતા ગુજરાતી રસોડું અલગ હતું અને મુગલાઈ રસોડું પણ અલગ હતુ,
ખાસ પહેલવાનોને ક્રિકેટરોને તાજા મઝા રહે એટલા માટે એને પણ કુંવાર પાક બનાવીને પણ જમાડતા એટલે માણાવદરનો નવાબી કુવાર પાક આજે પણ કુંવારપાઠામાંથી કુવારપાક બની રહ્યો છે.



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application