રાજકોટ શહેરના રેલવે જંકશન રોડ પર બે શ્રમીક મિત્રો વચ્ચે ફત્પટપાથની પાળી પર બેસવામાં ઝઘડો થતાં ઉશ્કેરાયેલા હોટલમાં કામ કરતા પ્રવિણ રમેશ વાઘેલા નામના શખસે મિત્ર ભંગારના ધંધાર્થી કરણ શિવજી ઠાકોરને છરીના બે ઘા ઝીંકી હત્યા નિપજાવી હતી. હત્યા કર્યા બાદ આરોપીએ જ પોલીસને ફોન કર્યેા હતો કે મે હત્યા કરી છે પોલીસ મોકલો. એટલા ઝનુનથી ઘા ઝીંકયા હતા કે, છરી શરીરમાં ખુંપી ગઈ હતી. પોસ્ટમોર્ટમ કરાયું ત્યારે સિવિલ હોસ્પિટલમાં છરી બહાર કઢાતા પોલીસે મુદ્દામાલમાં કબજે લીધી હતી. આરોપી ભાગે તે પુર્વે જ ઝડપી લીધો હતો.
રાજકોટ શહેર પોલીસ કંટ્રોલ રૂમમાં ગઈકાલે બપોરના સમયે ફોન રણકયો હતો કે, મે હત્યા કરી છે તમે પોલીસ મોકલો આ વાકય સાંભળીને થોડીવાર તો કોલ રીસીવર પોલીસ કર્મી પણ અચંબીત થઈ ગયા હતા. તુરત જ પ્ર.નગર પોલીસના સ્ટાફને ઘટનાસ્થળે દોડાવ્યો હતો. પોલીસ રેલવે જંકશન રોડ પર પહોંચતા કરણ ઠાકોર નામનો ઈસમ લોહીયાળ મૃત હાલતમાં સ્થળ પર પડયો હતો.
બન્ને મિત્રો વચ્ચે રોડ પર ફત્પટપાથની પાળી પર બેસવા બાબતે બોલાચાલી થઈ હતી. ફરી બન્ને વચ્ચે માથાકુટ થતાં ઉશ્કેરાયેેલ પ્રવિણે મિત્ર કરણને પડખાના ભાગે તેમજ ગુ ભાગે છરીના બે ઘા ઝીંકી દીધા હતા. ઘા એટલો ઝનુનથી માર્યેા હતો કે, છરી કરણના શરીરમાં ખુંપી ગઈ હતી. પોલીસે લાશને સિવિલ હોસ્પિટલમાં પીએમ કરાવી છરી કબજે લીધી હતી.
પોલીસે તપાસ કરતા કરણ ભંગાર વિણવાનો ધંધો કરતો હતો. નજીકમાં જ ફત્પટપાથ પર જ પત્ની અને બે વર્ષના પુત્ર સાથે રહેતો હતો. પોલીસ ત્યાં દોડી જતાં મૃતકની પત્ની પુત્ર સાથે ભીક્ષા માગવા ગઈ હતી તેવું જાણવા મળ્યું હતું. હત્યા કરનાર હત્યાના કારણ અને ફોન કરનાર અંગે તપાસ કરી હતી. હત્યા કરણના મિત્ર પ્રવિણ વાઘેલાએ જ કર્યાનું પોલીસ તપાસમાં બહાર આવ્યું હતું. કરણ અને પ્રવિણ બન્ને મિત્રો હતા. પ્રવિણ પણ નજીકમાં યુનુસભાઈની જયહિન્દ હોટલમાં કામ કરતો હતો અને તેના મકાનમાં જ રહેતો હતો.
હત્યા કરી ફોન કરનાર પ્રવિણ સ્થળ પર હાજર મળ્યો ન હતો. નાસી ન છૂટે એ માટે તાબડતોબ શોધખોળ હાથ ધરતા રેલવે સ્ટેશન પાછળથી મળી આવતા પકડી પાડયો હતો. પોલીસમેન કનુભાઈ ધેડે સરકાર પક્ષે ફરિયાદી બની ગુનો નોંધાવતા હત્યાના આરોપના ગુનામાં પ્રવિણની ધરપકડ કરી હતી. પ્રવિણ એકલો જ રહેતો હોવાનું અને બીનવારસુ જેવું જીવન ગાળતો હોવાનું પોલીસને જાણવા મળ્યું હતું. મૃતકની પત્ની, બે વર્ષના બાળક સાથે મોડેથી પહોંચી હતી. પતિનો મૃતદેહ જોઈ કલ્પાંત કર્યેા હતો
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 99251 12230
View News On Applicationઝાંસી મેડિકલ કોલેજ અકસ્માત: તપાસ માટે 4 ડોક્ટરોની સ્પેશિયલ પેનલની રચના
November 16, 2024 08:01 PMમહારાષ્ટ્ર ચૂંટણીમાં ફરજ બજાવશે જામનગર હોમ ગાર્ડના જવાનો, રાત્રે ટ્રેન મારફતે થયા રવાના
November 16, 2024 05:58 PMCopyright © 2022-2023 Aajkaal Daily
Developed by Rhythm Infotech