રાજકોટ શહેરમાં ઉનાળાના આરંભે પ્રદુષિત પાણીના વિતરણથી તેમજ આઇસ ફેકટરીઓ, બરફ ગોલા અને કોલ્ડ ડ્રિંક્સની દુકાનોમાં ચેકિંગના સદંતર અભાવે પાણીજન્ય રોગચાળો વકર્યો છે. ઉનાળાના પ્રારંભે જ પાણીજન્ય રોગના ૨૩૬ કેસ સહિત વિવિધ રોગચાળાના ૧૯૯૧ કેસ મળ્યા છે.
વિશેષમાં રાજકોટ મહાપાલિકાની આરોગ્ય શાખાના ચીફ હેલ્થ ઓફિસરએ જાહેર કરેલા વિકલી એપેડમિક રિપોર્ટમાં જણાવ્યું છે કે ઝાડા ઉલ્ટીના ૨૨૯ કેસ, ટાઈફોઈડના ત્રણ કેસ, કમળાના ચાર કેસ સહિત પાણીજન્ય રોગચાળાના ૨૨૬ કેસ મળ્યા છે, તદઉપરાંત ડેંગ્યુના બે કેસ, શરદી-ઉધરસના ૯૦૧ કેસ, સામાન્ય તાવના ૮૫૨ કેસ મળ્યા હતા. આ મુજબ ગત સોમવારથી આજે સોમવાર સુધીમાં વિવિધ રોગચાળાના કુલ ૧૯૯૧ કેસ મળ્યા હતા.
પાણીજન્ય રોગચાળો નાથવામાં નિષ્ફળ મહાપાલિકા તંત્રએ મચ્છરજન્ય રોગચાળા ડેન્ગ્યુને નાથવા રહેણાક મકાન, દુકાન, એપાર્ટમેન્ટ, કોર્મશિયલ કોમ્પલેકસ, ઔધોગિક એકમો, વ્યાપાર ધંધાના સ્થળ તેમજ રહેણાંક મકાનની આસપાસના વિસ્તારોમાં મચ્છરોના ઉત્પતિ સ્થાનો જોવા મળશે તો જગ્યાના માલિક કે ભોગવટો કરનાર કે જવાબદાર આસામી સીધી રીતે જવાબદાર ગણી બાયલોઝ અંતર્ગત તેની વિરૂદ્ધ મચ્છર ઉત્પતિ સબબ નોટીસ તથા વહિવટી ચાર્જ વસુલાતની કામગીરી કરવામાં આવેલ છે. આ કામગીરી હેઠળ રહેણાક સિવાય અન્ય ૧૬૭ પ્રીમાઇસીસ જેમાં બાંઘકામ સાઇટ, સ્કૂલ, હોસ્પિટલ, હોટેલ, ઇન્ડસ્ટ્રીઝ, હોસ્ટેલ, કોમ્પ્લેક્ષ, ભંગારના ડેલા, સેલર, હોલ, વાડી, પાર્ટી પ્લોટ, ધાર્મિક સ્થળ, પેટ્રોલ પં૫, સરકારી કચેરી વગેરેમાં મચ્છર ઉત્પતિ સબબ તપાસ કરવામાં આવી હતી જેમાં મચ્છર ઉત્પતિ બદલ રહેણાંકમાં ૧૩૩ અને કોર્મશીયલમાં ૪૧ સહિત કુલ ૧૭૪ને નોટીસ ફટકારવામાં આવી હતી. જ્યારે મચ્છરના ઉપદ્રવની ફરિયાદોને પગલે ૫૮૯ ઘરોમાં ફોગિંગ કરાયું હતું.
રાજકોટ મહાપાલિકાના વેસ્ટ ઝોન હેઠળના વોર્ડ નં.૧૨માં મવડીના માધવ પાર્ક વિસ્તારમાં આજે સવારે દુર્ગંધયુક્ત અને ડહોળા પાણીનું વિતરણ થતા મહિલાઓ એકત્રિત થઇ વિરોધ કર્યો હતો તે ઉપરોક્ત તસ્વીરમાં દ્રશ્યમાન થાય છે.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 99251 12230
View News On Applicationદેવભૂમિ દ્વારકા જિલ્લામાં વાવાઝોડાની સંભાવનાને લઈને ઓખા, રૂપેણ અને સલાયા બંદર પર એલર્ટ
May 22, 2025 07:15 PMજામનગર જિલ્લાના જામજોધપુર તાલુકામાં ભારે વરસાદ
May 22, 2025 06:49 PMજામનગર : કમોસમી વરસાદથી ખેડૂતોને નુકસાન મામલે કૃષિમંત્રી દ્વારા મહત્વનું નિવેદન
May 22, 2025 06:48 PMCopyright © 2022-2023 Aajkaal Daily
Developed by Rhythm Infotech