પાકિસ્તાનના પૂર્વ વડાપ્રધાન ભુટ્ટોને અપાયેલી ફાંસી ગેરકાયદે હતી

  • March 07, 2024 11:25 AM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)


પાકિસ્તાનના પૂર્વ વડાપ્રધાન ઝુલ્ફીકાર અલી ભુટ્ટોને ૧૯૭૯માં હત્યા સંબંધિત કેસમાં ફાંસી આપવામાં આવી હતી. પરંતુ હવે ૪૫ વર્ષ બાદ પાકિસ્તાનની સુપ્રીમ કોર્ટે તેમની ફાંસી અંગે મોટી ટિપ્પણી કરી છે. સુપ્રીમ કોર્ટનું કહેવું છે કે ૧૯૭૯માં પૂર્વ વડાપ્રધાન ઝુલ્ફીકાર અલી ભુટ્ટો વિદ્ધ હાથ ધરવામાં આવેલા કેસની સુનાવણી બંધારણ અનુસાર કરાઈ ન હતી.

પાકિસ્તાનના મુખ્ય ન્યાયાધીશ કાઝી ફૈઝ ઈસાની આગેવાની હેઠળની નવ ન્યાયાધીશોની બેન્ચે પૂર્વ રાષ્ટ્ર્રપતિ આસિફ અલી ઝરદારીએ દાખલ કરેલા રેફરન્સ પર આ ટિપ્પણી કરી હતી. ૨ એપ્રિલ, ૨૦૧૧ના રોજ ઝરદારીએ પાકિસ્તાની બંધારણની કલમ ૧૮૯ હેઠળ પૂર્વ વડાપ્રધાન ભુટ્ટોને આપવામાં આવેલી ફાંસીની સજા પર સુપ્રીમ કોર્ટનો અભિપ્રાય માંગ્યો હતો. ઝરદારીએ અરજીમાં કહ્યું હતું કે ૧૯૭૯ના આ નિર્ણય પર પુનર્વિચાર થવો જોઈએ. હવે પાકિસ્તાન પીપલ્સ પાર્ટી અને યુરિસ્ટે આ નિર્ણયને ઐતિહાસિક ભૂલ ગણાવી છે.

ચીફ જસ્ટિસ ઈસાએ કહ્યું કે પૂર્વ વડાપ્રધાન ભુટ્ટો પર નિષ્પક્ષ સુનાવણી થઈ નથી. ભુટ્ટોને ૪ એપ્રિલ ૧૯૭૯ના રોજ રાવલપિંડીમાં ફાંસી આપવામાં આવી હતી. ચીફ જસ્ટિસ ઈસાએ કહ્યું કે લાહોર હાઈકોર્ટમાં થયેલી સુનાવણી અને સુપ્રીમ કોર્ટ દ્રારા કરાયેલી અપીલ પાકિસ્તાનના બંધારણની કલમ ૪ અને ૯ અનુસાર નથી. આ હેઠળ નિષ્પક્ષ સુનાવણી અને યોગ્ય પ્રક્રિયાને મૂળભૂત અધિકારો તરીકે જોવાઈ છે.

અત્યાર સુધી આ કેસની સાત વખત સુનાવણી થઈ ચૂકી છે. ચીફ જસ્ટિસ ઈસાનું કહેવું છે કે લાહોર હાઈકોર્ટ દ્રારા કેસની સુનાવણી અને સુપ્રીમ કોર્ટની અપીલ એકબીજા સાથે મેળ ખાતી નથી. અહેવાલ મુજબ, સુપ્રીમ કોર્ટે સ્વીકાયુ છે કે આપણા ન્યાયિક ઇતિહાસમાં કેટલાક એવા કિસ્સા બન્યા છે,  યાં સુધી આપણે ભૂતકાળમાં કરેલી ભૂલોને સ્વીકારીશું નહીં ત્યાં સુધી આપણે આપણી જાતને સુધારી નહીં શકીએ. મુખ્ય ન્યાયાધીશે એમ પણ કહ્યું કે આ સંદર્ભે લશ્કરી સરમુખત્યાર જનરલ ઝિયા ઉલ હકના શાસન દરમિયાન ભુટ્ટોને આપવામાં આવેલી મૃત્યુદંડની સજાના મુદ્દા પર ફરીથી તપાસ કરવાની તક મળી છે.

ભુટ્ટોના પૌત્રએ નિર્ણયને ઐતિહાસિક ગણાવ્યો

ઝુલ્ફીકાર અલી ભુટ્ટોના પૌત્ર બિલાવલ ભુટ્ટો ઝરદારીએ કોર્ટના આ નિર્ણયને ઐતિહાસિક ગણાવ્યો છે. તેમણે કહ્યું છે કે ૪૫ વર્ષ બાદ દેશની સર્વેાચ્ચ અદાલતનો નિર્ણય દેશને સાચા માર્ગ પર આગળ વધવામાં મદદ કરશે. ૧૯૭૯ માં પાકિસ્તાનમાં ઝુલ્ફીકાર અલી ભુટ્ટોને હત્યા માટે ઉશ્કેરવા બદલ દોષિત ઠેરવવામાં આવ્યા હતા અને તેમને મૃત્યુદંડની સજા આપવામાં આવી હતી. સુપ્રીમ કોર્ટની સાત સભ્યોની બેન્ચમાંથી ચાર ન્યાયાધીશોએ લાહોર હાઈકોર્ટના નિર્ણયને યથાવત રાખ્યો હતો, જયારે ત્રણે ઝુલ્ફીકાર અલી ભુટ્ટોને આરોપોમાંથી મુકત કર્યા હતા. જે બાદ ૪ એપ્રિલ ૧૯૭૯ના રોજ ઝુલ્ફીકાર અલી ભુટ્ટોને ફાંસી આપવામાં આવી હતી




લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application