મહત્તમ તાપમાન સીધુ સાડાત્રણ ડિગ્રી ઉંચકાતા ગરમીનું જોર વધ્યું

  • April 02, 2024 06:39 PM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)

ભાવનગર શહેરના મહત્તમ તાપમાનમાં છેલ્લા ૨૪ કલાકમાં સીધો સાડાત્રણ ડીગ્રીનો વધારો થઈ તાપમાન ૩૮.૭ ડિગ્રી થયું હતું.આથી ગરમીનું જોર વધતાં નગરજનો તોબા પોકારી ગયા હતા.લઘુત્તમ તાપમાન આજે મંગળવારે સવારે ૨૪.૧ ડિગ્રી થયું હતુ.આજે સવારે ભેજ ૩૬ ટકા રહયો હતો જ્યારે પવનની ઝડપ આજે સવારે ૮ કિમી રહી હતી.


  ફાગણ મહિનાના ત્રીજા સપ્તાહમાં ગરમીનું જોર વધ્યું છે. મોડી રાત્રે ઠંડીનો થોડો ચમકારો રહે છે.આજે સવારથી જ આકરો તાપ રહયો હતો.માર્ચ મહિનાના અંતિમ સપ્તાહમાં લઘુત્તમ તાપમાનમાં વઘ -ઘટ થયા કરે છે.આજે સવારથી ધૂપછાંવનું વાતાવરણ રહયું છે.


  છેલ્લા એક સપ્તાહથી તાપમાન વઘવાથી ગરમીનું પ્રમાણ પણ વધી ગયું હતું.બપોરે તો ગરમીનું પ્રમાણ વધુ રહે છે.જો કે છેલ્લા ત્રણ દિવસ પછી મહત્તમ તાપમાન સાડાત્રણ ડિગ્રી વધ્યું છે .ઘર ,ઓફિસ, દુકાનોમાં પંખા ફૂલસ્પીડમાં ફરવા લાગ્યા છે તો એ.સી. પણ ધમધમવા લાગ્યા છે.ઠંડા પીણાની ખપત વઘી છે.બપોરે ૧૨થી ૪ સુધી ગરમીનું જોર વધુ રહે છે.


  શહેરનું મહત્તમ તાપમાન છેલ્લા ૨૪ કલાકમાં સીધુ સાડાત્રણ ડિગ્રી વધીને ૩૮.૭ ડિગ્રી થતાં ગરમીનું જોર વધતાં લોકો ગરમીથી તોબા પોકારી ગયા હતા.તેમાંય બપોરના સમયે ગરમી આકરી બની છે.લોકો પોતાના કામ વહેલા પતાવી દે છે.આગામી દિવસોમાં ગરમી હજુ વધશે.આજે સવારે લઘુત્તમ તાપમાન ૧ ડિગ્રી ઘટીને ૨૪.૧ ડિગ્રી થયું હતુ.

  આજે મંગળવારે સવારે ભેજનું પ્રમાણ ૩૬ ટકા રહયું હતુ. છેલ્લા ઘણા દિવસોથી ભેજનું પ્રમાણ વધારે રહયું છે. ભેજના કારણે લોકો પરસેવાથી પરેશાન થયા છે.પવનની ઝડપ આજે સવારે ૮ કિમી. રહી હતી.



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application