ગુજરાતમાં યુનિફોર્મ સિવિલ કોડ (UCC) લાગુ કરવાને લઈને એક કિમીટીની રચના કરવામાં આવી છે. આ કિમીટીની પ્રથમ બેઠક આજે રાજકોટમાં યોજાઈ હતી. જેમાં કમિટીના સભ્ય સુરત યુનિવર્સિટીના પૂર્વ કુલપતિ દક્ષેશ ઠાકર અને ગીતાબેન શ્રોફ ઉપસ્થિત રહ્યા હતા. UCC કમિટીની પ્રથમ બેઠકમાં લીવ ઇન રિલેશનશીપનો મુદ્દો સૌથી વધુ ઉછળ્યો હતો. જોકે કોંગ્રેસના પૂર્વ ધારાસભ્ય અને મુસ્લીમ અગ્રણી મહમદ પીરજાદાએ વિરોધ નોંધાવ્યો હતો.
માત્ર એક કોમને જ ટાર્ગેટ કરવામાં આવી રહ્યો હોય તેવું સ્પષ્ટ માનવું છે
પીરજાદાએ કહ્યું કે, અમે UCC કાયદાના વિરોધમાં છીએ. બંધારણની કલમ 44 હેઠળ UCC કાયદો ફરજિયાત લાગુ ન કરી શકાય. જો કરવો જ હોય તો બંધારણમાં સુધારો કરવો જોઈએ. ઇસ્લામ કાયદામાં તો 1400 વર્ષથી મહિલાઓને તેનો ભાગ આપવામાં જ આવે છે. બહુ પત્નીત્વનું સૌથી વધુ ચલણ આદિવાસીઓમાં છે તો તેને કેમ બાકાત રાખવામાં આવ્યા. આદિવાસીઓને છૂટ અને મુસ્લિમોને લાગુ તેવું લાગી રહ્યું છે. માત્ર એક કોમને જ ટાર્ગેટ કરવામાં આવી રહ્યો હોય તેવું સ્પષ્ટ માનવું છે.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 99251 12230
View News On ApplicationCopyright © 2022-2023 Aajkaal Daily
Developed by Rhythm Infotech