દેશની રાજધાની દિલ્હીમાં ભારતનો સૌથી મોટો મલ્ટી-લેવલ ઇલેક્ટ્રિક બસ ડેપો બનાવવામાં આવશે. પાંચ એકરનાં આ ડેપોમાં માત્ર ઈલેક્ટ્રિક બસો પાર્ક કરવાની અને જાળવણી કરવાની સુવિધા જ નહીં, સામાન્ય લોકો તેમના ઈલેક્ટ્રિક વાહનોને પણ ચાર્જ કરી શકશે. વસંત વિહારમાં બનનારા આ ડેપોમાં સરકારી કચેરીઓ પણ સ્થાપવામાં આવશે. આ ડેપોની ઇમારત એવી રીતે બનાવવામાં આવશે કે વાહનોની અવરજવરને કારણે વાઇબ્રેશન ન થાય. અને તેમાં ગ્રાઉન્ડ ફ્લોર સહિત ચાર માળ હશે. દિલ્હીના પરિવહન મંત્રી કૈલાશ ગેહલોતે આ જાણકારી આપી છે.
કૈલાશ ગેહલોતે કહ્યું, અમે વસંત વિહારમાં ભારતનો પ્રથમ અને સૌથી મોટો મલ્ટી-લેવલ ઇલેક્ટ્રિક બસ ડેપો બનાવવાની દિશામાં પ્રથમ પગલું ભરી રહ્યા છીએ. એકવાર પૂર્ણ થયા પછી આ અત્યાધુનિક સ્માર્ટ અને ટકાઉ ઇલેક્ટ્રિક બસ ડેપો ભારતના જાહેર પરિવહન માળખાના ઇતિહાસમાં આધુનિક આઇકન તરીકે ઉભરી આવશે. વસંત વિહાર ઉપરાંત હરિ નગરમાં મલ્ટિ-લેવલ ડેપો પણ બનાવવામાં આવશે. વસંત વિહાર ડેપોમાં એક સાથે 400 ઈલેક્ટ્રિક બસો પાર્ક કરી શકાશે, જ્યારે હરિનગર ડેપોમાં 320 બસોની ક્ષમતા હશે.
આ પ્રોજેક્ટ પીપીપી મોડલ પર આધારિત છે
દિલ્હી સરકારના એક વરિષ્ઠ સરકારી અધિકારીએ જણાવ્યું કે ઇલેક્ટ્રિક બસ ડેપો બનાવવાનો પ્રોજેક્ટ જાહેર-ખાનગી ભાગીદારી મોડલ પર આધારિત હશે. આના કેટલાક ભાગનો ઉપયોગ પ્રોપર્ટી ડેવલપમેન્ટ માટે કરવામાં આવશે. આનો અર્થ એ થયો કે ચાર્જિંગ સ્ટેશન અને બસોની જાળવણી ઉપરાંત અન્ય પ્રવૃત્તિઓ પણ વસંત વિહાર ડેપોમાં થશે. હરિનગરમાં વિકસાવવામાં આવનાર ઈલેક્ટ્રિક બસ ડેપોમાં રેસ્ટોરન્ટ અને કોમર્શિયલ દુકાનો બનાવવાની પણ યોજના છે.
ઇલેક્ટ્રિક વાહનો ખરીદવાનો નિર્ણય: દિલ્હી સરકાર
દિલ્હી સરકારે માત્ર ઇલેક્ટ્રિક વાહનો ખરીદવાનો નિર્ણય લીધો છે. તેમના સંચાલન અને જાળવણી માટે મજબૂત માળખાની જરૂર પડશે. બસો ઉપરાંત, દિલ્હી સરકાર માત્ર અન્ય સત્તાવાર હેતુઓ માટે EVsનો ઉપયોગ કરવાની શક્યતા પણ શોધી રહી છે
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 99251 12230
View News On Applicationઝાંસી મેડિકલ કોલેજ અકસ્માત: તપાસ માટે 4 ડોક્ટરોની સ્પેશિયલ પેનલની રચના
November 16, 2024 08:01 PMમહારાષ્ટ્ર ચૂંટણીમાં ફરજ બજાવશે જામનગર હોમ ગાર્ડના જવાનો, રાત્રે ટ્રેન મારફતે થયા રવાના
November 16, 2024 05:58 PMCopyright © 2022-2023 Aajkaal Daily
Developed by Rhythm Infotech