કેસમાં સમાધાન નહી કરે તો મારી નાખવાની ધમકી દીધી : સોશ્યલ મિડીયા પર બદનામ કરવા વાણી વિલાસ
જામનગરમાં રહેતી યુવતિએ ધ્રોલના એડવોકેટ સામે પોતાનો જુનો કેસ પાછો ખેચવાના મામલે ધાક ધમકી આપી સોશ્યલ મિડીયામાં તેણીને બદનામ કરવાના ઇરાદે અભદ્ર શબ્દો બોલ્યા હોવાની સીટી-એ ડીવીઝનમાં ફરીયાદ નોંધાવતા ભારે ચકચાર મચી જવા પામી છે, જે તે વખતે પણ મામલો ચચર્મિાં આવ્યો હતો, ફરી એકવાર જુનુ પ્રકરણ પોલીસ મથકે પહોચ્યું છે, ફરીયાદના આધારે પોલીસ દ્વારા તપાસ ચલાવવામાં આવી રહી છે.
જામનગરના દિ.પ્લોટ 60ના છેડે રહેતી 35 વર્ષની એક યુવતિએ ગઇકાલે સીટી-એ ડીવીઝનમાં ધ્રોલના ચંદનવાસમાં રહેતા હેમત ઘેલા ચાવડાની વિરુઘ્ધ બીએનએચ 352, 351(3), 356(2) મુજબ ફરીયાદ નોંધાવી છે.
જેમાં જણાવ્યુ છે કે ફરીયાદી યુવતિએ આરોપી હેમત વિરુઘ્ધ અગાઉ પોલીસ ફરીયાદ કરેલ હતી, જે કેસમાં સમાધાન કરવા માટે આરોપી ફરીયાદીને ફોન કરી ગાળો આપી જો સમાધાન નહી કરે તો જાનથી મારી નાખવાની ધમકી દીધી હતી.
તેમજ સોશ્યલ મિડીયા યુ-ટયુબ પર ફરીયાદીને બદનામ કરવાના ઇરાદાથી ફરીયાદી વિશે અભદ્ર શબ્દો બોલી બદનામ કરી ગુનો કર્યો હતો, આથી યુવતિ દ્વારા મામલો સીટી-એ ડીવીઝનમાં લઇ જવામાં આવ્યો હતો.
આશરે એકાદ વર્ષ પહેલા પણ યુવતિ દ્વારા ધ્રોલ પોલીસ સ્ટેશન ખાતે હેમત ચાવડા નામના એડવોકેટ વિરુઘ્ધ ફરીયાદ કરવામાં આવી હતી, જે તે વખતે ફરીયાદના આધારે પોલીસે કાર્યવાહી આગળ વધારી હતી, દરમ્યાન યુવતિ અને એડવોકેટનું તકરાર પ્રકરણ ફરી એકવાર પોલીસ મથકે પહોચતા ચચર્િ જાગી છે.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 99251 12230
View News On Applicationપઠાણકોટમાં બીએસએફ જવાનોએ પાકિસ્તાની ઘુસણખોરને ઠાર માર્યો
February 26, 2025 03:27 PMપાકિસ્તાન સામે સદી ફટકારવા બદલ કોહલી રેંકિંગમાં આગળ પહોંચ્યો, ICC એ આપી ભેટ
February 26, 2025 03:26 PM'સૌથી ખરાબ એરલાઇનનો પુરસ્કાર હોત તો એ એર ઇન્ડિયાને મળત: BJP પ્રવક્તા જયદીપ શેરગિલ
February 26, 2025 03:26 PMરાજૌરીમાં સેનાના વાહન પર આતંકવાદી હુમલો
February 26, 2025 03:21 PMધ સ્પાયર, ટાઇમ સ્કવેર વન, સોની બજાર, યાર્ડમાં વધુ છ મિલકતો સીલ કરતી મનપા
February 26, 2025 03:20 PMCopyright © 2022-2023 Aajkaal Daily
Developed by Rhythm Infotech