રાજકોટ જિલ્લા પંચાયતના કમ્પાઉન્ડમાં યાજ્ઞિક રોડને લાગુ પડે તે મુજબ ચાર દુકાનો બાંધવામાં આવી હતી અને વર્ષો સુધી માસિક રુ. 500 ના ભાડામાં તે આપવામાં આવી હતી. જિલ્લા પંચાયત નું નવું બિલ્ડીંગ બનતું હોવાથી આ ચારેય દુકાન ખાલી કરવાનો ઠરાવ આજરોજ મળેલી જિલ્લા પંચાયતની કારોબારી સમિતિમાં પસાર કરાયો હતો.
જિલ્લા પંચાયતની કારોબારી સમિતિના ચેરમેન પ્રવીણભાઈ કિયાડાના અધ્યક્ષસ્થાને મળેલી બેઠકમાં નાયબ જિલ્લા વિકાસ અધિકારીએ આ સંદર્ભે અત્યાર સુધી કરવામાં આવેલી કાર્યવાહીની વિગતો આપી જણાવ્યું હતું કે દુકાનો ખાલી કરવા માટે ત્રણ નોટિસ અપાઈ ગઈ છે. રૂબરૂ સુનાવણીની પ્રક્રિયા પણ પૂરી થઈ ગઈ છે અને આગળની કાર્યવાહી માટે કારોબારી સમિતિની બેઠકમાં તેને મંજૂરી માટે મૂકવામાં આવી હતી.
જિલ્લા પંચાયતના વર્તુળોના જણાવ્યા મુજબ હવે જો દુકાન ખાલી કરવામાં નહીં આવે તો બિલ્ડીંગના બાંધકામ દરમિયાન તે તોડી પાડવામાં આવશે. આવી જ રીતે જિલ્લા પંચાયતના કમ્પાઉન્ડમાં આવેલી કેન્ટિન દૂર કરવા માટે તેના સંચાલકને જણાવી દેવાયું છે.
અંદાજે રૂપિયા 32 કરોડના ખર્ચે રાજકોટ જિલ્લા પંચાયત નું નવું આધુનિક મકાન બનવાનું છે અને જ્યાં સુધી આ મકાન ન બને ત્યાં સુધી વચગાળાની વ્યવસ્થાના ભાગરૂપે જિલ્લા પંચાયતની વર્તમાન કચેરીઓનું સ્થળાંતર મોચી બજારમાં આવેલા જુના કોર્ટ બિલ્ડિંગમાં કરવામાં આવશે. આ માટે હાઇકોર્ટ તરફથી લીલીઝડી મળી ગઈ છે અને સ્થાનિક કોર્ટ તરફથી પણ મંજૂરી મળી ગઈ છે. હવે જિલ્લા કલેકટર તંત્ર તરફથી હુકમ થયે શિફ્ટિંગની કામગીરી કરવામાં આવશે.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 99251 12230
View News On Applicationદેવભૂમિ દ્વારકા જિલ્લા આરોગ્ય તંત્ર કોવિડની બીમારી સામે સજ્જ
May 23, 2025 05:17 PMજામનગરમા વાવાઝોડાની શક્યતાના પગલે જિલ્લા વહીવટી તંત્ર એલર્ટ
May 23, 2025 05:13 PMCopyright © 2022-2023 Aajkaal Daily
Developed by Rhythm Infotech