સમગ્ર ગુજરાત નહીં વિદેશમાં પણ માતાજીની આરાધનાના પર્વ નવરાત્રીની ઉજવણી માયભક્તો દ્વારા પૂજન-અર્ચન અને ગરબા સાથે કરવામાં આવી રહી છે. આ સાથે જ પ્રાચિન-અર્વાચીન ગરબાઓમાં ખેલૈયાઓએ બરાબરની રમઝટ બોલાવી રહ્યા છે. ત્યારે રાજકોટીયન્સના નંબર-1 આજકાલ ગરબામાં ખેલૈયાઓની જમાવટ તો કંઈક વધુ ઔર કરી છે. આજકાલ ગરબાના અનેરા આયોજનમાં ખેલૈયાઓ દરરોજ અવનવી થીમ પર થીરકી રહ્યા છે. ત્યારે ખેલૈયાઓ પણ આજકાલના ગરબા એટલે કાંઈક અવનવું, અદ્યતન અને શ્રેષ્ઠ સિક્યુરીટી સાથેના સેફ ગરબા હોવાનો અહેશાસ અનુભવી રહયાં છે. જયારે આજકાલની પણ એવી જ નેમ છે કે, ખેલૈયાઓ પણ પોતાના નવ દિવસ ગરબાનો આનંદ પરિવારજનો સાથે પૂર્ણ રીતે માણી શકે.ગઈકાલે બીજા નોરતે નાના મવા ચોક ગ્રાઉન્ડમાં ઝીણા ઝીણા ઝીણા રે...ઉડા ગુલાલ, માઈ તેરી ચુનરીયા લહેરાઈ...મન મોર બની થનગનાટ કરે...જેવા જોમ ભર્યા ગીતો અને અંતિમ ચરણમાં ડાકલા જોરદાર જમાવટ વચ્ચે ખેલૈયાઓ જુસ્સા સાથે જુમ્યા હતા.
આજકાલ કોન્ટેસ્ટમાં ભાગ લો અને જીતો દરરોજ ગિફ્ટ
- આજકાલ ગરબામાં ખેલૈયાઓના કોન્ટેસ્ટની સાથે સાથે સોશિયલ મિડીયાના શોખિનો માટે નવો કોન્સેપ્ટ સાથે નવો કોન્ટેસ્ટ રાખવામાં આવ્યો છે.
આજકાલ રીલ્સ કોન્ટેસ્ટમાં નામના કોન્ટેસ્ટમાં સ્પદ્યકો દરરોજ ગીફટ જીતી શકશે
- આજકાલ ગરબા ગ્રાઉન્ડમાં ગરબા રમતો ફોટો- રીલ્સ બનાવી પોતાના સોશિયલ મીડીયા એકાઉન્ટમાં , 2024 ગરબાના
પેજને ટેગ કરવાનું રહેશે.
- રીલ્સના વ્યુનો સ્ક્રીનશોટ મોબાઈલ નં.99251 12230 ઉપર સાંજે 4.00 વાગ્યા સુધીમાં મોકલવાનો રહેશે. જે ફોટો અને રીલ્સમાં સૌથી વધુ લાઇક્સ હશે એ ટોપ-10 સ્પર્ધકોને આકર્ષક ગિફ્ટ મળશે.
મા આદ્યશક્તિની આરતી કરી ધન્યતા અનુભવતા મહેમાનો
આજકાલ ગરબા-2024માં માં આદ્યશક્તિની દૈદિપ્યમાન મુરતની દરરોજ આરતી કરવામાં આવ્યા બાદ ગરબાનો પ્રારંભ કરવામાં આવે છે. ગઈકાલે માતાજીની આરતીમાં કેબિનેટ મંત્રી ભાનુબેન બાબરીયા, ભાજપ અગ્રણી મનોહરભાઈ બાબરીયા, જિલ્લા પંચાયત પ્રમુખ પ્રવિણાબેન રંગાણી, જિલ્લા વિકાસ અધિકારી નવનાથ ગવ્હાણે, રાજકોટ માર્કેટિંગ યાર્ડના ચેરમેન જયેશભાઇ બોઘરા, રાજકોટ ચેમ્બર ઓફ કોમર્સના પ્રમુખ વી.પી.વૈષ્ણવ, પીડીએમ કોલેજના ચેરમેન ઘનશ્યામભાઈ હેરભા, ભાજપ અગ્રણી શૈલેષભાઇ ડાંગર, બાર કાઉન્સિલ ઇન્ડિયાના મેમ્બર એડવોકેટ દિલીપભાઈ પટેલ, એડવોકેટ હર્ષીલભાઈ શાહ, એડવોકેટ વિપુલભાઈ સોંદરવા, એડવોકેટ પરાગભાઇ લોલરિયા, એડવોકેટ યથાર્થભાઈ શાહ, સિમ્પલ એડ રાજુભાઈ જૂંજા, ડો.અમિતભાઇ હપાણી, ડો.બબીતાબેન હપાણી, ડો.વી.વી.વેકરીયા, બોસ્કી નથવાણી સહ પરિવાર, ઓલમ્પસ હોસ્પિટલના હેમલભાઈ વ્યાસ, પ્રકાશભાઈ ખુશલાણી (પેનાટેક)એ માતાજીની આરતી કરી ધન્યતા અનુભવી હતી અને રાસોત્સવને માણ્યો હતો.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 99251 12230
View News On Applicationઝાંસી મેડિકલ કોલેજ અકસ્માત: તપાસ માટે 4 ડોક્ટરોની સ્પેશિયલ પેનલની રચના
November 16, 2024 08:01 PMમહારાષ્ટ્ર ચૂંટણીમાં ફરજ બજાવશે જામનગર હોમ ગાર્ડના જવાનો, રાત્રે ટ્રેન મારફતે થયા રવાના
November 16, 2024 05:58 PMCopyright © 2022-2023 Aajkaal Daily
Developed by Rhythm Infotech