ગુજરાત વિધાનસભામાં આજે પ્રશ્નોત્તરી બાદ સામાન્ય વહીવટી વિભાગની માગણીઓ પર ચર્ચા હાથ ધરવામાં આવશે જેમાં રાજય મંત્રી મંડળના સભ્યોના પગાર ભથ્થાનો ખર્ચ વધારવાને મંજૂરી આપવામાં આવશે. અહીં નોંધવું જરી છે કે રાયના મંત્રીઓના પગાર પથ્થાનો ખર્ચ આગામી વર્ષમાં પાંચ કરોડની ઉપર પહોંચી જશે.
સામાન્ય વહીવટ વિભાગ અંતર્ગત જીએડી ૧૭૬
કરોડની તેમજ મંત્રી પરિષદની . ૫.૦૯કરોડની મળીને કુલ .૩૯૯.૮૭કરોડની માગણીઓ ઉપરની ચર્ચા એજન્ડા ઉપર લીધી છે. વર્ષ ૨૦૨૫–૨૬ના બજેટમાં જીએડી માટે કુલ . ૧૭૩૭.૪૫ કરોડની જોગવાઇ કરાઇ છે. વર્તમાન૨૦૨૪–૨૫ માં આ વિભાગ માટે .૧૯૭૯.૧૮કરોડની પ્રાથમિક જોગવાઇ કરાઇ હતી, પણ ખર્ચ . ૧૦૯.૪૩ કરોડ વધતા સુધારેલા અંદાજપત્રમાં .૨૦૮૮.૬૧ કરોડ
ખર્ચ થવાની ગણતરી દર્શાવાઇ છે. વર્ષ ૨૦૨૩–૨૪ માં આ વિભાગ દ્રારા .૧૭૦૩.૭૯કરોડ ખર્ચવામાં આવ્યા
મંત્રી પરિષદના ખર્ચના સીએમ સિવાયના ૧૬ મંત્રીઓના પગારભથ્થાં, પ્રવાસ ખર્ચ, ઓફિસ ખર્ચ વગેરેનો સમાવેશ થાય છે, આ ખર્ચ મોંઘવારીને કારણે સતત વધી રહ્યો છે. ૨૦૨૩–૨૪ માં .૪.૧૬ કરોડ ખર્ચાયા હતા.૨૦૨૪–૨૫ માં સુધારાયેલા બજેટમાં .૪.૪૬ કરોડનો ખર્ચ બતાવાયો છે યારે૨૦૨૫–૨૬માં પ્રાથમિક અંદાજ .૫.૦૯ કરોડ દર્શાવાયો છે. જોકે અહીં નોંધવું રહ્યું છે. મંત્રી પરિષદના આ ખર્ચમાં ૧૬ મંત્રીઓના અંગત સ્ટાફ પાછળના ખર્ચનો સમાવેશ થાય છે, જે સ્ટાફને પગાર–ભથ્થાં ઉપરાંત અન્ય ખર્ચ માટે ૨૦૨૫–૨૬ .૨૮.૪૦ કરોડની જોગવાઇ કરાય છે.
ચૂંટણી તત્રં પાછળનો ખર્ચ ૨૦૨૫–૨૬માં ઓછો એટલે .૨૧૮.૪૬ કરોડ દર્શાવાયો છે, કેમકે આ વર્ષમાં લોકસભા કે વિધાનસભાની ચૂંટણી યોજાવાની નથી. વર્ષ ૨૦૨૪–૨૫માં રાયમાં લોકસભામાં ચૂંટણીને લીધે આ પ્રભાગનો કુલ ખર્ચ સુધારેલા બજેટ પ્રમાણે .૬૪૦.૬૯કરોડ રહેવાનો અંદાજ બતાવાયો છે, યારે ૨૦૨૩–૨૪માં .૩૬૯.૪૧ કરોડ ખર્ચ થયો હતો.નાણામંત્રી કનુભાઈ દેસાઈએ ૩,૭૦,૨૫૦ કરોડનું ગુજરાત બજેટ રજૂ કયુ છે. જેમાં બજેટમાં સામાન્ય વહીવટ વિભાગ માટે કુલ ૧૯૯૯ કરોડની જોગવાઇ કરવામાં આવી છે.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 99251 12230
View News On Applicationસાબરકાંઠામાં ગમખ્વાર અકસ્માત: ST બસ અને રીક્ષા અથડાતા ત્રણના કમકમાટીભર્યા મોત
May 18, 2025 08:30 PMઉનાળામાં ચમકતી અને દોષરહિત ત્વચા મેળવવા માંગતા હો તો ગુલાબજળથી બનાવો 3 ફેસ પેક
May 18, 2025 04:53 PMCopyright © 2022-2023 Aajkaal Daily
Developed by Rhythm Infotech