ચીનની કંપનીઓ ભારતમાં ફરી રોકાણ શરૂ કરી શકે છે. અહેવાલો અનુસાર, ભારત સરકારે વર્ષો બાદ ચીન તરફથી આવતા રોકાણ પ્રસ્તાવોને લઈને પોતાનું વલણ બદલ્યું છે. સરકારે તાજેતરમાં કેટલીક દરખાસ્તોને મંજૂરી આપી છે.
આ બાબત સાથે સંકળાયેલા લોકોને ટાંકીને અહેવાલમાં દાવો કરવામાં આવ્યો છે કે સરકારે તાજેતરમાં ચીનના કેટલાક રોકાણ પ્રસ્તાવોને મંજૂરી આપી છે. આ મંજૂરી ઈલેક્ટ્રોનિક્સ મેન્યુફેક્ચરિંગ સેક્ટર માટે છે. ઇન્ટર મીનીસ્ટ્રીયલ પેનલે આવી 5-6 દરખાસ્તોને મંજૂરી આપી છે. જો આ દાવો સાચો હોય તો વર્ષોના અંતરાલ બાદ ચીનના રોકાણ પ્રસ્તાવને ભારત સરકારે મંજૂરી આપી દીધી છે.
4 વર્ષ પછી વલણમાં ફેરફાર
લગભગ ચાર વર્ષ પહેલા ગલવાન ઘાટીમાં બંને દેશોની સેનાઓ વચ્ચે હિંસક અથડામણ થતાં ભારત અને ચીન વચ્ચેના સંબંધોમાં ખટાશ આવી ગઈ હતી. જે બાદ ભારત સરકારે ચીનની કંપનીઓ પર કડક વલણ અપનાવ્યું હતું. પહેલેથી જ અસ્તિત્વમાં છે તે ચાઇનીઝ કંપનીઓની તપાસમાં વધારો કરવામાં આવ્યો હતો, જ્યારે નવી રોકાણ દરખાસ્તો અટકાવવામાં આવી હતી.
જૂન 2020માં ગલવાન ખીણમાં થયેલી અથડામણ બાદ ભારત સરકાર દ્વારા અપનાવવામાં આવેલા કડક વલણમાં પહેલીવાર છૂટછાટના સંકેત મળી રહ્યા છે.
આ મુખ્ય દરખાસ્તોને લીલી ઝંડી મળી ગઈ છે
રિપોર્ટ અનુસાર, સરકાર દ્વારા મંજૂર કરાયેલા રોકાણ પ્રસ્તાવોમાં ચીનની ઈલેક્ટ્રોનિક્સ ઉત્પાદક કંપની Luxshareનું નામ સામેલ છે. Luxshare Apple માટે વેન્ડર તરીકે પણ કામ કરે છે. તે સિવાય માઈક્રોમેક્સની પેરેન્ટ કંપની ભગવતી પ્રોડક્ટ્સ અને ચાઈનીઝ કંપની હુઆકિન ટેક્નોલોજીસ વચ્ચે જોઈન્ટ વેન્ચર બનાવવાનો પ્રસ્તાવ છે. આ સંયુક્ત સાહસમાં ચીનની કંપનીનો લઘુમતી હિસ્સો હશે.
ઈલેક્ટ્રોનિક્સ મેન્યુફેક્ચરિંગ ઈન્ડસ્ટ્રીનું દબાણ
ભારત સરકાર દ્વારા મંજૂર કરાયેલી અન્ય દરખાસ્તોમાં કેટલીક તાઇવાન સ્થિત કંપનીઓની છે, જે કાં તો હોંગકોંગ સ્ટોક એક્સચેન્જમાં સૂચિબદ્ધ છે અથવા ત્યાં નોંધપાત્ર રોકાણ ધરાવે છે. કેટલીક દરખાસ્તો સંપૂર્ણપણે ચીની કંપનીઓની છે. એવું કહેવામાં આવી રહ્યું છે કે ઈલેક્ટ્રોનિક્સ મેન્યુફેક્ચરિંગ ઈન્ડસ્ટ્રી તરફથી સરકાર પર ચીનના કેટલાક પ્રસ્તાવોને મંજૂરી આપવા માટે દબાણ કરવામાં આવ્યું હતું, જેથી ભારતમાં સપ્લાય ચેઈન મજબૂત થઈ શકે.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 99251 12230
View News On Applicationઝાંસી મેડિકલ કોલેજ અકસ્માત: તપાસ માટે 4 ડોક્ટરોની સ્પેશિયલ પેનલની રચના
November 16, 2024 08:01 PMમહારાષ્ટ્ર ચૂંટણીમાં ફરજ બજાવશે જામનગર હોમ ગાર્ડના જવાનો, રાત્રે ટ્રેન મારફતે થયા રવાના
November 16, 2024 05:58 PMCopyright © 2022-2023 Aajkaal Daily
Developed by Rhythm Infotech