વીજળી ઉત્પાદન ક્ષેત્રે વધુ આત્મનિર્ભરતા તરફ આગળ વધવાની દિશામાં આપણે ઔર એક કદમ આગળ નીકળ્યા છીએ અને ભારતમાં ઓમકારેશ્વર ડેમના બેકવોટરમાં દેશનો સૌી મોટો ફ્લોટિંગ પેનલ સોલર પાવર પ્લાન્ટ આકાર લઈ રહ્યો છે.પ્રમ તબક્કામાં ત્રણ કંપનીઓએ રાજ્ય સરકાર સો લગભગ ૩૦૦ મેગાવોટ માટે કરાર કર્યા છે.પાણીમાં તરતો આ સૌી મોટો સોલાર પાવર પ્લાન્ટ છે, કે જે પાણી વધે ત્યારે પણ તે ડૂબશે નહી. આ પછી, નર્મદા નદી પર બનેલા ફ્લોટિંગ સોલાર પાવર પ્લાન્ટમાંી બે તબક્કામાં ૬૦૦ મેગાવોટ વીજળીનું ઉત્પાદન કરવાનો પ્રસ્તાવ છે. આ પ્લાન્ટ ૧૨ લાખ ટન કાર્બન ડાયોક્સાઈડના ઉત્સર્જનને અટકાવશે, જે અંદાજે ૧ કરોડ ૫૨ લાખ વૃક્ષોની બરાબર છે. આવનારા સમયમાં સોલાર પેનલી લગભગ ૬૦૦ મેગાવોટ વીજળી ઉત્પન્ન કરવામાં આવશે. આ વીજળી વીજ વિતરણ કંપનીના ગ્રીડમાં મોકલવામાં આવી રહી છે.૮૮ મેગાવોટના ઓમકારેશ્વર પ્રોજેક્ટ માટે ૨૦૭ હેક્ટર બેકવોટરમાં ૨ લાખ ૧૩ હજાર ૪૫૦ ફ્લોટિંગ સોલાર પેનલ લગાવવાની છે. આ પ્રોજેક્ટની કિંમત લગભગ ૩,૦૦૦ કરોડ રૂપિયા છે. સોલાર પેનલ પાણીની સપાટી પર તરતી રહેશે અને પાણીના સ્તરમાં વધારો અવા ઘટાડો વાના કિસ્સામાં, તે પોતાની રીતે સંતુલન કરી લેશે.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 99251 12230
View News On Applicationઝાંસી મેડિકલ કોલેજ અકસ્માત: તપાસ માટે 4 ડોક્ટરોની સ્પેશિયલ પેનલની રચના
November 16, 2024 08:01 PMમહારાષ્ટ્ર ચૂંટણીમાં ફરજ બજાવશે જામનગર હોમ ગાર્ડના જવાનો, રાત્રે ટ્રેન મારફતે થયા રવાના
November 16, 2024 05:58 PMCopyright © 2022-2023 Aajkaal Daily
Developed by Rhythm Infotech