ગુજરાત વિધાનસભાની પેટા ચૂંટણીમાં ભાજપ તરફી પરિણામો આવ્યા બાદ કમુરતા પહેલા સંગઠનની રચના પૂર્ણ કરવાની દિશામાં કામગીરી શ કરવામાં આવી છે. આવતીકાલે કમલમ ખાતે પ્રદેશ પ્રમુખ સી આર પાટીલની અધ્યક્ષતામાં મહત્વની બેઠક બોલાવવામાં આવી છે જેમાં સાંસદ ધારાસભ્ય અને પદાધિકારીઓને હાજર રહેવા આદેશ કરાયા છે ટૂંકમાં કહીએ તો પાલિકાને પંચાયતની ચૂંટણી પહેલા નવા પ્રમુખને કમાન સોંપવાની તજવીજ શ થઈ ચુકી છે.
સંસદના શિયાળુ સત્રનો ગઈકાલથી પ્રારભં થયો છે. આ શિયાળો સત્રની વ્યસ્તતા વચ્ચે આવતીકાલે કેન્દ્રીય જળ શકિત મંત્રી સી આર પાટીલ ગાંધીનગર આવી રહ્યા છે બુધવારે રાષ્ટ્ર્રીય સંગઠન પર્વ સદસ્યતા અભિયાનની રાષ્ટ્ર્રીય ટીમના સભ્યો અને ગુજરાતના પ્રભારી રાજદીપ રોય સાથે કોબા પ્રદેશ કાર્યાલય કમલમ ખાતે કાર્ય શાળા નું આયોજન કરવામાં આવ્યું છે ગુજરાત ભાજપને પાર્ટીના ઉત્તરાધિકારી તરીકે ત્યારે નવા પ્રદેશ પ્રમુખ મળી જાય તો નવાઈ પામવા જેવું નહીં હોય.
હાલ સી.આર પાટીલ ત્રણ જગ્યાએ જવાબદારી સંભાળી રહ્યા છે અધ્યક્ષમ પૂર્ણ થઈ છે ત્યારે આઈ કમાન્ડ અને તેમાંથી પોતાને મુકત કરવા અનેક વખત ઈચ્છા પ્રગટ કરી ચૂકયા છે શનિવારે સુરતમાં પક્ષના કાર્યક્રમને સંબોધતા તેમણે બે દિવસમાં જ આ દિશામાં પ્રક્રિયા પૂર્ણ થાય તેવા સંકેત આપ્યા હતા સંસદના સત્ર વચ્ચે આવતીકાલે કમલમ ખાતે મહત્વની બેઠક બોલાવવામાં આવી છે આગામી કમુરતા પહેલા સંગઠનની રચના પૂર્ણ કરવામાં આવે તેવા સંકેત મળી રહ્યા છે બુધવારે કાર્યશાળા બાદ મહાનગરોમાં વોર્ડ તાલુકા એટલે કે મંડળ અને ત્યારબાદ જિલ્લા સ્તરે નવા પ્રમુખ અધિકારીઓ સહિતનું સંગઠન માળખું આકાર પામી જશે જેની ચૂંટણી કેવી રીતે કરવી તે અંગે આવતીકાલે બપોરે બેઠકનું આયોજન કરવામાં આવ્યું છે આ માટે તમામ ધારાસભ્યો સાંસદો અને પ્રદેશ હોદ્દેદારોને ચૂંટણી અધિકારીઓને બોલાવાયા છે.
અહીં નોંધવું જરી છે કે રાય સરકાર આગામી દિવસોમાં સ્થાનિક સ્વરાયની ચૂંટણી ને લઈને તૈયારીઓ શ કરી દીધી છે. મહાનગરપાલિકા પેટા, નગરપાલિકા તાલુકા પંચાયત જિલ્લા પંચાયત અને ગ્રામ પંચાયત ની આ ચૂંટણી ની જાહેરાત ગમે તે ઘડીએ ચૂંટણી આયોગ દ્રારા કરવામાં આવે તેવા સંકેત મળી રહ્યા છે. તે પૂર્વે સંગઠનની રચના પૂર્ણ કરવા માટે થઈને કવાયત શ કરવામાં આવી છે
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 99251 12230
View News On Applicationઅમેરિકાનો ચીન પર ટેરિફનો સપાટો: 104% ટેરિફ લાગુ, વૈશ્વિક વેપાર યુદ્ધની આશંકા
April 08, 2025 10:40 PMબાંગ્લાદેશીઓ સાઉદી અરેબિયા પહોંચ્યા પરંતુ નહીં કરી શકે હજ, યુનુસની પ્રજા સાથે થયો અલગ જ ખેલ
April 08, 2025 10:31 PMઅમદાવાદમાં કોંગ્રેસ અધિવેશનમાં પી. ચિદમ્બરમ ગરમીથી બેભાન, તબિયત સુધારા પર
April 08, 2025 09:28 PMગુજરાત પોલીસમાં બદલીઓનો દોર યથાવત, 182 PSIની બદલીના આદેશ
April 08, 2025 09:27 PMCopyright © 2022-2023 Aajkaal Daily
Developed by Rhythm Infotech