રાજકોટ મહાનગરપાલિકાની એસ્ટેટ બ્રાન્ચએ તંત્રની તિજોરી છલકાવી છે. છેલ્લા એક વર્ષ દરમિયાન હોડગ બોર્ડ, ભાડું, શોપીંગ સેન્ટર વેચાણ આવક, શોપીંગ સેન્ટર ભાડું, કોમ્યુનિટી હોલ ભાડું સહિત અનેક જુદી જુદી કેટેગરી હેઠળ કુલ .૩૩.૪૧ કરોડની આવક થઇ હોવાનું જાહેર કરાયું છે. એક વર્ષમાં ૩૦૮૧ શહેરીજનોએ સારા માઠા પ્રસંગોએ વિવિધ કોમ્યુનિટી હોલ તેમજ સાંસ્કૃતિક કાર્યક્રમો માટે ઓડિટોરિયમનું બુકિંગ કરાવ્યું હતું. આવતા વર્ષે ડબલ આવકના લયાંક સાથે એસ્ટેટ ઓફિસર ડી.એમ.ડોડીયા, આસિસ્ટન્ટ મ્યુનિસિપલ કમિશનર બી.એલ.કાથરોટિયા સહિત બ્રાન્ચની સમગ્ર ટીમ દ્રારા કામગીરી હાથ ધરવામાં આવી છે. એકંદરે વોર્ડ નં.૧૨ના ભાજપના કોર્પેારેટર અને હાલ એસ્ટેટ કમિટિ ચેરમેન પદે કાર્યરત મગનભાઇ સોરઠીયાના એક વર્ષના કાર્યકાળમાં ગત વર્ષની તુલનાએ આવકમાં વધારો થયો છે
એસ્ટેટ બ્રાન્ચની વાર્ષિક કામગીરીની વિગત
–શહેરીજનો દ્રારા કોમ્યુનિટી તથા ઓડિટોરિયમના કુલ ૩૦૮૧ વખત ઉપયોગ કરવામાં આવ્યો.
–નવા બનાવવામાં આવેલ શોપીંગ સેન્ટરની કુલ ૫૬ દુકાનોનું જાહેર હરરાજીથી વેચાણ
–હોડગ બોર્ડ, કિયોસ્ક બોર્ડ, ગેન્ટ્રી બોર્ડ માટે કુલ ૧ ઈ–ટેન્ડર પ્રસિદ્ધ કરી ૩૩ સાઈટ માટે કોન્ટ્રાકટ આપવાની કાર્યવાહી
–નવા ૧૨ ૪–જી ટાવરને મંજુરી, લાયસન્સ ફી વસુલાત
–૩૯ લાભાર્થીઓને જુદા–જુદા પ્રસંગો માટે રાજકોટ મહાનગરપાલિકા હસ્તકના રેસકોર્ષ ગ્રાઉન્ડ અને અન્ય ટી.પી. પ્લોટ ભાડે આપવા કાર્યવાહ
એસ્ટેટ શાખાને એક વર્ષમાં થયેલી આવક
વિગતર કમ રૂા.(લાખમાં)
માર્કેટ ભાડું ૫૭.૮૧
કોમ્યુનિટી હોલ ભાડું ૨૧૧.૮૯
ઓડીટોરીયમ ભાડું ૫૪.૮૪
શોપીંગ સેન્ટર ભાડું ૭૦.૮૨
હોડગ બોર્ડ ભાડું ૧૧૪૫.૫૪
જમીન ભાડુંગ્રાઉન્ડ ભાડું ૧૪૪.૭૪
મંડપગાળા ભાડું ૨૫.૦૩
અઠવાડીક બજાર ભાડું ૧.૪૬
૪ જી ટાવર લાયસન્સ ફ્રી ૪૩.૩૮
શોપીંગ સેન્ટર વેચાણ આવક ૧૫૩૯.૬૮
ફડ કોર્ટ ભાડા આવક ૪૬.૧
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 99251 12230
View News On Applicationરાજકોટ નાગરિક બેન્કની ચૂંટણીનું રાજકોટ સહિત સાત બેઠકો પર મતદાન શરૂ
November 17, 2024 10:58 AMનાઈજીરીયામાં પીએમ મોદીને મળીને ભારતીયો થયા ગદગદ, 17 વર્ષમાં ભારતીય પીએમની આ દેશની પ્રથમ મુલાકાત
November 17, 2024 10:25 AMCopyright © 2022-2023 Aajkaal Daily
Developed by Rhythm Infotech