હૈદરાબાદના સંધ્યા થિયેટરમાં ૪ ડિસેમ્બરે થયેલી નાસભાગના સીસીટીવી ફટેજ સામે આવ્યા છે. ૧૪ સેકન્ડના આ વીડિયોમાં કોઈ અવાજ નથી, પરંતુ તેમાં ભીડ ગેટ પર ધક્કો મારતી અને જબરદસ્તી એન્ટ્રી કરવાનો પ્રયાસ કરતી જોવા મળે છે. ફટેજમાં મેટલના તૂટેલા દરવાજા, પ્લાસ્ટિકની બોટલો અને કાગળના ટુકડા જમીન પર ફેલાયેલા જોવા મળે છે.
માહિતી અનુસાર, આ વીડિયો લગભગ ૯:૧૫ વાગ્યાનો હોવાનું કહેવાય છે, જે અલ્લુ અર્જુન થિયેટરમાં પહોંચવાના ૧૫ મિનિટ પહેલાનો છે. ફટેજમાં જોવા મળી રહ્યું છે કે સુરક્ષાકર્મીઓ ભીડને રોકવાનો પ્રયાસ કરી રહ્યા છે, પરંતુ લોકો બળજબરીથી ધક્કો મારીને આગળ વધી રહ્યા છે. અલ્લુ અર્જુન થોડા સમય પછી ત્યાં પહોંચ્યો ત્યારે ભાગદોડ મચી ગઈ અને રેવતી નામની મહિલાનું મોત થયું, યારે તેનો ૮ વર્ષનો પુત્ર ગંભીર રીતે ઘાયલ થયો. તે હજુ પણ કોમામાં છે.આ ઘટના બાદ પોલીસે ૯ દિવસ પછી એટલે કે ૧૩ ડિસેમ્બરે અલ્લુ અર્જુનની ધરપકડ કરી હતી. નીચલી કોર્ટે તેને ૧૪ દિવસ માટે ન્યાયિક કસ્ટડીમાં મોકલી દીધો હતો, પરંતુ થોડા કલાકો પછી તેલંગાણા હાઈકોર્ટે તેને વચગાળાના જામીન આપી દીધા હતા. કોર્ટે અભિનેતાને તેના મૂળભૂત અધિકારોનો હવાલો આપીને જામીન આપ્યા હતા. જોકે, કોર્ટનો આદેશ મોડો આવવાને કારણે અભિનેતાને રાતભર જેલમાં રહેવું પડું હતું.
અલ્લુ અર્જુનને પોલીસે ગઈકાલે પૂછપરછ માટે બોલાવ્યો હતો. લગભગ ચાર કલાક સુધી તેની પૂછપરછ કરવામાં આવી હતી. પોલીસે તેને પૂછયું કે શું તે જાણતો હતો કે પોલીસે તેને ફિલ્મના પ્રીમિયરમાં આવવાની પરવાનગી આપી ન હતી. તેમને એ પણ પૂછવામાં આવ્યું કે આ ઘટના પછી તેમને મહિલાના મોતની માહિતી કયારે મળી.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 99251 12230
View News On Applicationપરોઢીયે ઝાકળ વચ્ચે જામનગરમાં તાપમાન ૩૩.૫
February 24, 2025 05:41 PMજામનગર ડિસ્ટ્રિક્ટ બેંક ડિરેક્ટર દ્વારા અકસ્માતે મૃત્યુ પામેલા સભાસદના પરિવારને રૂ. ૫ લાખનો ચેક
February 24, 2025 05:28 PMજામનગરમાં આર.આર.આર સેન્ટરમાં અત્યાર સુધીમાં ૪૧૬ નાગરિકો અલગ અલગ ચીજવસ્તુઓ મૂકી ગયા
February 24, 2025 05:16 PMઆવા અનોખા લગ્ન વિશે ક્યારેય ન તો ક્યાંય સાંભળ્યું હશે કે ન તો જોયું હશે!
February 24, 2025 05:00 PMસિનેમા હોલમાં અનલિમિટેડ પોપકોર્નની ઓફર, લોકોએ ડ્રમ અને તપેલા લઈ લગાવી લાંબી લાઇન!
February 24, 2025 04:54 PMCopyright © 2022-2023 Aajkaal Daily
Developed by Rhythm Infotech