વાસ્તવિક નિયંત્રણ રેખા સાથે ડેમચોક અને ડેપસાંગ વિસ્તારોમાં ભારત અને ચીન વચ્ચે કરાર થયા બાદ સંયુકત પેટ્રોલિંગનો પ્રથમ રાઉન્ડ પૂર્ણ થયો છે. કરાર મુજબ, અઠવાડિયામાં એક વખત સંકલિત પેટ્રોલિંગ કરવા પર સંમતિ થઈ હતી અને આ વિસ્તારોમાંથી સૈનાને પાછી બોલાવી લેવામાં આવી છે.
તાજેતરના કરાર મુજબ, દરેક પક્ષ અઠવાડિયામાં એકવાર બંને વિસ્તારોમાં પેટ્રોલિંગ કરશે. ભારતીય અને ચીની સૈનિકો દરેક વિસ્તારમાં સાાહિક પેટ્રોલિંગ કરશે. જે બંને દેશો વચ્ચે ડી–એસ્કેલેશન પ્રયાસો અને વિશ્વાસ–નિર્માણના પગલાંને સમર્થન આપે તેવી અપેક્ષા છે. રાજકીય, રાજદ્રારી અને સૈન્ય સ્તરે વાટાઘાટોના ઘણા રાઉન્ડ પછી સૈનિકોને પાછા બોલાવવા અને સંકલિત પેટ્રોલિંગ માટે સમજૂતી થઈ છે. પરિસ્થિતિની સ્થિરતા સુનિશ્ચિત કરવા માટે બંને પક્ષો નિયમિત અંતરાલ પર ગ્રાઉન્ડ લેવલ પર ચર્ચા કરવાનું ચાલુ રાખશે.
સંમત થયા મુજબ પાછા હટવાની પ્રક્રિયાની પુષ્ટ્રિ કરવા માટે બંને પક્ષો દ્રારા ચકાસણી પેટ્રોલિંગ હાથ ધરવામાં આવ્યું છે, જે વિસ્તારમાં તણાવ ઘટાડવાની દિશામાં એક સકારાત્મક પગલું છે. પૂર્વી લદ્દાખમાં ભારત અને ચીન વચ્ચે ચાર વર્ષના મડાગાંઠ પછી આ વિકાસ થયો છે, જે જૂન ૨૦૨૦ માં ગાલવાન ખીણમાં હિંસક અથડામણથી શ થયો હતો, જેના કારણે લશ્કરી તણાવ વધ્યો હતો. ભારતે ૨૧ ઓકટોબરે જાહેરાત કરી હતી કે તે એલએસી પર પેટ્રોલિંગ કરવા અંગે ચીન સાથે સમજૂતી પર પહોંચી ગયું છે, જે જૂન ૨૦૨૦ માં ગાલવાન ખાતે બંને દેશો વચ્ચે ફાટી નીકળેલા ચાર વર્ષથી વધુના સૈન્ય અવરોધનો અતં આવ્યો હતો. તે સૈનિકો વચ્ચે ઘાતક અથડામણ પછી શ થયો હતો
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 99251 12230
View News On Applicationઝાંસી મેડિકલ કોલેજ અકસ્માત: તપાસ માટે 4 ડોક્ટરોની સ્પેશિયલ પેનલની રચના
November 16, 2024 08:01 PMમહારાષ્ટ્ર ચૂંટણીમાં ફરજ બજાવશે જામનગર હોમ ગાર્ડના જવાનો, રાત્રે ટ્રેન મારફતે થયા રવાના
November 16, 2024 05:58 PMCopyright © 2022-2023 Aajkaal Daily
Developed by Rhythm Infotech